અમદાવાદ
ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !
ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !
એસટી વિભાગના એક સસ્પેન્ડેડ અધિકારીએ હાલમાં ભુજ એસટી ડેપોના મેનેજર તરીકે બદલી કરાયેલા અધિકારી વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરી છે
ફરિયાદમાં જણાવ્યુ છે કે રવિ જે નિર્મલ નામના અધિકારીએ તેમને જોઇ લેવાની ધમકી આપી છે, જેથી હસન કમલ મામજી ભાઇને ડર લાગતા તેઓ
વાડજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે,, આમ ખોટ ખાતી એસ ટી વિભાગમાં અધિકારીઓ વચ્ચે એસટી સદ્દર બનાવવાના બદલે આતંરિક લડાઇ
કઇ મલાઇ ખાવા માટે થઇ રહી છે તે હાલ ચર્ચાનો વિષય છે,
હિમ્મતનગર એસ ટી વિભાગના નિયામક(સસ્પેન્ડેડ) હસન કમલ મામજી ભાઇએ વાડજ પોલીસ સ્ટેશનમાં આપેલી અરજીમાં રજુઆત કરી છે કે
તેઓ પોતાની હિયરિંગ માટે એસટીના હેડ ક્વાટર્સ રાણીપ ખાતે આવ્યા હતા, તે દરમિયાન તેઓ એમ ડી એમ એ ગાંધીને તેમનુ સસ્પેન્સન રદ કરવા માટે
રજુઆત અર્થે ગયા હતા, તેમની રજુઆત હતી કે તેમને ખોટી રીતે એમ ડી દ્વારા સસ્પેન્ડ કરાયા છે,
તેમની દલીલ હતી કે તેમના કાર્યકાળ દરમિયાન મહિને 170 બસો બનાવવામાં આવતી હતી, એ સમય તેમની સાથે 475 જેટલો સ્ટાફ હતો સાથે 200 તાલીમાર્થીઓ
જ્યારે 25 મજુરો પણ કામ કરતા હતા, તેમની અગાઉ માત્ર મહિને 50 બસો ઇન હાઉસ બનતી હતી,, હસન કમલ મામજી ભાઇનો દાવો છે કે
તેમની કાર્ય ક્ષમતાને કારણે મહિને 170 જેટલી બસો બનવા લાગી હતી,,તેમને સસ્પેન્ડ કર્યા પછી હાલ મહિને એક પણ બસ બનતી નથી,
ત્યારે તેમને 700 સ્ટાફ પ્રમાણે ઓછી બનાવવાને લઇને ખોટો રિપોર્ટ તૈયાર કરીને તેમને 9 મહિનાથી સસ્પેન્ડ કર્યા છે, તેમને ટર્મીનેશન થવાની
દહેશત છે, આ બાબતે તેઓએ એમડી ગાંધીનુ ધ્યાન દોર્યુ હતું,
ગુજરાતમાં દલિત સમાજના યુવકના વરઘોડા પર કોણે કર્યો પત્થરમારો !
હસન કમલ મામજી ભાઇના કહેવા પ્રમાણે તેઓ એમ ડીને રજુઆત કર્યા બાદ જનરલ મેનેજર ને રજુઆત કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન તેમને
રવિ જે નિર્મલ કે જેમની બદલી એક દિવસ પહેલા જ કરાઇ હતી, તેઓ મળી ગયા,,અને કહ્યુ કે હવે કઇ પણ રજુઆત કરવી હોય તો ભુજ આવજો,,
જ્યારે હસન કમલ મામજીએ કહ્યુ કે મારા ઉપર આટલો બધો ગુસ્સો કેમ કરો છે, મે ક્યા તમારુ બગાડ્યુ છે, ત્યારે રવિ જે નિર્મલે કહ્યુ કે તમે લાડ સાહેબ
સાથે મળીને મારી બદલી કરાવી છે,, હુ તમને જોઇ લઇશ,, ત્યારે મે કહ્યુ હુ કોઇ લાડ સાહેબને ઓળખતો નથી, અને પછી મને ડર લાગ્યો કે તેઓ
મોટા માણસ છે મને કઇ પણ કરી શકે છે,, કારણ કે તેઓ પુર્વ વાહન વ્યવહાર પ્રધાન રણછોડ ભાઇ ફળદુના વિશ્વાસુ અધિકારી તરીકે ફરજ બજાવી
ચુક્યા છે,પુર્વ પ્રધાન અને ભાજપના સિનિયર નેતાના નજીક હોવાના નાતે તેઓ માથાભારે અધિકારી છે,, જેથી મે પોલીસમાં અરજી આપી જેથી
મને ન્યાય મળી શકે, અને મારુ કોઇ નુકશાન ન પહોચાડી શકે,,
આમ જે રીતે હસન કમલ મામજી ભાઇએ પોલીસમાં અરજી આપી છે,,તે જોઇને લાગે છે કે જે રીતે બે દિવસ પહેલા સાત અધિકારીઓની બદલી થઇ
તે પૈકી ચાર અધિકારીઓ તો છેલ્લા દસ વરસથી એક જ જગ્યા ફરજ બજાવતા હતા,,તેમની પણ બદલી થતા એસટીના કર્મચારીઓએ
ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી, મહત્વની વાત એ છેકે દર વરસે એસટીને ચલાવવા માટે રુ 300 કરોડ રાજ્ય સરકાર સહાય કરે છે
એસટીને સધ્ધર બનાવવાની કામગીરી કરવાના બદલે અધિકારીઓ કઇ મોટી મલાઇ ખાવા માટે અંદરો અંદર કુશ્તી કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે