Connect with us

અમદાવાદ

વેપારીઓને સરકારના ભાગીદાર બનાવીશું: અરવિંદ કેજરીવાલ

Published

on

વેપારીઓને સરકારના ભાગીદાર બનાવીશું: અરવિંદ કેજરીવાલ

વેપારીઓમાં ભયનું વાતાવરણ ખતમ કરીશુંઃ અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ જી એ ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી.

‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમના 2 દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન ગુજરાતના લોકો માટે મહત્વની જાહેરાત કરી.

‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાત ના વેપારીઓ ને ગેરંટી આપવાની ઘોષણા કરી.

Advertisement

‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ કર્યો.

જો આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, તો વેપારીઓ અને સરકાર ભાગીદાર બનીને રહેશે, તમે માત્ર આદેશ આપો, અને સરકાર તમારા આદેશનો અમલ કરશે: અરવિંદ કેજરીવાલ

અમે દિલ્હીમાં રેડ રાજ ખતમ કર્યું: અરવિંદ કેજરીવાલ

ગુજરાત સરકાર પર 3.5 લાખ કરોડનું દેવું છે, પરંતુ દિલ્હી સરકાર પર કોઈ દેવું નથી: અરવિંદ કેજરીવાલ

27 વર્ષથી શાસન કરવાને કારણે ભાજપમાં ઘમંડ આવી ગયો છેઃ અરવિંદ કેજરીવાલ

Advertisement

લઠ્ઠાકાંડ જેવી ઘટના બનવા છતાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તેમને મળવા ગયા ન હતા. આ દર્શાવે છે કે તેમનામાં કેટલો વધારે ઘમંડ છેઃ અરવિંદ કેજરીવાલ

હવે પંજાબમાં પણ મફત વીજળીના કારણે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 25 લાખ લોકોના વીજ બિલ શૂન્ય આવ્યા છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતના લોકો વિશ્વમાં જ્યાં પણ જાય છે, તેઓ હંમેશા અન્ય દેશોમાં ભારતનું ગૌરવ વધારે છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છેઃ અરવિંદ કેજરીવાલ

જો અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તો સરકારને ખબર જ હશે, તેનો અર્થ એ છે કે આ બધું સરકારની મરજી થી, પ્રશાસનની ભાગીદારી થી થઈ રહ્યું છે: અરવિંદ કેજરીવાલ

Advertisement

હું ગુજરાતના મુખ્યમંત્રી ને આમંત્રણ આપું છું કે તેઓ પણ દિલ્હી આવે અને લોકો સાથે સંવાદ કરે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં કોઈને ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે ઘરે સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છેઃ અરવિંદ કેજરીવાલ

અમે ગુજરાતના દરેક વેપારી ને સન્માન આપીશું: અરવિંદ કેજરીવાલ

ગુજરાત ને ભ્રષ્ટાચારથી મુક્ત કરીશું: અરવિંદ કેજરીવાલ

VAT અને અન્ય બાકી રિફંડ 6 મહિનામાં ચુકતા કરવામાં આવશે અને GST ને સરળ બનાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ

Advertisement

વેપારીઓ ને સરકાર ના ભાગીદાર બનાવશું: અરવિંદ કેજરીવાલ

પરિવર્તન શક્ય હતું, પરંતુ ભાજપ કોંગ્રેસે આપણને 70 વર્ષ અંધારામાં રાખ્યા, 70 વર્ષ સુધી દગો કર્યોઃ અરવિંદ કેજરીવાલ

જો કોઈના પૈસા ફસાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, તેના માટે સારો કાયદો બનાવશું: અરવિંદ કેજરીવાલ

જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કોઈ અધિકારી કોઈની પાસેથી 1 રૂપિયાની પણ લાંચ માંગવાની હિંમત નહીં કરેઃ ઈસુદાન ગઢવી

ગુજરાતના અધિકારીઓ દ્વારા વેપારીઓને ડરાવવા માં આવી રહ્યા છે કે તમે અરવિંદ કેજરીવાલની સભામાં જશો તો ત્યાં GSTના દરોડા પડશેઃ ગોપાલ ઈટાલિયા

Advertisement

અમદાવાદ/જામનગર/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી તેમના 2 દિવસીય ગુજરાત પ્રવાસ માટે આજે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, નેશનલ જોઈંટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિત પાર્ટી ના ઘણા નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલ જી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

 

Advertisement

27 વર્ષથી શાસન કરવાને કારણે ભાજપમાં ઘમંડ આવી ગયો છેઃ અરવિંદ કેજરીવાલ

જામનગર એરપોર્ટ પર મીડિયાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે અમે જામનગરમાં વેપારીઓ ને મળીશું, વેપારીઓ ની સમસ્યાઓ સાંભળીશું અને વેપારીઓ માટે મહત્વની ગેરંટી જાહેર કરીશું. આ પછી આવતીકાલે અમે આદિવાસી સમાજના લોકોને મળીશું અને જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આદિવાસી સમાજ માટે અમારી શું યોજના હશે, અમે તેમના માટે શું કરીશું તેની ગેરેંટી જાહેર કરીશું. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને જબરદસ્ત જન સમર્થન મળી રહ્યું છે અને આનાથી ભાજપ ખરાબ રીતે નારાજ છે. છેલ્લા 27 વર્ષથી અહીં ભાજપનું શાસન છે અને તેના કારણે તેમનામાં ઘમંડ આવી ગયો છે. ભાજપને જનતા સાથે કોઈ લેવાદેવા નથી.

 

લઠ્ઠાકાંડ જેવી ઘટના બનવા છતાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તેમને મળવા ગયા ન હતા. આ દર્શાવે છે કે તેમનામાં કેટલો વધારે ઘમંડ છેઃ અરવિંદ કેજરીવાલ

Advertisement

થોડા દિવસો પહેલા ગુજરાતમાં લઠ્ઠાકાંડ ની ઘટના બની હતી, જેમાં ઘણા લોકોના મોત થયા હતા અને ઘણા લોકોની હાલત અત્યંત નાજુક હતી. તે વખતે હું દિલ્હીનો મુખ્યમંત્રી હોવા છતાં તે પીડિતોને મળવા ગયો પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તે પીડિતોને મળવા ગયા ન હતા. આ બધું સાંભળીને અમને ખૂબ દુઃખ થયું કારણ કે રાજ્યમાં આટલી મોટી ઘટના બની હોવા છતાં મુખ્યમંત્રી અને સી.આર. પાટીલ તેમને મળવા ગયા ન હતા. તે દર્શાવે છે કે તેમના માં ઘણો અહંકાર છે. પણ હવે ગુજરાતની જનતા આ બધું બદલવા માંગે છે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે. પરંતુ હવે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીના રૂપમાં એક વિકલ્પ છે.

હવે પંજાબમાં પણ મફત વીજળીના કારણે છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 25 લાખ લોકોના વીજ બિલ શૂન્ય આવ્યા છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાતના મુખ્યમંત્રીએ હવે ઘરની બહાર કામ કરવું પડશે કારણ કે તેમનું કામ ઘરમાં બેસીને ચાલશે નહીં. કારણ કે અત્યાર સુધી તેઓ એમ જ માનતા હતા કે કોંગ્રેસ તેમની પોતાની પાર્ટી છે, પોતાની બહેન છે, તો તેમનું કામ ઘરે બેઠા આરામથી ચાલશે, પરંતુ હવે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે અને લોકો આમ આદમી પાર્ટી તરફ ઘણી આશા થી જોઈ રહ્યા છે. લોકોએ જોયું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે કેવું અદ્ભુત કામ કર્યું. હવે પંજાબમાં પણ વીજળી ફ્રી થઈ ગઈ છે. છેલ્લા 1 અઠવાડિયામાં લગભગ 25 લાખ લોકોના વીજ બિલ શૂન્ય પર આવી ગયા છે. ગુજરાતમાં પણ આવું બની શકે છે, ગુજરાતની જનતાને ઝીરો વીજ બિલ પણ આવી શકે છે. આ માટે રાજનીતિ બદલવી પડશે. જો લોકો આમ આદમી પાર્ટી ને મત આપે તો ગુજરાતમાં પણ લોકોને ઝીરો વીજ બિલ મળી શકે છે.

