ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ પહેલા પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે. બેરોજગારી, શિક્ષણ સહિત મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓએ યુવાઓને સત્યાગ્રહ છાવણી પહોંચવા આહ્વાન કર્યું હતું. ત્યારે યુવા કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓની અટકાયત છે. મહત્વનું છે કે, પોલીસ દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી, જેને લઈને અટકાયત કરવામાં આવી છે.
યુથ કોંગ્રેસના સ્વાભિમાન સંમેલન સભા પહોંચેલા કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, સ્વાભિમાન સંમેલન પર કોંગ્રેસ અડગ રહેશે. અમે આ મુદ્દે વિધાનસભામાં વિરોધ કરીશું. તેમણે જણાવ્યું કે, ‘હમ લડેંગે, ઝુકેગે નહીં.’ સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે.