Hair Fall Treatment: ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવા એ આજકાલ લોકો માટે સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાને દૂર કરવા માટે લોકો વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, જેમાંથી ઘણી કોઈ કામની નથી.
અગાઉ એવું માનવામાં આવતું હતું કે 50 વર્ષથી વધુ ઉંમરના પુરૂષો અને 65 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓમાં વાળ ખરવાની શક્યતા વધુ હોય છે. જોકે, હવે આ ઉંમર લગભગ 10 વર્ષ સુધી ઘટી ગઈ છે. ડોક્ટરોએ હવે આ સમસ્યાનું સૌથી મોટું કારણ શોધી કાઢ્યું છે.
જાણી લો વાળ ખરવાનું મોટું કારણ
ડોક્ટરોનું કહેવું છે કે, જો આપણે આ કારણને રોકીએ તો વાળ ખરવાની સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય છે. ચાલો જાણીએ કે વાળ ખરવાનું સૌથી મોટું કારણ શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે.
ડોક્ટરોના જણાવ્યાનુસાર, શરીરના સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમની યોગ્ય કામગીરી માટે શરીરમાં મીઠાનું હોવું જરૂરી છે. જોકે, શરીરમાં મીઠાનું પ્રમાણ વધી જાય તો બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં શક્ય હોય ત્યાં સુધી વધુ પડતું મીઠાનું સેવન ન કરવું જોઈએ.
મીઠાનો ઉપયોગ મર્યાદિત કરો
તબીબી નિષ્ણાતો કહે છે કે, એક પુખ્ત વ્યક્તિએ દિવસમાં 6 ગ્રામથી વધારે મીઠું ન ખાવું જોઈએ. તે લગભગ એક ચમચી જેટલું થાય છે. આટલા મીઠામાંથી શરીરને લગભગ 2.4 ગ્રામ સોડિયમ મળે છે. તેથી જ્યારે પણ તમે દિવસ દરમિયાન કંઈપણ ખાઓ, ત્યારે ધ્યાનમાં રાખો કે તેમાં મીઠાની માત્રા ઓછી હોય.
આમ તો તમામ નમકીનમાં મીઠું હોય જ છે. પરંતુ કુરકુરે, ચિપ્સ, બિસ્કિટ,પેકેડ ફૂડ, બ્રેડ્સ, પિઝા, સેન્ડવીચ અને સૂપમાં આની માત્રા વધારે જોવા મળે છે. આવી સ્થિતિમાં તમારે આ વસ્તુઓના સેવનને ટાળવું જોઈએ. તેનાથી વાળ ખરવાની સમસ્યામાં ઘણી હદ સુધી રાહત મળે છે.
સોડિયમ વધવાથી નબળા પડે છે વાળ
ડૉક્ટરો કહે છે કે, ખોરાકમાં વધારે મીઠાનો અર્થ વધારે સોડિયમ થાય છે. સોડિયમની વધુ માત્રાને કારણે વાળ નિર્જીવ અને નબળા બની જાય છે અને તેના કારણે તે ખરવાનું પણ કારણ બને છે. જોકે, આ મીઠાનુ ખૂબ ઓછું સેવન પણ ન કરવું જોઈએ, જેના કારણે શરીરમાં આયોડિનની ઉણપ થાય છે. શરીરમાં મીઠું ઓછું થવાથી થાઈરોઈડની સમસ્યા થાય છે.