 

Advertisement

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી એ ભારત માતા ની જયકાર સાથે જામનગર માં વેપારીઓ ને સંબોધતા કહ્યું કે, મને વાત મળી છે કે ઘણા વેપારીઓ ને આ સભામાં ના આવવા માટે ડરાવવા ધમકાવવા માં આવ્યા હતા, છતાં તે લોકો મને મળવા આવ્યા તે બદલ હું દરેકનો આભારી છું. ભારત દેશને આઝાદ થયે 75 વર્ષ વીતી ગયા છે, અને આજે દેશમાં ચારે બાજુ આઝાદી ને લઈને ખુશી નો માહોલ છે પરંતુ આ વખત વિચારવાનો પણ છે, કે 75 વર્ષ માં આપણે ઘણું બધું પામ્યું છે પણ આ 75 વર્ષ માં ઘણાં એવા દેશ છે જે આપણા થી આગળ નીકળી ગયા છે. સિંગાપુર સિક્સ્ટી ના દશકમાં આઝાદ થયો હતો, અને જાપાન તથા જર્મની બીજા વિશ્વયુદ્ધ માં બરબાદ માં થઇ ગયા હતા, અને આવા ઘણા દેશ છે જે 75 વર્ષ માં આપણા થી આગળ નીકળી ગયા છે. પણ આપણે કેમ પાછળ રહી ગયા? ભગવાને જ્યારે દુનિયા બનાવી ત્યારે સૌથી સુંદર જગ્યા ભારત ને બનાવી, વૃક્ષ, પહાડ, નદીઓ, ખનીજ એમ ભગવાને આપણને બધું જ આપ્યું છે. જ્યારે ભગવાને માણસ બનાવ્યા ત્યારે સૌથી બુદ્ધિશાળી માણસો પણ ભારતને જ આપ્યા, આજે મોટી મોટી કંપનીના સીઈઓ પણ ભારતના જ લોકો હોય છે. એમ ભગવાને ભારત ને બધું જ આપ્યું છે. તો પણ આપણે પાછળ કેમ?

ગુજરાતના લોકો વિશ્વમાં જ્યાં પણ જાય છે, તેઓ હંમેશા અન્ય દેશોમાં ભારતનું ગૌરવ વધારે છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાત ના લોકો વિશ્વ માં ગમે ત્યાં જાય, બીજા દેશોમાં હંમેશા ભારત નું નામ રોશન કરે છે. ગુજરાત ના લોકો મહેનતુ છે, બુદ્ધિશાળી છે. પરંતુ જ્યારે તે ગુજરાતમાં હોય તો તેમને કહેવામાં આવે છે કે કેજરીવાલ ની સભા માં ના જતા. એટલે આપણો દેશ હજી સુધી પાછળ રહી ગયો છે. આપણે આપણા માં જ લડતા રહી ગયા, આપણે ગંદી રાજનીતિ નો ભાગ બનીને રહી ગયા. જો આવા જ લોકોને ભરોસે દેશ છોડી દીધો તો હજી આપણે 75 વર્ષ પાછળ રહી જઈશું. દેશના લોકોને ઊભું થવાની જરૂર છે, 130 કરોડ લોકોને સાથે અવની જરૂર છે. દેશને લોકો આગળ લઈને જશે કોઈ નેતા કે કોઈ પાર્ટી નહિ. આપણા પાસે શ્રેષ્ઠ ડોક્ટર છે, શ્રેષ્ઠ એન્જિનિયર છે, શ્રેષ્ઠ ખેડૂતો છે, શ્રેષ્ઠ વકીલ છે, દરેક વ્યવસાય માં શ્રેષ્ઠ લોકો છે, છતાંય આપણો દેશ પાછળ છે કેમ કે આપણા દેશ ની રાજનીતિ ખુબ ખરાબ છે, તેને ઠીક કરવી પડશે.

પરિવર્તન શક્ય હતું, પરંતુ ભાજપ કોંગ્રેસે આપણને 70 વર્ષ અંધારામાં રાખ્યા, 70 વર્ષ સુધી દગો કર્યોઃ અરવિંદ કેજરીવાલ

હું પણ સામાન્ય માણસ જ હતો મેં ક્યારેય ન હતુ વિચાર્યું કે હું ક્યારેય રાજનીતિ માં આવીશ. એ તો પછી કિસ્મત પલટાઈ ગઈ, દિલ્હી ના લોકો એ એટલો પ્રેમ આપ્યો અને પછી હું દિલ્હી નો મુખ્યમંત્રી બન્યો. પહેલા હું ઈનકમ ટેક્સ કમિશનર રૂપે કામ કરતો હતો, કમિશનર નું કામ છોડીને મેં દિલ્હી ની ઝૂંપડપટ્ટીઓ માં કામ કરવાનું શરૂ કરેલું, ત્યાં મેં દેખ્યું કે ગરીબ લોકો ના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા પરંતુ સરકારી શાળા ની હાલત ખુબ જ ખરાબ હતી, સરકારી દવાખાને ઈલાજ કરાવવા જઈએ તો ત્યાં ની હાલત ખુબ ખરાબ, ત્યારે મને લાગ્યું કે 70 વર્ષ થઇ ગયા છે દેશને આઝાદ થયે, સરકારો બિચારી કોશિશ તો કરી રહી હશે પણ તે કરી નહિ શકતા હોય. પણ પછી દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બની અને અમે એ જ કામ 5 વર્ષ માં કરી બતાવ્યા. અમે 5 વર્ષ માં જ શાનદાર સ્કૂલ અને હોસ્પિટલો બનાવી દીધી, હવે દિલ્હી માં લોકો મોટી હોસ્પિટલો છોડીને સરકારી હોસ્પિટલોમાં ઈલાજ કરવા જાય છે. ત્યારે મને ખબર પડી કે આ બધું થઈ તો શકતું હતું, 70 વર્ષ માં સ્કૂલો, હોસ્પિટલો, વ્યવસાયો, વીજળી, પાણી, રોડ રસ્તાઓ, ઉદ્યોગો બધું જ સારું થઇ શકતું હતું પરંતુ એ લોકો એ 70 વર્ષ સુધી અંધારામાં રાખ્યા આપણને, 70 વર્ષ સુધી છેતરપિંડી કરી.

Advertisement

હું ગુજરાતના મુખ્યમંત્રી ને આમંત્રણ આપું છું કે તેઓ પણ દિલ્હી આવે અને લોકો સાથે સંવાદ કરે: અરવિંદ કેજરીવાલ

હું દિલ્હી થી અહીંયા તમને મળવા આવું છું, તો એમાં ખોટું શું છે? હું કોઈ આતંકવાદી થોડી છું. મેં ક્યાં કઈ વધારે માંગ્યું છે, અહીંયા આવું છું તમારી સમસ્યાઓ જાણું છું બસ, મારી તો વિનંતી છે સી.આર. પાટીલ જી થી કે તમે પણ આવો આ સભામાં, આપણે સમસ્યાઓ વિષે ચર્ચા કરીયે આ તો ગુજરાત ની સંસ્કૃતિ છે. એમાં GST ના અધિકારીઓને ધમકાવવાની શું જરૂર છે કે કેજરીવાલ ની સભા માં જશો તો ખોટું થશે. અને આજે અહીંયા થી હું ગુજરાતના મુખ્યમંત્રી ને આમંત્રિત કરું છું કે, તમે પણ દિલ્હી આવો અને સભા કરો હું બધાને કહીશ કે તમારી સભામાં હાજરી આપે. શું ખબર ગુજરાતના મુખ્યમંત્રી કંઈક સારી વાત કહી દે, મને સમજાતું નથી કે ગુજરાત માં સારી વાતોના આદાન પ્રદાન પર કેમ રોક લગાવવામાં આવી રહી છે? આના પહેલા સુરત માં પણ એક જનસભામાં આમંત્રણ મળ્યું હતું, ત્યાં પણ ધમકીઓ આપીને હોલ ની બુકિંગ સુધી રદ કરી દેવામાં આવી હતી, રાજકોટ માં પણ આવી રીતે વેપારીઓ સાથે સભા હતી પણ પછી વાત મળી કે મારી સભા પછી બધા વેપારીઓ ને ખુબ જ હેરાન કરવામાં આવ્યા હતા. અને આજે પણ અહીંયા આવવાના પહેલા જ લોકો ને ધમકીઓ મળવા લાગી કે ખબરદાર જો કેજરીવાલ ની સભા માં ગયા તો. આ યોગ્ય નથી, આ ગુજરાત ની સંસ્કૃતિ નથી. હું ભાજપના લોકો ને હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આ યોગ્ય નથી, આવું ન કરવું જોઈએ.

જો આમ આદમી પાર્ટી સરકાર બનાવે છે, તો વેપારીઓ અને સરકાર ભાગીદાર બનીને રહેશે, તમે માત્ર આદેશ આપો, અને સરકાર તમારા આદેશનો અમલ કરશે: અરવિંદ કેજરીવાલ

સામાન્ય રીતે એવું જ હોય છે કે, ચૂંટણી વખતે જ પાર્ટીઓને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ યાદ આવે છે કેમ કે તેમણે ડોનેશન લેવાનું હોય છે. પણ હું તમારી પાસે ડોનેશન લેવા નથી આવ્યો, મને ડોનેશન નથી જોઈતું, હું આજે તમને સૌને, ગુજરાતના વેપારીઓ ને, ગુજરાતના ઉદ્યોગપતિઓ ને, ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનાવવા આવ્યો છું. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમને પાર્ટનર ની જેમ રાખવામાં આવશે, તમે ફક્ત હુકમ કરજો, અને સરકાર તમારા હુકમ ને લાગુ કરશે. કેમ કે, તમને ખબર છે કે સમસ્યા શું છે. સરકાર માં બેઠેલા મંત્રીઓ ને થોડી ખબર છે કે સમસ્યા શું છે. અને એટલા વિભિન્ન પ્રકારના ઉદ્યોગ અને વેપાર હોય છે તેની બધી જાણ સરકાર પાસે ના હોય એટલે તમે જ નિર્ણય લેશો અને સરકાર તેને લાગુ કરશે.

અમે દિલ્હીમાં રેડ રાજ ખતમ કર્યું: અરવિંદ કેજરીવાલ

Advertisement

જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની નવી નવી સરકાર બની હતી ત્યારે કહેવામાં આવતું હતું કે, દિલ્હી ના વેપારીઓ ભાજપની વોટ બેંક છે. આજે સરકાર ચલાવતા ચલાવતા 7 વર્ષ થઇ ગયા છે. છતાંય આજ સુધી કોઈ પણ ભાજપ ના સમર્થક વેપારી કે બીજા અન્ય વેપારીઓ ના ઘરે રેડ પડવા નથી દીધી, રેડ રાજ જ ખતમ કરી દીધું છે. અને કોઈ પણ ભાજપ ના વેપારી ને અમે હેરાન નથી કર્યા, તમે દિલ્હીના વેપારીઓ ને ફોન કરીને પૂછી શકો છો, અમે અમારા આચરણ થી અને નીતિઓ થી વેપારીઓનું દિલ જીત્યું છે. અને જો કોઈ દિલ્હી નું વેપારી એમ કહે કે કેજરીવાલ ખરાબ માણસ છે તો મને વોટ ન આપતા. મેં દિલ્હી ની જનતા ને કહ્યું હતું કે, જો હું 5 વર્ષ સારું કામ ન કરું તો મને બીજી વખત વોટ ના આપતા, અને મને નથી લાગતું કે કોઈ બીજા નેતા માં એટલી હિંમત છે જે જનતા ની વચ્ચે જઈને કહી શકે કે હું કામ ના કરું તો મને વોટ ના આપતા.

જો અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તો સરકારને ખબર જ હશે, તેનો અર્થ એ છે કે આ બધું સરકારની મરજી થી, પ્રશાસનની ભાગીદારી થી થઈ રહ્યું છે: અરવિંદ કેજરીવાલ

હું તમને પૂછવા માગું છું કે, ગુજરાત માં 27 વર્ષથી ભાજપનું શાસન છે શું આજ સુધી ક્યારેય એમને મારી જેમ તમારી સમસ્યાઓ સાથે આમ તમારા વિચારોનું આદાન પ્રદાન કર્યું છે? મને લાગે છે કે તેઓ દર વખતે ફક્ત આવીને ભાષણ જ આપીને જતા રહેતા હશે. આ લોકતંત્ર છે અહીંયા લોકોના વિચારો જાણવા, તેમની સમસ્યાઓ જાણવી ખુબ જ જરૂરી છે. હમણાં જ ગુજરાત માં લઠ્ઠાકાંડ ની ઘટના ઘટી, કહેવાય છે કે ગુજરાત માં દારૂબંધી છે પણ અહીંયા તો ખુલ્લેઆમ દારૂ વેચાય છે, માંગો તો ઘર સુધી દારૂ આપીને જાય છે, આ હજારો કરોડો નો ધંધો છે, પરંતુ આ બધું કોણ ચલાવી રહ્યું છે? આનું માસ્ટર માઈન્ડ કોણ છે? જ્યારે હું ભાવનગરમાં લઠ્ઠાકાંડ ના પીડિતો ને મળવા ગયો, ત્યાં તે લોકો સાથે વાતચીત કરી તો ખબર પડી કે દારૂ તો ખુલ્લેઆમ વેચાય છે. જો આ ખુલ્લેઆમ વેચાતું હોય તો સરકાર ને તો ખબર જ હશે, મતલબ આ બધું સરકાર ની મરજી થી થઇ રહ્યું છે, પ્રશાસન ની ભાગીદારી થી ચાલી રહ્યું છે. હું લઠ્ઠાકાંડ ના પીડિતો ને મળવા ગયો, દિલ્હી નો મુખ્યમંત્રી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી તેમણે મળવા ના ગયા, સી.આર. પાટીલ તેમણે મળવા ના ગયા. દરેક વસ્તુ તો વોટ ના ત્રાજવા માં ના તોલવી જોઈએ ને? માણસાઈ જેવું પણ કંઈ હોય ને? આપણા જ રાજ્યના લોકો છે, આપણા જ દેશના લોકો છે, મળવા જવામાં શું વાંધો છે?

ગુજરાત સરકાર પર 3.5 લાખ કરોડનું દેવું છે, પરંતુ દિલ્હી સરકાર પર કોઈ દેવું નથી: અરવિંદ કેજરીવાલ

આજકાલ રેવડી ની ખૂબ ચર્ચા થઈ રહી છે દેશ માં, ફ્રી ની રેવડી, ફ્રી ની રેવડી. આજ દિલ્હીમાં સરકારી શાળા એટલી શાનદાર બનાવમાં આવી છે કે, દિલ્હી ની સરકારી શાળા ના 400 થી વધારે વિદ્યાર્થીઓ એ IIT ની પરીક્ષા પાસ કરી છે, 400 થી વધારે વિદ્યાર્થીઓ એ NEET ની પરીક્ષા પાસ કરી છે, વિદ્યાર્થીઓ ખુબ સારી અંગ્રેજી બોલવા લાગ્યા છે, 99% થી વધારે નું પરિણામ આવ્યું છે દિલ્હી ની સરકારી શાળાઓ નું. જો હું સરકારી શાળાઓ માં ફ્રી માં શિક્ષણ આપી રહ્યો છું, તો શું હું એ ખોટું કરી રહ્યો છું? તે રાષ્ટ્ર નિર્માણ નું કામ છે. પહેલા દિલ્હી ની શાળાઓ ની હાલત ખરાબ જ હતી, અમે તેની હાલત સુધારી ને શિક્ષણ મફત કરી દીધું. દિલ્હીમાં 2 કરોડ લોકો રહે છે, દરેક નો ઈલાજ મફત કરી દીધો સરકારી હોસ્પિટલો માં, તો શું ખોટું કર્યું મેં? અને લોકો કહે છે કે ફ્રી ની રેવડી વેચે છે કેજરીવાલ. પણ જો સુવિધાઓ મફત માં ના આપી શકે સરકાર તો જનતા એ ટેક્સ ભરવાનો ફાયદો શું? પંજાબ માં 300 યુનિટ અને દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી મળે છે, તેઓ કહે છે કે સરકાર ખોટ માં જતી રહેશે. પરંતુ એક ક્વાર્ટર માં 1 એપ્રિલ થી 30 જૂન સુધી પહેલા પંજાબ માં 15000 કરોડ નું રેવન્યુ આવતું હતું અને હવે આમ આદમી પાર્ટી ની સરકાર બનતા જ 21000 કરોડ નું રેવન્યુ આવ્યું છે. મફત વીજળી આપવાનો ખર્ચો નીકળી ગયો અમારો, ઈમાનદાર લોકો છીએ, જયારે સરકાર ઈમાનદારી થી ચાલે તો જનતા પણ ટેક્સ ભરે છે. CAG ની રિપોર્ટ માં લખેલું છે કે, આખા દેશ માં ફક્ત દિલ્હી નું બજેટ છે જે ખોટ માં નહિ પણ નફામાં ચાલી રહ્યું છે. અને ગુજરાત સરકાર પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું છે, પણ દિલ્હી સરકાર પર કોઈ પણ પ્રકાર નું દેવું નથી. આ લોકો એ એમના મિત્રો ના 11 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા, હું તમને પૂછવા માગું છું કે તે યોગ્ય છે કે મફત માં સારું શિક્ષણ આપવું યોગ્ય છે?

Advertisement

જો કોઈના પૈસા ફસાઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી, તેના માટે સારો કાયદો બનાવશું: અરવિંદ કેજરીવાલ

આટલા વર્ષો સુધી અંગ્રેજો નું જ સિસ્ટમ ચાલતું આવી રહ્યું છે, આપણે સિસ્ટમ બદલી જ નથી, કે ના ભાષા બદલી છે, શિક્ષણ વ્યવસ્થા જે મેકલમ એ લાગુ કરી હતી તે જ વર્ષોથી ચાલી આવી રહી છે. આજ સુધી ડિગ્રી લીધા પછી પણ લોકો નોકરી જ શોધી રહ્યા છે. પણ હવે અમે દિલ્હી માં શિક્ષણ વ્યવસ્થા બદલી રહ્યા છે. ઘણા લોકો ને હિન્દી માં બોલતા શરમ આવે છે, પણ મેં નક્કી કર્યું છે કે હું જ્યાં પણ જઈશ ત્યાં હિન્દી માં જ બોલીશ. કેમ કે મને હિન્દી પર ગર્વ છે. હું જાણું છું કે, કોઈના પૈસા ફસાઈ જાય તો કેટલી તકલીફો નો સામનો કરવો પડે છે. જો આમ આદમી પાર્ટી ની સરકાર બની તો, અમે તેના પર જરૂર કોઈ સારો કાયદો બનાવીશું. એટલે આજે હું વેપારીઓ ને ગેરેંટી આપવા માંગુ છું. ગેરેંટી ની નવી પ્રથા અમે દેશ માં ચાલુ કરી છે, મતલબ જેમ ફેવિકોલ નો જોડ ક્યારેય તૂટે ના એમ જ કેજરીવાલ ની ગેરેંટી ક્યારેય ખોટી ના પડે.

અરવિંદ કેજરીવાલ જી એ ગુજરાતના વ્યાપારીઓને 5 વાતો, 5 વાયદા અને 5 ગેરેન્ટી આપી.

1) ડર નો માહોલ સંપૂર્ણ રીતે ખતમ કરી દઈશું, નીડરતા અને શાંતિ સાથે વ્યાપાર કરવાનું વાતાવરણ બનાવશું.
2) દરેક વ્યાપારી ને તે ઈજજત આપશું જેના એ હકદાર છે.
3)રેડ રાજ બંધ કરશું, ભ્રષ્ટાચાર થી મુક્તિ આપીશું, જે ફક્ત આખા દેશ માં કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી જ આપી શકે છે.
4) VAT ના અને બીજા જેટલા પણ રિફંડ પેન્ડિંગ પડ્યા છે, તે બધા 6 મહિના માં ચુકતા કરી દઈશું અને GST ને સરળ બનાવશું.
5) એક એવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે, જેમાં વ્યાપારીઓને પાર્ટનરશીપ આપવામાં આવશે, દરેક સેક્ટર થી એક પ્રતિનિધિ ઉભો કરવામાં આવશે જે વ્યાપારીઓની દરેક સમસ્યા અને સુજાવ સરકાર સામે રજૂ કરશે અને સરકાર તરફથી તે પ્રમાણે વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

દિલ્હીમાં કોઈને ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે ઘરે સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છેઃ અરવિંદ કેજરીવાલ

Advertisement

જ્યારે શરૂઆતમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી ની સરકાર બની હતી ત્યારે દિલ્હી નું સંપૂર્ણ રેવન્યુ 30000 કરોડ હતું, અને આજે 7 વર્ષ પછી દિલ્હી નું રેવન્યુ 75000 કરોડ છે. દિલ્હી માં એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, 1076. જેમાં ફોન લગાવવાથી તમે કોઈ પણ સરકારી સેવા ને પોતાના ઘરે પ્રાપ્ત કરી શકો છો. તમારે વીજળી નું કનેક્શન જોઈતું હોય, પાણીનું કનેક્શન જોઈતું હોય, રાશન કાર્ડ કઢાવવુ હોય,કઈ પણ સરકાર નું કામ હોય, આ નંબર પર ફોન લગાવવાથી તમારા કામ માટે જે તે સરકારી અધિકારી તમને યોગ્ય સમય માંગીને તમારા ઘરે આવીને તમારું કામ કરી જશે, હવે દિલ્હી માં કોઈને ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. આ વ્યવસ્થા અમે પંજાબ માં પણ લાગુ કરવા જઈ રહ્યા છે, અને ગુજરાત માં સરકાર બનાવીને પછી ગુજરાતમાં પણ લાગુ કરશું. આજે તમે બધા અહીંયા બધી ધમકીઓ અને ડર સહન કરીને આવ્યા તે બદલ હું તમારા સૌનો આભારી છું.

જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો કોઈ અધિકારી કોઈની પાસેથી 1 રૂપિયાની પણ લાંચ માંગવાની હિંમત નહીં કરેઃ ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી ઇસુદાન ગઢવી એ જામનગરમાં વેપારીઓને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં કોઈપણ વેપારીએ ડરવાની જરૂર નથી. મને જાણવા મળ્યું છે કે કેટલાક અધિકારીઓએ વેપારીઓને અરવિંદ કેજરીવાલના કાર્યક્રમમાં ન આવવાની ધમકી આપી છે. મારે પૂછવું છે કે ગુજરાતના વેપારીઓ ને ધમકી આપનાર વ્યક્તિ ગુજરાતી હોઈ શકે? હું ગુજરાતના તમામ એસપી અને જિલ્લા મેજિસ્ટ્રેટ ને કહેવા માંગુ છું કે તમે લોકો એ મુખ્યમંત્રી અને કોઈપણ મંત્રી ના કહેવા પ્રમાણે નહીં પરંતુ બંધારણ પ્રમાણે કામ કરવાનું છે. બંધારણ અને લોકોની સેવા કરવાની આ જ વાસ્તવિક રાજનીતિ છે અને અમે આ જ કરવા આવ્યા છીએ. હું ગુજરાતના વેપારીઓને એક વચન આપવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો તમારી પાસેથી ₹1 ની પણ લાંચ માંગવાની કોઈ હિંમત નહીં કરે.

ગુજરાતના અધિકારીઓ દ્વારા વેપારીઓને ડરાવવા માં આવી રહ્યા છે કે તમે અરવિંદ કેજરીવાલની સભામાં જશો તો ત્યાં GSTના દરોડા પડશેઃ ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ જામનગર ના વેપારીઓ સમક્ષ બોલતા જણાવ્યું કે, દરેક જનપ્રતિનિધિ એ લોકોની સમસ્યા સાંભળવા તેમની સમક્ષ આવવું જોઈએ, તે હમણાં જ શરૂ થયું છે. દેશમાં દરેક નેતા ભાષણ આપે છે, પરંતુ જનતાને માઈક આપીને જનતાને તેમની સમસ્યાઓ કહેવાની તક આપતા નથી. આ કામ માત્ર અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જ કરે છે. ગુજરાતના રાજકારણમાં આપણે જોયું નથી કે ભાજપ કે કોંગ્રેસ ના કોઈ મુખ્યમંત્રીએ જનતાને તેમની સામે બોલવાની તક આપી હોય.

Advertisement

આ પછી ગોપાલ ઇટાલિયા એ લોકોને કોલ રેકોર્ડિંગ સંભળાવ્યું. જેમાં ગુજરાતના વેપારીઓને અધિકારીઓ દ્વારા ડરાવવા માં આવી રહ્યા છે કે તમે અરવિંદ કેજરીવાલની સભામાં જશો તો ત્યાં જીએસટીના દરોડા પડશે.

આ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલની સાથે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ ઈસુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ઈન્દ્રનીલ રાજગુરુ, આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, જામનગર જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ દોંગા, જામનગર શહેર પ્રમુખ કરશનભાઈ કરમુર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલનુ સ્વપ્ન રહેશે અધુરુ ! સટ્ટા બજારનો સર્વે

સાબરડેરી પર કબ્જો કરવા શરુ થયો જંગ !

Advertisement

અમદાવાદ

ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

Published

on

 

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.

મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.

આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.

તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!

Advertisement

આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.

પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.

આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!

Continue Reading

અમદાવાદ

પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

Published

on

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .

આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો

Continue Reading

અમદાવાદ

આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

Published

on

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી

 

નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.

મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.

Advertisement

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન

મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી

ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.

Advertisement

જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે

આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.

અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.