અમદાવાદ
યુવરાજ સિહ જાડેજાએ ફોડ્યો વધુ એક ટ્ટીટર બોંબ
યુવરાજ સિહ જાડેજાએ ફોડ્યો વધુ એક ટ્ટીટર બોંબ
યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ ફરી વાર રાજ્ય સરકાર ઉપર ટ્ટીટર બોમ્બ ઝિંક્યો છે,
તેઓએ ટ્ટીટ કરીને ગુજરાત ફોરેસ્ટ ડીપાર્મેન્ટની પરિક્ષાના પરિણામોની કોપી મુકી છે
આ પરિણામોમાં નિશ્ચિત જાતિના યુવાનોના નામ છે, સવાલ શિક્ષણ પ્રધાન
જીતુ ભાઇ વાધાણીને પુછાયો છે,, કારણ કે મહેસાણામાં પેપર લિક થયાના આરોપ યુવરાજ સિહ તત્કાલિન સમયે
લગાવ્યો હતો, પણ શિક્ષણ પ્રધાને ત્યારે આરોપો માટે પુરાવા માંગ્યા હતા,
મહેસાણાં થઇ હતી ગેરરીતી
રાજ્યમાં 27 માર્ચ 2022ના દિવસે ગુજરાત વન વિભાગની લેખિત પરિક્ષાનો આયોજન કરાયુ હતું
ત્યારે મહેસાણામાં જવાબ લખેલી કાપલીઓ પકડાઇ હતી, ત્યારે કોગ્રેસ સહિત યુવરાજ સિહ જાડેજાઓ
આમાં પણ પેપર લિક થયા હોવાનો આરોપ લગાવ્યો હતો, પણ રાજ્ય સરકારે આ ઘટનાને માત્ર
કોપી કેસ બતાવીને પરિક્ષાઓ લઇ લીધી હતી,ત્યારે યુવરાજ સિહ આ પેપર જીતુ ભાઇ વાધાણીના
વિધાનસભા વિસ્તારમાંથી લીક થઇ હોવાનો આરોપ લગાવ્યા હતા, પણ જીતુ ભાઇ વાધાણીએ
યોગ્ય તપાસ કરવાના બદલે પુરાવાઓ માગ્યા હતા, અને મામલાને રફે દબે કરી દેવાયું હતું
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણી સામે સવાલ
ઘટનાના 3 અઠવાડિયા પછી હવે આ પરિક્ષાનુ પરિણામ આવી ગયુ છે,જેમાં ટોપ ટેનમાં
મહેસાણાના ચૌધરી સમાજના યુવાનોનુ નામ છે, જેને લઇને યુવરાજ સિહ જાડેજાએ
ટ્ટીટ કર્યુ,, જેમાં પરિણામોના ફોટો સાથે જીતુ ભાઇ વાધાણીને એક સવાલ પુછ્યો છે
માનનીય શ્રી જીતુ ભાઈ વાઘાણી ને પ્રશ્ન💡
શું આને પણ કોપી કેસ માં જ ગણવામાં આવશે ??
મે તો આનાં કરતાં પણ વધારે પુરાવા આપ્યા છે અને હજી પણ આપીશ.. જેલ માં ખોટી રીતે નાખી શકશો પરંતુ શું આ સત્ય દબાવી શકશો ?
આમ યુવરાજ સિહ જાડેજાએ ફરીથી રાજ્ય સરકારની યોગ્ય રીતે પરીક્ષાઓ કરાવવાના
દાવાઓ સામે સવાલ ઉભા કરી દીધા છે, અને જીતુ ભાઇ વાધાણીને આરોપોના
કઠેડામાં ઉભા કરી દીધા છે,