ટૅક & ઑટો
કામ ની વાતઃ વ્હોટ્સએપ પર આવેલા મેસેજ ખોટા છે કે સાચા, આ 5 રીતે કરો ઓળખ
વિશ્વની સૌથી મોટી ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્સએપ પર દરરોજ અબજો સંદેશાઓ મોકલવામાં આવે છે. જેમાં સાચા અને ખોટા દરેક બાબતોનો સમાવેશ થાય છે. ભારતમાં જ તેના યુઝર્સની સંખ્યા 55 કરોડથી વધુ છે.
ભારતમાં ગુડ મોર્નિંગ મેસેજ અને અફવાઓ ફેલાવવા માટે વ્હોટ્સએપનો ઉપયોગ પણ મોટા પાયે થાય છે. કેટલીકવાર આપણે અજાણતાં ખોટા સમાચાર અને અફવા ફેલાવતા સંદેશાઓ શેર કરી નાખતા હોય છે.
ત્યારે તમે વ્હોટ્સએપ પર કોઈપણ સંદેશ, કોઈપણ દાવા અથવા કોઈપણ સમાચારને ચકાસી શકો છો. ત્યારે ચાલો જાણેઈ કે વ્હોટ્સેફ પર ખોટા મેસેજ ચેક કરવાની 5 રીત
વિશ્વાસ કરવો મુશ્કેલ હોય તેવા સંદેશને તપાસો
ક્યારેક એવા મેસેજ પણ આવે છે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે. આવા મેસેજ ઘણીવાર સાચા હોતા નથી. આવી સ્થિતિમાં તે સંદેશામાં કેટલી સત્યતા છે તે અન્ય કોઈ સ્ત્રોતથી શોધો. સામાન્ય રીતે આવા મેસેજ બ્રેકીંગ ન્યુઝના નામે આવતા હોય છે.
અલગ દેખાનારા મેસેજથી બચો
ક્યારેક તમને એવા મેસેજ મળે છે જેમાં સ્પેલિંગ મિસ્ટેક હોય છે. આવા મોટાભાગના સંદેશાઓ નકલી અને ખોટા હોય છે. આવા મેસેજ તરત જ ડિલીટ કરો અને કોઈને મોકલશો નહીં.
લિંક પણ તપાસો
સંદેશાની લિંક કોઈ પરિચિત અથવા જાણીતી સાઈટની હોય તેવું લાગી શકે છે. પરંતુ જો તેમાં ખોટી જોડણી અથવા વિચિત્ર અક્ષરો હોય તો સંભવ છે કે કંઈક ખોટું છે.
ફોરવર્ડ મેસેજને ઓળખો
વ્હોટ્સએપે 2018માં જ ફોરવર્ડ મેસેજનું ફીચર બહાર પાડ્યું છે. જેથી તમે જાણી શકો કે મેસેજ ફોરવર્ડ થયો છે કે કોઈએ સીધો તમને મોકલ્યો છે. જ્યારે પણ તમને કોઈ ફોરવર્ડ મેસેજ મળે ત્યારે તથ્યની ચકાસણી કરો. ફોરવર્ડ કરેલા મેસેજને કોઈને પણ ફોરવર્ડ કરવાનું ટાળો.
મેસેજ પર સવાલ ઉઠાવો
જો તમને વ્હોટ્સએપ પર એવો કોઈ મેસેજ મળે કે જેનાથી જમને ગુસ્સો આવે કે ડર લાગે. તો તે મેસેજની તપાસ કરો અને જાણો કે શું તે મેસેજ તમારી લાગણીઓને ઉશ્કેરવાના હેતુથી મોકલવામાં આવ્યો છે. મેસેજ પર વિશ્વાસ કર્યા પછી જ તેને બીજા કોઈને મોકલો નહીં તો તરત જ ડિલીટ કરો. જે વ્યક્તિએ તમને મેસેજ મોકલ્યો છે તેને આના સત્ય અને સ્ત્રોત વિશે પુછો.