વિલ સ્મિથ એક સફળ અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રેપર છે. તેમનું નામ વિશ્વની સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય હસ્તીઓમાં લેવામાં આવે છે. વિલ સ્મિથને તાજેતરમાં પૂરા થયેલા 94મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. વિલ તેમના એક આલ્બમને કારણે માત્ર 18 વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયા હતા. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે વિલ સ્મિથની પાસે કેટલી સંપત્તિ છે અને તેઓ કેવી લાઈફ જીવે છે.
અરબોની સંપત્તિના માલિક છે વિલ
અહેવાલો અનુસાર, વિલ સ્મિથની કુલ સંપત્તિ 350 મિલિયન ડોલર (લગભગ 27 અરજ) છે. ફિલ્મો, રોકાણ અને જાહેરાતો દ્વારા સ્મિથ દર વર્ષે લગભગ 40 મિલિયન ડોલર તો કમાય જ છે. જૂન 2019 અને 2020ની વચ્ચે વિલ સ્મિથે એકલા ફિલ્મો દ્વારા લગભગ 45 મિલિયન ડોલરની કમાણી કરી હતી.
સોશિયલ મીડિયાથી પણ કમાય છે કરોડો
વર્ષ 2017માં તેમને માત્ર Netflix પર તેમની ફિલ્મ બ્રાઈટ માટે 20 મિલિયન ડોલર અને તેની સિક્વલ માટે લગભગ 35 મિલિયન મળ્યા હતા. વિલ સોશિયલ મીડિયા પર પણ સુપરસ્ટાર છે. તેમના Instagram પર 45 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, YouTube પર 8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. વિલ સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી કરે છે.
તેમના ઘરની સામે ફેલ છે 7 સ્ટાર હોટલ
1999માં વિલ અને જાડાએ કેલિફોર્નિયાના માલિબુ અને કેલાબાસાસની વચ્ચેની પહાડીઓમાં 100 એકરની શાનદાર પ્રોપર્ટી 7.5 મિલિયન ડોલરમાં ખરીદી હતી. વર્ષ 2000માં તેમણે 20,000 ચોરસફૂટનું ઘર, ઘણા ગેસ્ટ હાઉસ, એક ખાનગી તળાવ, ટેનિસ કોર્ટ અને ઘણુ બધુ ખરીદ્યું હતું. તેમણે 2015માં 10 મિલિયન ડોલરમાં મલ્ટી હોમ પ્રોપર્ટી ખરીદી. વિશ્વની દરેક સુખ-સુવિધાઓ વિલના ઘરમાં હાજર છે.
લાખોની કિંમતના પહેરે છે શૂઝ
સપ્ટેમ્બર 2021માં વિલ અને જેડાએ કેલિફોર્નિયાના હિડન હિલ્સમાં 10,400 ચોરસ ફૂટના ઘર માટે 11 મિલિયન ડોલર કરતાં વધુ ખર્ચ કર્યા છે. કુલ મળીને વિલ સ્મિથની પાસે વિશ્વભરમાં ઓછામાં ઓછા 100 મિલિયન ડોલરની અચલ સંપત્તિ છે. વિલ પાસે લક્ઝરી શૂઝનું કલેક્શન પણ છે જેની કિંમત લાખોમાં છે.