ગાંધીનગર
ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ !
ભાજપના ગઢમાં મોટુ ગાબડું પાડવાની તૈયારીમાં આપ !
ઉત્તર ગુજરાતમાં ભાજપના બે પ્રધાનોની ઇજ્જત દાવ પર !
ઉંઝા નગર પાલિકાના 16 સભ્યો જઇ શકે છે આપમાં
મિશન ગુજરાત હેઠળ આપે શરુ કર્યુ ઓપરેશન
વગર ચૂંટણી લડ્યે આપની બની શકે છે નગરપાલિકા
ઉઝાં નગર પાલિકાના 16 સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે, જેના માટે ગુપ્ત મિટીંગો શરુ થઇ ગઇ છે,
સુત્રોની માનીએ આ અંગેની જાણ સ્થાનિક ભાજપના નેતાઓને થતા તેઓ દોડતા થઇ ગયા છે, ખાસ કરીને
આરોગ્ય પ્રધાન રુષિકેશ પટેલ અને મહેસાણાના પ્રભારી મંત્રી જગદીશ વિશ્વ કર્મા હાલ સંપુર્ણ ઘટના ઉપર
નજર રાખી રહ્યા છે, કોઇ પણ રીતે ઉંઝા નગર પાલિકા ભાજપ પાસેથી આમ આદમી પાર્ટી પાસે ન જતી રહે
તેના માટે રાજકીય દાવપેંચ શરુ થઇ ગયા છે,
અપક્ષો જોડાઇ શકે છે આપમા !
મહેસાણા જિલ્લાના ઉંઝા નગર પાલિકા પાટીદારોનો ગઢ માનવામાં આવે છે, પાટીદારોની કુળદેવી મા ઉમિયાનું ધામ પણ અહી જ છે,
ઉંઝા નગર પાલિકા ઉપર ભાજપનો કબ્જો છે, અહી મહિલા પ્રમુખ છે, જ્યારે વિપક્ષમાં તમામ અપક્ષોની ટીમ છે, જેમાં વિપક્ષના નેતા
તરીકે ભાવેશ ભાઇ પટેલ છે, ભાવેશ ભાઇ પટેલ પોતાની ટીમની સાથે થોડાક દિવસોમાં આપમાં જોડાઇ જશે, જેના માટે
તેઓ પહેલા આપની સ્થાનિક ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે,
વિપક્ષના નેતા ભાવેશ પટેલ આપના નેતાઓ સાથે સંપર્કમાં
ભાવેશ ભાઇ પટેલની માનીએ તો તેઓ પહેલા ભાજપ યુવા મોર્ચાના શહેર પ્રમુખ હતા, પણ જ્યારે ઉંઝા માર્કેટ યાર્ડમાં શેસનો કૌભાંડ બહાર આવ્યા બાદ
તત્કાલિન ધારાસભ્ય આશા બેન પેટલના જુથના મનાતા દિનેશ ભાઇ પટેલ અને સ્થાનિક નેતાઓ બે જુથમાં વહેચાઇ ગયા,,
ઉંઝાની ખાસીયત છે કે અહી કોંગ્રેસ માટે હમેશા શુન્યવકાશ રહે છે, અહી તેમનુ માળખુ રહેતુ નથી,
પરિણામે જ્યારે નગર પાલિકાની ચૂંટણી થઇ ત્યારે ભાજપ વર્સીસ ભાજપ થયું,,જેમાં બીજો જુથ નારાજ નેતાઓનું હતું,
તેઓ અપક્ષમાં લડ્યા,ત્યારે 37 પૈકી 16 અપક્ષો જીત્યા,, અહી ઉંઝા નગર પાલિકા ઉપર ભાજપનો કબ્જો થયો, પણ ભાવેશ પટેલ
એ વિપક્ષના નેતા બન્યા,, તેઓએ વધુમાં કહ્યુ હતું કે તેમની ટીમ 13 મહિનાથી સતત ઉંઝા નગર પાલિકાના ભ્રષ્ટાચાર ઉજાગર કરતી રહી છે, અને એટલે જ સત્તાનુ દુરુપયોગ કરીને
