અમદાવાદ
કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રુપાલાને કોણ પહેરાવશે હેલ્મેટ !

કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રુપાલાને કોણ પહેરાવશે હેલ્મેટ !
Going out on a two-wheeler?
Make sure to take your helmet along. pic.twitter.com/7EQQtQGmsd— MORTHINDIA (@MORTHIndia) March 15, 2022
કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રુપાલા ભાજપ યુવા મોર્ચા આયોજિત વાહન રેલીમાં જોડાયા,, કાર્યક્રમ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે બોટાદ જિલ્લાતી લઇને અમદાવાદ જિલ્લામાં સુધી પહોચી,
જેમાં પુરુષોત્તમ રુપાલા બુલેટ સાથે જોડાયા,, બે જિલ્લા વચ્ચે પ્રવાસ કર્યો, પણ હેલ્મેટ પહેરવાના નિયમોને ઘોળી ને પી ગયા, આમ તો સમગ્ર રેલીમાં યુવા મોર્ચાના કોઇ પણ કાર્યકરે
ભરતના સરકારના વાહન વ્યવહાર વિભાગના બનાવેલા નિયમો તોડીને રાજકીય કાર્યક્રમ ઉજવ્યો, પણ સવાલ ત્યારે થાય ત્યારે રુપાલા જેવા નેતાઓ જેઓ પોતે સાસંદ અને
કેન્દ્ર સરકારમાં પ્રધાન છે તેઓ પણ નિયમોનો છડે ચોક ભંગ કરે, હવે જે પાર્ટીનો વરિષ્ઠ નેતા જ નિયમો તોડે તો પછી સમાન્ય કાર્યકર્તા પાસે નિયમો પાલનનો કઇ રીતે અપેક્ષા રાખી શકાય,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
Going out on a two-wheeler?
Make sure to take your helmet along. pic.twitter.com/7EQQtQGmsd— MORTHINDIA (@MORTHIndia) March 15, 2022
ભાજપે 6 એપ્રિલથી બાઇક રેલીનુ આયોજન કર્યો છે, જે 3500 કિલો મીટર યાત્રા કરશે,, આ કાર્યક્રમ 75માં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં અને યુવા મોરચાના પ્રદેશ
અધ્યક્ષ ડો.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં રાજયના યુવાનોમાં સરકારે બનાવેલા ટ્રાફીકના નિયમો તોડીને યુવાનોમાં દેશ ભક્તિ કઇ રીતે વધે તે માટે બાઇક યાત્રાનું આયોજન કરાયુ. આજે બોટાદ જિલ્લાથી અમદાવાદ જિલ્લા તરફ જતા બાઇક યાત્રામાં બુલેટ
પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જોડાયા હતા. તેઓએ પણ હેલ્મેટ પહેર્યા વગર યુવા મોરચાની બાઇક રેલીમાં યુવા કાર્યકરોના ઉત્સાહમાં વધારો કર્યો હતો યુવા મોરચાની બાઇક રેલી અમદાવાદ
મહાનગરથી પ્રસ્થાન થઇ હતી અને આશરે 20 થી વધુ જીલ્લા-મહાનગરોમાં પસાર થઇ અંદાજે 1500 કિમીનો પ્રવાસ પુર્ણ કર્યો છે.
યુવા મોરચાની બાઇક રેલી સુરત ખાતે પુર્ણ થશે અને આ યાત્રા કુલ આશરે 3500 કિમીનો પ્રવાસ કરશે.
Always ensure safety and abide by each safety rule before starting your drive and you are good to go. pic.twitter.com/w6VpC7zPCF
— MORTHINDIA (@MORTHIndia) April 9, 2022
તમને બતાવી દઇએ કે કેન્દ્ર સરકારના પ્રધાન નિતીન ગડકરીના વાહન વ્યવહાર વિભાગ સોશલ મિડીયાના માધ્યમથી બેનર,હોર્ડીંગ્સના માધ્યમથી વારં વાર પ્રચાર કરે છે કે ટુવ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવુ ફરજિયાત છે
મહત્વની વાત છે કે ગુજરાતમાં જ્યારે આર સી ફળદુ વાહન વાહન વ્યવહાર પ્રધાન હતા ત્યારે હેલ્મેટ ફરજિયાત કરી દેવાયું હતું અત્યારે ટ્રાફીક પોલીસ વગર હેલ્મેટ વાહન ચલાવનારાઓ સામે ડ્રાઇવ ચલાવે છે અને દંડ
વસુલે છે, ત્યારે સવાલ એ થાય છે કે કેન્દ્રિય પ્રધાન પોતે તો નિયમોનો ખુલે આમ ધજ્જીયા ઉડાવી રહ્યા છે, પોતાની સરકારના નિયમોનો છડે ચોક ભંગ કરી રહ્યાછે, તેમના માથે દેશના સંસદમાં લોકોની સુખાકારી માટે
નિયમો બનાવવાની જવાબદારી છે, અને નિયમો બને છે, પણ માત્ર સમાન્ય લોકો માટે,, સત્તા પક્ષ ભાજપના નેતાઓ કાર્યક્રતાઓ પ્રધાનો માટે આ નિયમોમાં છુટ છાટ અપાયુ હોય તેમ લાગે છે
સાથે તે ટ્રાફિક વિભાગ સમાન્ય લોકોને હેલ્મેટ ન પહેરવા માટે ખુબ જ સરળતાથી ધમકાવીને દંડ વસુલી લે છે, આવા નેતાઓ અને કાર્યકર્તાઓ પાસે નિયમો પાલન કરાવવા માટે પણ કહી શકતા નથી
કારણ કે તંત્રની પુર્વ મંજુરીથી આ બાઇક રેલી ફરી રહી હશે તેવામાં હેલ્મેટનો નિયમ પણ ફરજિયાત કરાયો હશે, છતાં નિયમોનો પાલન જો પક્ષનો કેન્દ્રિયપ્રધાન જ ન કરતો હોય તો પછી સમાન્ય
કાર્યકર્તા પાસે શુ અપેક્ષા રાખશો,
#SadakSurakshaJeevanRaksha pic.twitter.com/0WEVGSQOpN
— MORTHINDIA (@MORTHIndia) March 9, 2022
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
Hey road commuters,
drive a vehicle only if you have a valid licence and do not forget to wear helmet while driving or riding a two wheeler. pic.twitter.com/Z8Ymtnx2b6— MORTHINDIA (@MORTHIndia) March 12, 2022
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