વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે બાપુનગરના ભીડભંજન મંદિર ખાતે ગાયત્રી યજ્ઞનુ તેમજ સંતો માટે ભંડારાનુ આયોજન નિ.ડીવાયએસપી તરુણકુમાર બારોટસાહેબે કરેલુ. જેમા પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા તેમજ કાઉન્સિલર મિત્રો અને ભાજપના આગેવાનોએ હાજરી આપી. ત્યારે નોંધનીય છે કે તરુણ બારોટ ઘણા લાંબા સમયથી નિવૃત થયા બાદ સામાજિક સેવાઓ માં જોડાયેલા છે.કોરોના કાળ દરમ્યાન અનેક લોકો ને તેઓ એ મદદ કરી હતી તેઓ બાપુનગર વિધાનસભા માં ખુબજ લોકપ્રિય છે જેને લીધે તેઓ બાપુનગર વિધાનસભા બેઠક માટે મજબૂત દાવેદાર માનવા માં આવે છે