ગાંધીનગર
ગુજરાત સરકાર ના ક્યાં અધિકારી ને કારણે વડાપ્રધાન ના ભાઈ આત્મ વિલોપન કરવા ની આપી ચીમકી ?
ગુજરાત ભાજપ સરકાર ની નીતિ વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ભાઈ પ્રહલાદ મોદીએ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી છે..જેને લઇ ને સમગ્ર ગુજરાત માં હડકંપ મચી જવા પામ્યો છે..આ બાબતે પ્રહલાદ મોદીએ પંચાત ટીવી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે તેઓ હંમેશા થી સસ્તા અનાજ ના વેપારીઓ ના પ્રશ્નો ને લઇ લડતા રહ્યા છે.અધિકારીઓ ના ગેરવહીવટ ને લઇ પ્રજા ને મોટું નુકશાન થઇ રહ્યું છે આ બાબતે મુખ્યપ્રધાન ,પુરવઠા પ્રધાન ,અન્ન નાગરિક પુરવઠા વિભાગ ના અધિકારી તુષાર ધોળકિયા ને રજુઆત કરી છે પરંતુ પરિણામ કશું આવ્યું નથી ત્યારે આગામી સમયમાં સરકારની નીતિ ની સામે તેઓ ગમે ત્યારે સચિવાલય જઈ ને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.