અમદાવાદ
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી
ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવ્યા છે, જેના કારણે તેઓ હવે આઇસોલેટેડ થઇ ગયા છે, ત્યારે જગન્નાથ મંદિરમાં પહીંદ વિધી કરવાની પરંપરા તુટી શકે છે, કારણ કે દર વરસે રાજ્યના
સીએમ પહીન્દ વિધી કરતા હોય છે, ત્યારે ભુપેન્દ્ર પટેલની ગેર હાજરીમાં રાજ્યના મોટા અને તાકતવાર નેતા પહિંદ વિધી કરે તેવી ચર્ચા ચાલી રહી છે, ,, સુત્રોની માનીએ તો હાલ મંદિરથી લઇને રાજ્ય સરકારમાં
આજ ચર્ચા ચાલી રહી છે ,,
શિવસેનાના બાગી નેતાઓની જેમ ગુજરાતના નેતાઓ પણ કેમ કરી રહ્યા છે ગુવાહાટીનો પ્રવાસ
જગન્નાથ યાત્રા માટે તૈયારીઓ હવે પુર્ણ થઇ છે, જમાલપુરથી લઇને સરસપુર સુધી સુરક્ષાની તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી સુરક્ષા વ્યવસ્થા માટે સત્ત મંદિર અને યાત્રાના રુટની પગપાળા મુલાકાત લઇ
ચુક્યા છે, અત્યાર સુધી જગન્નાથ પુરીમાં જે રીતે ભગવાન માટે સોનાની સાવરણીથી ઝાડુ લગાવવા માટે ત્યાના રાજાના વારસદારો આ પરંપરાને નિભાવતા આવ્યા છે તેવી જ રીતે ગુજરાત અમદાવાદામાં રાજ્યના મુખ્ય પ્રધાન
આ પરંપરાને નિભાવતા આવ્યા છે, પણ આ વખતે ભુપેન્દ્ર પટેલને કોરોના પોઝિટીવ આવ્યો છે, તેવામાં હવે આ પહિંદ વિધી કરવાની પરંપરા તુટી શકે છે,
સુત્રોની માનીએ તો કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે સવારે ચાર વાગ્યે મંદિરમાં દર્શન કરવા આવવાના છે તો ભાજપમાં ચર્ચા છે કે તેમના હાથે પણ પહિંદ વિધી કરાવી શકાય છે,સુત્રો કહે છે તે દિવસે અમિત ભાઇ શાહનો ખુબજ વ્યસ્ત શિડ્યુ છે, તેઓ મંદિરમાં દર્શન સહિત આઠ કાર્યક્રમોમા હાજરી આપવાના છે, ત્યારે જો તેમને સ્થાનિક નેતાગિરી અને મંદિર તરફની રાજી નહી કરી શકે તો તેમના પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પહિંદ વિધીકરી શકે છે, તે સિવાય પણ અનેક નામો ઉપર હાલ ચર્ચા ચાલી રહી છે,, તે સિવાય શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણી, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જેવા પ્રધાનોને પણ પહિન્દ વિધી કરવાની તક મળી શકે છે,
છેલ્લા અનેક દાયકાઓથી જેરીતે ગુજરાતના મુખ્ય પ્રધાનો જ્યારે પહિંદ વિધીની પરંપરા નિભાવતા આવ્યા છે ત્યારે લાગે છે આ પરંપરા આ વખતે તુટશે, પણ ત્યારે લાગે છે,,સીએમ બનવા છતાં ભુપેન્દ્ર પટેલ આ ઐતિહાસિક
ઘટનાનો હિસ્સો નહી બની શકે,, આમ પહિંદ વિધી કોણ કરશે તેને લઇને આખરી ફેસલો મંદિર સંચાલક મંડળ અને રાજ્યસરકાર મળીને કરશે,