ધર્મ દર્શન
14 માર્ચનું રાશિફળઃ આ 5 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં થશે સુધાર, મળશે ધન લાભ
મેષ – વ્યવસાયિક પ્રતિષ્ઠામાં થશે વધારો. નાણાકીય બાબતોમાં મળશે સફળતા. સંબંધોમાં રહેશે મધુરતા. રચનાત્મક કાર્યમાં મળશે અપેક્ષિત સફળતા.
વૃષભ – કરેલા પ્રયત્નો સાર્થક થશે. રચનાત્મક પ્રયાસો ફળ આપશે. વિવાહિત જીવન સુખમય રહેશે. શૈક્ષણિક સ્પર્ધામાં પ્રગતિ થશે.
મિથુન – જીવનસાથીનો સહયોગ મળશે. સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે. કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.
કર્ક – તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠા પ્રત્યે સજાગ રહો. સંબંધોમાં મધુરતા રહેશે. આજીવિકાના ક્ષેત્રમાં અપેક્ષિત પ્રગતિ થશે.
સિંહ – સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે. કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી તમારો પ્રભાવ વધશે.
કન્યા – શૈક્ષણિક સ્પર્ધાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો ફળદાયી રહેશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. અન્યનો સહયોગ લેવામાં સફળતા મળશે. રચનાત્મક પ્રયાસો ફળ આપશે.
તુલા – તમને ઉચ્ચ અધિકારી અથવા ઘરના વડાનો સહયોગ મળશે. સંબંધોમાં નિકટતા આવશે. ધંધાકીય યોજના ફળીભૂત થશે. બુદ્ધિમત્તાથી કરેલા કામમાં સફળતા મળશે.
વૃશ્ચિક – પિતા કે ધર્મગુરુ તરફથી પ્રોત્સાહન મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વ્યાવસાયિક પ્રયાસો ફળ આપશે. નવા સંબંધો બનશે.
ધન – આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. નાણાકીય બાબતોમાં પ્રગતિ થશે. સામાજિક ક્ષેત્રે પ્રગતિ થશે. કરેલા પ્રયત્નો સાર્થક થશે.
મકર – તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો. વિવાહિત જીવન સુખમય રહેશે. પારિવારિક જવાબદારીઓ પૂરી થશે. બુદ્ધિમત્તાથી કરેલા કામમાં પ્રગતિ થશે.
કુંભ – નાણાકીય તણાવ રહેશે. બિનજરૂરી મૂંઝવણો રહેશે. આજીવિકાના ક્ષેત્રમાં તમારે વધુ મહેનત કરવી પડશે. ધાર્મિક વૃત્તિઓ વધશે.
મીન – ધંધાકીય યોજના ફળીભૂત થશે. સરકારી શક્તિનો સહયોગ મળશે. રચનાત્મક કાર્યમાં પ્રગતિ થશે. પરસ્પર સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે.
નોંધ – આ લેખ માત્ર વાચકોના રસને ધ્યાને રાખીને લખવામાં આવ્યો છે. આના સત્ય હોવાની અમે પુષ્ટી કરતા નથી.
