અમદાવાદ
અધિકારીઓ માટે AMCમાં બનેલો જીમ બંધ કેમ કરાયો ?
અધિકારીઓ માટે AMCમાં બનેલો જીમ બંધ કેમ કરાયો ?
ફીટ ઇન્ડિયા ના રૂપાળા સ્લોગન હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યાલય ખાતે જીમ બનાવતા વિવાદ સર્જાયો- વિપક્ષે ઉઠાવ્યા સવાલ
આજરોજ એક અખબારી યાદીમાં વિપક્ષ નેતા શેહઝાદ ખાન પઠાણે જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય કાર્યાલય ખાતે પાંચ વર્ષ પહેલા અધિકારીઓ માટે કમિશનર શ્રી દ્વારા જીમનેશિયમ બનાવવામાં આવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ જિમ્નેશિયમ બનાવવામાં ભાજપના સત્તાધીશો ને જાણ સુદ્ધાં કરવામાં આવી ન હતી જેના કારણે વિવાદ પણ સર્જાયો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે અધિકારીઓ પોતાની ફરજ નિભાવવા માટે આવતા હોય છે નહીં કે કસરતો કરવા માટે. જે બાબત ની કોંગ્રેસ પક્ષ દ્વારા પુછપરછ કરવામાં આવી તો જિમ્નેશિયમ માં પડેલા સાધનો ખસેડી લેવામાં આવ્યા. આ બધી બાબતો દર્શાવે છે કે મોજુદા સરકારના સત્તાધીશો પાસે કોઈ આયોજન નથી. પાંચ વર્ષ પહેલા જિમ્નેશિયમ બનાવવા માટે કોઈ કારણ ન હતું અને જો કારણ હતું તો પછી હવે બંધ કેમ કરવામાં આવ્યું? આ દરેક બાબતો થી સ્પષ્ટ થાય છે કે સતાધારી વહીવટકર્તાઓ પાસે કોઈ નક્કર આયોજન નથી હોતું. આવા જ અણઘડ આયોજનો થી છેવટે ભોગવવાનું તો પ્રજાએ જ આવે છે કારણકે આ બધા અણઘડ વહીવટ માં છેવટે તો પ્રજાના નાણાનો જ વ્યય થાય છે. આ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !