અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ભાજપ ફરી આપશે ટિકિટ ?
કોંગ્રેસના પૂર્વ અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને પણ ભાજપ દ્વારા ફરીવાર ટિકિટ આપવામાં આવશે..સૂત્રોની વાત સાચી માનીએ તો અલ્પેશ ઠાકોર ને રાધનપુર વિધાનસભા બેઠક જયારે ધવલ ઝાલાને બાયડ વિધાનસભા બેઠક પરથી પર ચૂંટણી જંગમાં ઉતારવામાં આવશે તેમને ભાજપ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી હોવાનું સૂત્રો કહી રહ્યા છે..રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાએ ભાજપના ઉમેદવાર ને મત આપી ને કોંગ્રેસ સાથે છેડો ફાડી ને ભાજપમાં જોડાઈ હતા જોકે તેઓ પેટા ચૂંટણી દરમ્યાન આ બન્ને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી હારી ગયા હતા.ત્યારે ભાજપ તેમના દ્વારા રાજ્યસભા ની ચૂંટણી સમયે ભાજપ માટે દર્શાવેલ પ્રેમ અને વફાદારીની કદર કરી ને બંનેને ભાજપ ફરી અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાને ટિકિટ આપશે..ત્યારે નોંધનીય છે કે અલ્પેશ ઠાકોરનો તેમના મત વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર સહીત સિનિયર ભાજપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે જોકે તેમના વિરોધ વચ્ચે પણ તેમને ટિકિટ આપવાનું ભાજપે મન બનાવ્યું હોવાનું સૂત્રો કહી રહ્યા છે..