ગાંધીનગર
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતના પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતા માં બહુચરના યાત્રાધામ બહુચરાજીનો ત્રણ તબક્કામાં સુગ્રથિત વિકાસ હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂપિયા ૨૦ કરોડની ફાળવણી રાજ્ય સરકાર દ્વારા કરાઈ છે.મંત્રીએ ઉમેર્યું કે, લાખો શ્રદ્ધાળુઓના પ્રતીક સમા માં બહુચરના ધામ ખાતે યાત્રાળુઓને વધુને વધુ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હયાત સુવિધાઓ અને આગામી ૨૫ વર્ષમાં બહુચરાજી તીર્થધામના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ કરી ત્રણ તબક્કામાં વિકાસ કરવાનું આયોજન કરાયું છે. જેમાં મુખ્યમંત્રીશ્રીએ પ્રથમ તબક્કામાં આજે પૂનમના પવિત્ર દિવસે રૂપિયા ૨૦ કરોડ ફાળવ્યા છે. જે હેઠળ માતાજીના મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરની શિખર ની ઊંચાઈ જે હાલ ૪૯ ફૂટ છે. તે વધારીને અંદાજે ૭૧.૫ ફૂટ કરવામાં આવશે. જે થકી મંદિર પરિસર ભવ્ય અને દિવ્ય બનશે અને યાત્રાળુ માટે આકર્ષણનો કેન્દ્ર બનશે. મંદિરની ઊંચાઈ વધારવાની સાથે સાથે આવનારા સમયમાં મંદિરના પરિસર અને વિકાસનું આયોજન કરવામાં પણ આવશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં આરાસુર અંબાજી શક્તિપીઠ મહાકાળીધામ પાવાગઢ, શક્તિપીઠ અને બહુચરાજી શક્તિપીઠ પૌરાણિક, ઐતિહાસિક અને ધાર્મિક રીતે અતી મહત્વના શક્તિપીઠો હોય આવનારા શ્રદ્ધાળુઓની આસ્થાને અનુરૂપ વધુને વધુ સારી વ્યવસ્થાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે.
ગાંધીનગર
રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ

અંબાજી ખાતેશ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક – સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે: પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ
મહોનથાળની સાપેક્ષે ચિક્કીના પ્રસાદની સેલ્ફ લાઇફ વધુ : દર્શાનર્થીઓ દ્વારા ચિક્કીના પ્રસાદને સારો પ્રતિસાદ મળી રહ્યો છે
પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યું કે, અંબાજી ખાતે
શ્રધ્ધાળુઓની લાગણીને ધ્યાને રાખીને પૌષ્ટિક – સ્વાસ્થ્યપ્રદ ચિક્કીનો પ્રસાદ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૩ થી શરૂ કરવામાં આવ્યો છે.
મંત્રી એ ઉમેર્યું કે, કોરોના મહામારી દરમિયાન સૌ પ્રથમવાર ઓનલાઇન દર્શન ની સુવિધા શરૂ કરવામાં આવી હતી. જેનો લાભ વિશ્વના ૨૭ જેટલા દેશોના ૧.૨૧ કરોડ શ્રદ્ધાળુઓએ લીધો હતો. વિશ્વભરમાંથી શ્રધ્ધાળુઓ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શનાર્થે આવતા હોય છે જેઓ પોતાના વતનમાં ‘માં અંબા’નો પ્રસાદ લઈ જવા ઈચ્છતા હોય છે. આ પ્રસાદ સુકો અને વધુ સમય સુધી રહે તેવી લાગણી શ્રઘ્ધાળુઓ દ્વારા કરવામાં આવતી હોય છે.
મંત્રી એ વધુમાં ઉમેર્યું કે, વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી, દર મહિનાની પૂર્ણિમા, આઠમ તેમજ વિવિધ વ્રતના દિવસે ફરાળી પ્રસાદ હોવો જોઈએ તેવી રજૂઆતો પણ દર્શનાર્થીઓ દ્વારા કરવામાં આવતી હતી. આવી અનેક
લાગણીઓને ધ્યાને રાખીને અંબાજી ખાતે પ્રસાદમાં પૌષ્ટિક ચિક્કીના પ્રસાદનું વિતરણ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ પ્રસાદની ચિક્કી ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી છે તથા આશરે ૩ માસ જેટલા સમય સુધી ગુણવત્તાયુક્ત રહે છે. આ પ્રસાદની ચિક્કી બજારમાં મળતી સામાન્ય ચિક્કી જેવી નથી. આ પ્રસાદની ચિક્કી આરોગ્યવર્ધક સીંગદાણાના માવામાંથી બનાવવામાં આવે છે. ૩ મહિના જેટલી વધુ સેલ્ફલાઇફ ધરાવતા આ ચિક્કી ના પ્રસાદને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તા. ૧ થી ૧૦ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૧,૨૬,૮૬૫ ચિક્કીના પ્રસાદનું વિતરણ કરાયું છે તેમ પણ મંત્રી એ ઉમેર્યું છે.
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