તેમનું સભ્ય પદ રદ્દ કરાયું હતું ,જેના માટે હાઇકોર્ટનુ શરણ લેવુ પડ્યુ હતું,,અંતે હાઇકોર્ટે
સ્ટે આપ્યો,જેથી તેઓ પોતાનુ સભ્ય પદ બચાવી શક્યા છે,. જ્યારે પણ કોઇ વિરોધ પ્રદર્શન થાય તો તેમને દબાવવા માટે તેમના ઉપર પોલીસ કેસ કરવામાં આવે છે
જેલમાં પુરાવી દેવામાં આવે છે, બે દિવસ સુધી તેઓ જેલમાં પણ જઇ આવ્યા છે,
ભાવેશ પટેલે જણાવ્યુ કે થોડા દિવસ પહેલા ઉંઝા નગર પાલિકાની જનરલ સભા મળી હતી ત્યારે હાલના પ્રમુખથી નારાજ થઇને
નાણાં કમિટી, આરોગ્ય કમિટી,કાયદા કમિટી અને સાસ્કૃતિક કમિટીના પ્રમુખોએ રાજીનામા આપી દીધા હતા,
ભાવેશ પટેલ માને છે કે હાલ ભાજપના ભ્રષ્ટાચાર સામે માત્ર આમ આદમી પાર્ટી જ વિકલ્પ છે, ગુજરાતમાં હાલ આપ જ સારી પાર્ટી છે
જેથી તેઓ આપમાં જોડાવવા માટે પોતાની ટીમ સાથે ચર્ચાઓ કરી રહ્યાછે,આગામી એકાદ બે સપ્તાહમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લેશે
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ઉંઝામાં કોંગ્રેસની દયનિય સ્થિતિ
ઉંઝા નગર પાલિકાની વાત કરીએ આ પાટીદારોના ગઢ છે વિધાનસભામાં પણ ભાજપનો કબ્જો રહ્યો છે,,પણ કોગ્રેસ અહી
પોતાની માળખુ બનાવી શકી નથી, અહી સ્થાનિક નેતાઓમાં એટલી બધી જુથબંધી છે કે કોઇ જોડાતા નથી, જેથી
જ્યારે પણ ઉઝા નગર પાલિકામાં ઇલેક્શન લડવાની વાત આવે છે તો તેમને ઉમેદવારો સુધ્ધા પણ મળતા નથી, પરિણામે
કોગ્રેસના કાર્યકર્તાઓ અહી અપક્ષ ચૂંટણી લડવાની ફરજ પડે છે,
આપની રણનિતીએ ભાજપનું વધાર્યુ ટેન્શન
ઉંઝા નગર પાલિકામાં 37 સભ્યો છે, જે પૈકી 16 સભ્યો અપક્ષ છે અને જો તેઓ આપમાં જોડાઇ જાય,, સાથે વધારાના ભાજપના પાચ
નારાજ સભ્યો જો આપમા જોડાઇ જાય તો ઉંઝા નગર પાલિકા આપની બની શકે છે,જે રાજ્યમાં પ્રથમ નગર પાલિકા વગર
ઇલેક્શન લડ્યે આપને મળી શકે છે,, જો આવુ થાય આરોગ્ય મંત્રી રુષિકેશ પટેલની સ્થિતિ કફોડી બની શકે છે
તે સિવાય પ્રભારી પ્રધાન જગદીશ પંચાલની ચિન્તામાં વધારો થઇ શકે છે, આમ થાય તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ
કોઇને મોઢું બતાવી નહી શકે,, ત્યારે 182 વિધાનસભા સીટ જીતવાની વાત તો દુર રહી તેઓ ઉઝાં નગર પાલિકા પણ બચાવી નહી શકે,