શાહરૂખ ખાન દિવસની કેટલી સિગારેટ અને કેટલી કોફી પીવે છે- જાણીને ચોંકી જશો
–
કિંગ ખાન અનિંદ્રાથી પણ પીડાઇ રહ્યો છે
બોલીવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતો થયેલો શાહરૂખ ખાન લાંબા સમય પછી રૂપેરી પડદે જોવા મળવાનો છે. શાહરૂખને સિગારેટ પીવાની કુટેવ છે તેમજ તે બ્લેક કોફી પણ વધુ પડતી પીએ છે. ઉપરાંતે તે અનિંદ્રાથી પીડાઇ રહ્યો છે.
શાહરૂખે એક ઇન્ટરવ્યુમાં જમાવ્યું હતું કે, મને ઊંઘ નથી આવતી. હું લગભગ ૧૦૦ સિગારેટ ફૂંકી લઉં છું. હું ખાવાનું પણ ભૂલી જાઉં છું. શૂટિંગ પર હોઉં ત્યારે અન્યોને ખાતા જોઇને મને ખાવાનું યાદ આવે છે. હું પાણી પણ પીતો નથી. કુલ મળીને હું ૩૦ કપ બ્લેક કોફી ગટગટાવી જાઉં છું અને મારા સિક્સ પૈક એબ્સ છે.
શાહરૂખ સમયસર ખાવાનું ભૂલી જતો હોય છે, પરંતુ તે ખાવાનો શોખીન છે. તેના પિતા રેસ્ટોરન્ટ ચલાવતા હતા અને માતા સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી તેમ પણ તેણે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું. તેમના પિતા દીલ્હીમાં રેસ્ટોરન્ટના માલિક હતા અને ત્યાંની વિશેષતા પઠાની ભોજનની હતી. માતા સ્વાદિષ્ટ હૈદરાબાદી ભોજન બનાવતી હતી.