અમદાવાદ
આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ
આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કટ્ટર ઇમાનદાર અને રાષ્ટ્રવાદી પાર્ટીનુ લેબલ લઇને ફરતી આમ આદમી પાર્ટીની પોલ તેના જ કાર્યકર્તાઓએ ખોલી નાખી છે,
આમ તો અરવિંદ કેજરીવાલ અને તેમની ટીમ જે તે વિસ્તારમાં સર્વેના આધારે જનતામાં લોકપ્રિય હોય, સેવાભાવી અને પ્રમાણિક કાર્યકર્તા હોય તેવા લોક સેવકની પસંદગી કરતી હોય છે, જો કે આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી જાહેર કરાયેલા ઉમેદવારોની પંસદગીને લઇને પાર્ટીને વફાદાર રહેલા કટ્ટર ઇમાનદાર અને રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓમાં કેજરીવાલ ભારો ભાર રોષ ફાટી નિકળ્યો છે તેમના દ્વારા અમદાવાદમાં પ્રદેશ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરી આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની પસંદગીમાં બીજેપીની બી ટીમ ગણાવી છે, અત્યાર સુધી આ વાત કોંગ્રેસના નેતાઓ કહેતા રહ્યા હતા, પણ કોઇ માનતુ ન હતું,પણ હવે આ વાત આપના જ વફાદાર કટ્ટર ઈમાનદાર અને રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓએ કહેતા આપની રીતીનીતિ સામે પણ સવાલ ઉભા થયા છે,
મોરબી ઘટના મામલે પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા એ ગુજરાત હાઇકોર્ટ ના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર