ગાંધીનગર
ગાંધીનગરમાં 17 સપ્ટેમ્બર સુધી રેલી સરઘસ કાઢવા પર કેમ પ્રતિબંધ મુક્યો
ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિઓ મંડળી બનાવી
સરઘસ, રેલી કાઢવા પર પ્રતિબંઘ મુકતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
—————————————————-
તા. ૦૩ થી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના સુઘી ચાર કરતાં વઘુ વ્યક્તિઓ
એક સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇ શકશે નહિ
—————————————————-
ગાંધીનગર શહેરી વિસ્તારમાં કોઇ વ્યક્તિઓ મંડળ બનાવી સરધસ- રેલી કાઢવા પર તા. ૧૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુઘી જાહેરનામું બહાર પાડી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે.
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર શ્રી આર.ડી.સિંહે જણાવ્યું છે કે, ગાંધીનગર ગુજરાતનું પાટનગરનું શહેર છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં વિઘાનસભા, સચિવાલય, રાજભવન, મંત્રીશ્રીઓના નિવાસસ્થાનો, ખાતાઓના વડાઓની કચેરી, ઉભોગ ભવન, બહુમાળી ભવન, એમ.એલ.એ.કવાર્ટસ, શાળા- કોલેજો જેવી સરકારી ઇમારતો આવેલી છે.
ગાંધીનગર ખાતે વિવિઘ મંડળો તેમની માંગણી અર્થે રજુઆતો કરવા તથા આવેદનપત્ર આપવા સારું પ્રતિનિધિ મંડળ દ્વારા રેલી, સરઘસ સ્વરૂપે ગાંધીનગરમાં આવતા જતા હોય છે. ઘ-૩ ખાતે વિવિઘ મંડળો તથા વ્યક્તિઓ દ્વારા પ્રતિક ઉપવાસના કાર્યક્રમો ચાલુ હોય છે. જેથી ગાંધીનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે ખૂબ જરૂરી છે.
કાયદો- વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગર તરીકે મળેલ સત્તાની રૂએ તા. ૦૩ થી ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના ૨૪.૦૦ કલાક સુઘીની મુદત માટે ચાર કરતાં વઘુ વ્યક્તિઓ એક સાથે કોઇપણ જગ્યાએ ભેગા થઇ શકશે નહિ. કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા માટે પણ મનાઇ ફરમાવવામાં આવે છે.
આ હુકમ ફરજ પરના સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તેવી વ્યક્તિઓને, ગૃહ રક્ષક દળની વ્યક્તિને, લગ્નના વરઘોડા અને સ્મશાન યાત્રાને લાગું પડશે નહિ. તેમજ સંબંઘિત મામલતદાર અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી તરફથી પોલીસ અભિપ્રાય મેળવી ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવેલ હોય તેમને લાગું પડશે નહિ.
આ જાહેરનામામાં ફકત ઉપવાસીઓ માટે સેકટર-૬ના પોલીસ સ્ટેશનના પાછળના ભાગે એન્ટ્રી રોડને અડીને લગભગ ૭૦ મી x ૫૦ મી. વિસ્તાર, સરકારી કાર્યક્રમો માટે મહાત્મા મંદિર, સેકટર-૧૩, ટાઉનહોલ, સેકટર-૧૭, સ્ટાફ ટ્રેનીંગ કોલેજ, સેકટર-૧૭ અને સરકીટ હાઉસ, ગાંધીનગર પ્રતિબંઘ સિવાયનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. ——————