ગાંધીનગર
યુવરાજ સિહ જાડેજાએ હવે અગ્નિપથ યોજનાને લઇને મોદી સરકાર માટે કહી આટલી મોટી વાત !
યુવરાજ સિહ જાડેજાએ કેમ કહ્યુ હવે દેશમાં સદનવીરની જરુર છે જેમાં MP-MLAની લાયકાત નક્કી કરાય-પેન્શન બંધ કરાય
અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ
દેશમાં એક તરફ અગ્નીપથ યોજનાનો વિરોધ થઇ રહ્યો છે, યુવાનો રસ્તાઓ ઉપર છે, મોદી સરકારના અનેક પ્રયાસ થવા છતાં યુવાનો સરકારની યોજના માટે અણગમો દુર નથી થઇ રહ્યો
વિરોધ પક્ષ પણ આને લઇને સરકાર સામે વિરોધ કરી રહ્યો છે,ત્યારે ગુજરાતના યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ અગ્નિપથ યોજનાની અનેક ખામીઓ ગણાવી નાખી,, તેઓએ આડ કતરી રીતે
સત્તા પક્ષ ઉપર નિશાન સાધ્યુ છે અને ધારાસભ્યો અને સાસંદો માટે પણ સદન વિર યોજના લાવવી જોઇએ તેવી માગ કરી છે, તેમના પેન્શન બંધ કરવા અંગે પણ તેઓએ ટ્ટીટ કર્યુ છે
યુવરાજ સિહે અગ્ની પથયોજનાને લઇને જણાવ્યુ કે
અગ્નિવીર યોજના માટે સાઢા સત્તરથી 23 વરસના યુવાનો માટે છે,
સરકારનો હેતુ પેન્શન બચાવોનો છે, પેન્શનની કટોકીકરવાની છે ટેક્નોલોજીમાં સારુ થાવુ છે
પરંતુ 2016થી 2019માં દોઢ લાખ આર્મી વીરોની ભરતી કરવામાં આવી છે, આર્મી જવાનોની ભરતી
2019થી 2022માં એક પણ ભરતી નથી થઇ, કોરોના કાળ અને બીજુ કોઇ બહાને હેઠળ, રાજકીય ભરતી થઇ છે, તે અલગ વાત છે,
પણ જાહેરાત આવી છે, અમે ભરતી કરીશુ, ત્યારે તે આર્મીમાં ભરતી માટે જવાનો રાત દિવસ દોડતા હતા તૈયારી કરતા હતા, તેમની પ્રિલિમરી અને ફિઝિકલી પરિક્ષા લેવાઇ હતી
ત્યાર બાદ કાયમી ભરતી કરીએ છીએ તે બંધ કરીએ છીએ,, હવે તમામ ભરતી અગ્નીવીર યોજના હેઠળ ભરતી કરીશુ
સરકારને અગ્નિવીર યોજના લાગુ કરવુ હતું તો પહેલા પાયલોટ પ્રોજેક્ટ તરીકે એટલે આજમાઇશ તરીકે ભરતી કરવી જોઇતી હતી, જેથી આ જવાનો તૈયાર થઇ શકે
મારી દૃષ્ટિએ ચાર વરસનો કોન્સેપ્ટ પણ ખોટો છે, આપણે બીજા દેશોનો અનુકરણ કરીએ છીએ,,યુએસએ, ઇઝરાઇલ, ચાઇનામાં આવુ છે, પણ એ દેશોમાં અને આપણા દેશોમાં ઘણો બધો ફેર છે, જે વ્યક્તિ ચાર વરસ માટે દેશમાં સૈનિક તરીકે ફરજ બજાવશે શુ તેનામાં દેશ દાજ રહેશે,હુ ચોક્કસ પણે માનુ છુ કે આર્મી કે સંરક્ષણ દળ એ રોજગારીનુ સાધન નથી, અને એ વિચાર હોવુ પણ ન જોઇએ
આપણામાં જોમ જનુન અને જુસ્સો અને દેશ માટે કઇક કરી બતાવવાની ભાવના
એને કારણે આપણે આર્મીમાં જતા હોઇએ છીએ, આર્મીમાં જઇએ છીએ એટલે પૈસા કમાવવા નથી જતા, પરંતુ જે ચારસ છે તેમાં આપણે ટ્રેન્ડ કરવાના છે, અને જે લોકો ટ્રે્ન્ડ થઇને આવશે, તેમાંય 75 ટકા બેરોજગાર થવાના છે અને જે 25 ટકાને રાખવાના છે,,તેના કોઇ પેરામિટર્સ કે માપદંડો જાહેર કરાયા નથી. કે કયા 25 ટકાને લેવાશે,કઇ એવી ભરતી પ્રકિયા કરવામાં આવશે કે 25 ટકા બેસ્ટ સાબિત થશે, એટલે કે જ્યારે જ્યારે સરકાર આ સ્કીમ લાવ્યા તો આ સ્કીમની ચર્ચા પાર્લામેન્ટમાં થવી જોઇએ, આની ચર્ચા પાર્લામેન્ટમાં નથી થઇ સીધી થોપી બેસાડવામાં આવી છે,, અને ત્યાંજ અમને વાધો છે,
એમાય યુવરાજ સિહે ટ્ટીટ કરીને પણ સરકાર અને સત્તાપક્ષ ઉપર નિશાન સાધ્યુ છે
#અગ્નિ_વીર બાદ “જાહેરાત પાર્ટીનું” નવું નજરાણું આવે તો નક્કી નહીં… “રેલવે_વીર” “બેન્ક_વીર” “શિક્ષક_વીર” “પોલીસ_વીર” “ક્લાર્ક_વીર” “બિન સચિવાલય_વીર” આ બધામાં ખાસ જરૂર છે “#સદન_વીર” ની MLA MP ની લાયકાતો અને ધારા ધોરણ નક્કી કરવામાં આવે.. 2 વર્ષ ની સેવા બાદ નિવૃત પેન્શન પણ બંધ
આમ અગ્નિપથ યોજનાનુ ગુજરાતના જામનગરમાં પણ યુવાનો વિરોધ કરી રહ્યાછે,ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમા મોટા પાયે રેલ્વે સંપતિને નુકશાન પણ કરાયુ હતું,જેના કારણે વિરોધ
પ્રદર્શન હિંસક પણ બની ગયુ છે, યુવરાજ સિહ જાડેજાએ યુવાનો શાંતિથી રાખીને વિરોધ પ્રદર્શન કરવાની અપીલ પણ કરી છે,
#અગ્નિ_વીર બાદ "જાહેરાત પાર્ટીનું" નવું નજરાણું આવે તો નક્કી નહીં…
"રેલવે_વીર"
"બેન્ક_વીર"
"શિક્ષક_વીર"
"પોલીસ_વીર"
"ક્લાર્ક_વીર"
"બિન સચિવાલય_વીર"આ બધામાં ખાસ જરૂર છે "#સદન_વીર" ની
MLA MP ની લાયકાતો અને ધારા ધોરણ નક્કી કરવામાં આવે..
2 વર્ષ ની સેવા બાદ નિવૃત
પેન્શન પણ બંધ— Yuvrajsinh Jadeja (@YAJadeja) June 17, 2022