કરોડોના બંગલામાં રહેનારી મહિલાઓ પીવાના પાણી માટે ઝુપડપટ્ટીઓમાં જવા મજબુર-AMCને કેમ આવતી નથી શરમ
સરદાર નગરની એક બે નહી પણ પુરા સવાસો જેટલી સોસાયટીઓના તંત્રની બેદરકારીના પાપે ફેઇલ થઇ ગયા છે, સ્થિતિ એ છે કે કરોડોના બંગલામાં રહેનારી મહિલાઓને પણ તંત્રે પીવાના પાણી માટે ઝુપડામાં જવા માટે મજબુર કરી દીધો છે, મહત્વની વાત એ છે કે તંત્ર અહી ટેક્સ તો વસુલે છે, પણ પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ નધરોળ તંત્ર નિષ્ફળ છે ત્યારે નંબર વન ગુજરાતના નંબર વન શહેર અમદાવાદની આ છે સાચી હકીકત, ત્યારે સ્થાનિકો હવે સત્તા પક્ષને કેવી રીતે વોટ આપશે તેને લઇને સવાલ ઉભા કરી રહ્યા છે
થોડા દિવસ પહેલા ભાજપના કેટલાક નેતાઓ મોટા ઉપાડે કેજરીવાલનો દિલ્હી મોડેલ જોવા ગયા હતા, ત્યારે પંચાત ટીવી તેમને કહેવા માંગે છે કે તેઓ દિલ્હી જવાના બદલે અમદાવાદ એરપોર્ટ પાસે આવેલ સરદાર નગરમાં ગયા હોત તો તેમને અમદાવાદની સાચી હકીકત ખબર પડી જાત, અહી એક કે બે નહી પણ પુરા સવા સો જેટલી સોસાયટીમાં પીળુ પાણી આવે છે, આ પીળુ પાણી એએમસી નથી આપતું,, પણ તેમના બોરમાંથી આવે છે, આ વિસ્તારોમાં વર્ષો સુધી પીવાના પાણી આપવામાં તંત્ર નિષ્ફળ છે, ટેક્સ તો મોટા હોસે હેશે ના- લાયક (અહી નાલાયક એટલે જેમનામાં સેવા આપવામાં કેબેલિયત નથી લાયકાત નથી તેમ માનવું) તંત્ર ટેક્સ વસુલે છે, પણ પુરતું પીવાનું પાણી આપી શકતું નથી, પરિણામે સ્થાનિકોએ જાતે બોર કરીને પીવાના પાણીની જરુરિયાત સંતોષી, છેલ્લા ઘણા સમયથી તેમને કોઇ મુશ્કેલી ન હતી, પણ કેટલાક સમયથી બોરમાંથી અચાનક પીવાનુ પાણી પીળુ નિકળવા લાગ્યુ, શરુઆતમાં તો લાગ્યુ કે પાણી આવુ હશે, પણ પાણીમાંથી દુર્ગંધ આવવું, શરીરમાં ખંજવાળ આવવું વાળ ઉતરવા જેવી ઘટનાઓ બની, સ્થાનિકોએ તંત્રને ફરિયાદ કરી, ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરી તો ખબર પડી કે બોર માથી આવતુ પાણી કેમિકલ યુક્ત છે, ઉપયોગમાં લેવાય એવું નથી, ત્યારે લગભગ તમામ સોસાયટીના બોરમાંથી હાલ કેમિકલ યુક્ત પાણી આવી રહ્યુ છે
સ્થાનિક મહિલાઓ હવે આસ પાસની ઝોપડ પટ્ટીઓમાં પીવાના પાણી માટે ભટકવા મજબુર થવા લાગી, તંત્રને ફરિયાદ થઇ, પણ બેશરમ (જેને શરમના હોય તે અર્થમાં લેવુ) તંત્રને કોઇ ફેર ન પડ્યો, સ્થાનિકોની ફરિયાદ છે કે કોરોડનો બંગલો લેવા છતાં જો મહિલાઓ ઝોપડપટ્ટીમાં જાય તો દર વરસો કોર્પોરેશન લાખોનો ટેક્સ કયા બાબતનુ લે છે,
આ અંગે સ્થાનિક ધારાસભ્ય બલરાવ થવાણીએ પણ કમિશ્રનર નહી પણ કલેક્ટરને રજુઆત કરી છે, તેઓએ કહ્યુ છેકે નરોડા જીઆઇડીસીના ઉદ્યોગો રિવર્સ બોરિંગ કરીને કેમિકલ જમીનમાં ઉતારે છે, પરિણામે જમીનની અંદરનું પાણી કેમિકલ યુક્ત બન્યુ છે, દુષિત બન્યુ છે, પરિણામે અહી મોટા ભાગના બોર ફેલ થયા છે, ત્યારે હવે પગલા ભરવા માટે જ્યારે કોર્પોરેશનને કહ્યુ તો અધિકારીઓએ હાથ અધ્ધર કરી દીધા છે, જ્યારે હવે કલેક્ટરને પંદર દિવસોમાં સમસ્યાનો સમાધાન કરવા કહ્યુ છે, તેઓએ હકારાત્મક વલણ દાખવ્યો છે,