SOMNATH
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા

government
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કુલ ₹4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કુલ ₹4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને જાહેરાત
ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને મળશે વિવિધ પ્રોજેક્ટની ભેટ
ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ
પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ જૂનાગઢમાં જનસભાને સંબોધન કરશે સાથે જ ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢને ₹4155.17 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. જેના લીધે વિવિધ જીલ્લાઓમાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે.
ક્યા જીલ્લાને મળશે કેટલા વિકાસકાર્યોની ભેટ?
જૂનાગઢ- જૂનાગઢમાં આગામી સમયમાં અનેક સુવિધાઓનો વધારો થશે જેમાં વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાનો સમાવેશ થાય છે. સાથે જ નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં ₹546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યો અને કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજના સહિત અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર સોમનાથ જીલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની ₹834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ
વલસાડ જિલ્લાના ગોવડા-કલાઈથી શરૂ થઈ ને કચ્છ જિલ્લાના નારાયણ સરોવરને જોડતો આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. આ કામગીરી 3 તબક્કામાં કરવામાં આવશે. આ કોસ્ટલ હાઈવેથી દરિયાઈ સુરક્ષા માટેની કામગીરીમાં સુગમતા આવશે અને રાજ્યના 1600 કીમીના દરિયાકાંઠા પર આવેલા ગામોને સીધુ જોડાણ મળશે. માછીમારી પર નભતા કુટુંબોને સારી કનેક્ટીવીટી મળશે જેથી મત્સ્ય ઉદ્યોગના વિકાસને વેગ મળશે. આ હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો જેવા કે દમણ, તિથલ, સોમનાથ, માધવપુર બીચ, દ્નારકા,બેટ- દ્વારકા, કંડલા મુદ્રા, માંડવી જેવા સ્થળોને જોડશે જેનાથી પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે.
પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ પોરબંદરની સૌથી મોટી સરકારી આરોગ્ય સુવિધા બનવા જઈ રહી છે જે ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને ઉપયોગી બનશે. ખાસ કરીને પોરબંદર જીલ્લાના અંતરીયાળ નેસ વિસ્તારના લોકો માટે સુવિધાયુક્ત બની રહેશે. GMERS મેડિકલ કોલેજથી પોરબંદર જીલ્લાના 700 જેટલા વિદ્યાર્થીઓને પોતાના જીલ્લામાં જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાની તક મળશે.
હાલમાં આ મેડિકલ કોલેજમાં 330 બેડની સુવિધા છે જે વધારીને 600 બેડની કરવામાં આવશે. સાથે જ અહીં જનરલ સર્જરી, ઈમર્જન્સી, ઓર્થોપેડિક, બાળરોગ, ગાયનેકોલોજી, પોથોલોજી જેવા અનેક વિભાગો અને સેવાઓનો ઉમેરો કરવામાં આવશે.
SOMNATH
આપ’ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પર વિજય પ્રાપ્ત કરે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરી છે : રાઘવ ચઢ્ઢા

આપ’ના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પ્રખ્યાત જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શીશ નમાવ્યું.
રાઘવ ચઢ્ઢાએ સોમનાથમાં ભોળાનાથ શંભુના આશીર્વાદ લીધા.
રાઘવ ચઢ્ઢાએ પ્રખ્યાત સોમનાથ મંદિરમાં ભોળાનાથની આરતીમાં ભાગ લીધો.
રાઘવ ચઢ્ઢાની સાથે ‘આપ’ના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે પણ સોમનાથમાં ભોળાનાથની પૂજા અર્ચના કરી હતી અને ગુજરાત અને દેશના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શિવજીના દર્શનનો અવસર મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે : રાઘવ ચઢ્ઢા
ભ્રષ્ટ ભાજપની સામે અમને લડવાની શક્તિ આપવા માટે મેં શિવજીને પ્રાર્થના કરી છે : રાઘવ ચઢ્ઢા
દિવાળીનો પાવન પર્વ નજીક છે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો, એવી જ રીતે ‘આપ’ પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પર વિજય પ્રાપ્ત કરે તેવી મેં ભગવાન શિવને પ્રાર્થના કરી છે : રાઘવ ચઢ્ઢા
ગુજરાતની સમૃદ્ધિ માટે, દેશની સમૃદ્ધિ માટે, દેશના દરેક પરિવારની ખુશી માટે, દરેક નાગરિકના સારા સ્વાસ્થ્ય માટે મેં પ્રાર્થના કરી છે: રાઘવ ચઢ્ઢા
અમને લોકો તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે લોકો કહી રહ્યા છે કે ‘હવે પરિવર્તન આવશે’: રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ સોમનાથ મંદિરના મહંતને મળીને ગુજરાત અને દેશના વિકાસ માટે આશીર્વાદ લીધા.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા ચાર દિવસીય મુલાકાત માટે ગુજરાત આવ્યા છે. રાઘવ ચઢ્ઢાએ ભાવનગર, અમરેલીના ધારી, જૂનાગઢના કેશોદમાં પદયાત્રા કરી હતી અને વિશાળ જનસભાને પણ સંબોધિત કરી. આજે રાઘવ ચઢ્ઢા અને ‘આપ’ના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવિણ રામ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભોળાનાથ શંભુના દર્શન કર્યા હતા.
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ તથા ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા આજે સવારે ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પહોંચ્યા હતાં. રાઘવ ચઢ્ઢાએ શિવજીની આરતીમાં ભાગ લીધો હતો. રાઘવ ચઢ્ઢાએ ગુજરાત અને ભારતના લોકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે ભોળાનાથ શંભુને પ્રાર્થના કરી હતી. આમ આદમી પાર્ટીને ભાજપ સામે લડવાની શક્તિ મળે, ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવે અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતા માટે જે વિઝન અને મિશન તૈયાર કર્યું છે એ સાકાર થાય એ માટે રાઘવ ચઢ્ઢાએ શિવજીને પ્રાર્થના કરી અને તેમના આશીર્વાદ લીધા કે ભારત દેશ વહેલી તકે સત્યના માર્ગે ચાલીને વિશ્વનો નંબર વન દેશ બને
.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, આ મારા માટે બહુ સૌભાગ્યની વાત છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શિવજીના દર્શનનો અવસર મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. દિવાળીનો પાવન પર્વ નજીક છે ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો હતો, એવી જ રીતે આમ આદમી પાર્ટી પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પર વિજય પ્રાપ્ત કરે તેવી મેં ભગવાન શિવને પ્રાર્થના કરી છે. સાથે સાથે મેં ગુજરાતની સમૃદ્ધિ માટે, દેશની સમૃદ્ધિ માટે, દેશના દરેક પરિવારની ખુશી માટે, દરેક નાગરિકના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. આ પ્રથમ જ્યોતિર્લિંગ છે અને એવું કહેવાય છે કે અહીંયા કરેલી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મને પણ વિશ્વાસ છે કે મારી કરેલી પ્રાર્થના પણ પૂરી થશે અને શિવજીની કૃપાથી ગુજરાતમાં સરકાર બનાવવાનો અને લોકોની સેવા કરવાનો અમને અવસર પ્રાપ્ત થશે.
રાઘવ ચઢ્ઢા સોમનાથ મંદિરનાં મહંતને પણ મળ્યા હતા અને ગુજરાત અને દેશના વિકાસ માટે મહંત પાસેથી આશીર્વાદ પણ લીધા હતા. રાઘવ ચઢ્ઢાની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે પણ ભોળાનાથ શંભુની પૂજા-અર્ચના કરી હતી અને ગુજરાત અને ભારતના વિકાસ માટે પ્રાર્થના કરી હતી.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