મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !
હાર્દીક પટેલનુ દિલ માંગે મોર, તો નરેશ પટેલ માટે ભાજપે કરી આ ખાસ ઓફર !
કહેવાય છે કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે, જો કે મણિનગર તોડકાંડમાં પરિવારના સભ્યો સામે પોલીસના હાથ ટુંકા પડી રહ્યા છે ,કારણ કે મણિનગર પોલીસ સ્ટેશનના
ડી સ્ટાફના કોન્સ્ટેબલો વિરુધ્ધ ગંભીર એફઆઇઆર તો થઇ,,છતાં તેઓ પોલીસ પકડથી દુર છે, અથવા તો પોલીસ વિભાગ તેમને જામીન લેવા માટે સમય આપી રહ્યુ છે,,સાથે નગરજનોમાં
ચર્ચા છે કે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની પોલીસ તોડકાડમાં આગળ હોય છે, પણ આરોપી પોલીસ કર્મચારીઓને પકડવામાં નિષ્ફળ સાબિત થઇ છે
ઉલ્લેખનિય છે કે 2 મેના દિવસે મણિનગર ડી સ્ટાફના બે પોલીસ કર્મચારી પિયુષ પરમાર અને કુલદિપ પરમાર શ્રીજી મધના માલિકના ઘરે ઘુસી ગયા હતા, અને દારુના નામે પરિવાર ઉપર અભદ્ર વર્તન કર્યુ હતું સાથે સાઢા ચાર લાખ રુપિયાનુ તોડ કર્યુ હતું
ત્યારે આ પરિવારે ન્યાય અપાવવા માટે ગૃહ પ્રવાહમાં ફરિયાદ કરી હતી,ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી અને ડીજીપી આશિષ ભાટીયાએ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા,
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ
તપાસ બાદ બન્ને કોન્સ્ટેબલો વિરુધ્ધ સાત વરસની સજા થાય તેવી કલમો સાથે એફઆઇઆર નોધવામાં આવી,,પણ હજુ પણ આરોપી પોલીસ કર્મચારીઓ પોલીસ પકડથી દુર છે, અથવા એમ કહીએ કે પરિવારના સભ્યોને પકડવામાં
પોલીસને રસ નથી, સવાલ એ પણ થાય છે કે આ પોલીસ કર્મચારીઓને બચાવવામાં કોને રસ છે,, કારણ કે પોલીસ ડીસીપ્લીન ફોર્સ છે, તો આવા સંજોગો આ કોન્સ્ટેબલોએ જાતે હાજર જઇ જવાનુ હોય, પણ જે રીતે તેઓ ધરપકડથી ભાગી
રહ્યા છે તે બતાવે છે કે તેઓ દોષીત છે, અથવા પોલીસ વિભાગ તેમની સામે કુણુ વલણ દાખવીને તેમને આગોતરા જામીન માટે વ્યવસ્થા કરવાનો સમય આપી રહ્યો છે,
આમ શહેરના પ્રતિષ્ઠિત પરિવારને લુંટવા વાળા આરોપી પોલીસ કર્મચારીઓ જે રીતે રાહત મળી રહી છે તેનાથી પોલીસની પક્ષપાત પુર્ણ વલણ પણ સામે આવી રહી છે,જેનાથી સમાન્ય લોકોના મનમાં પોલીસ પ્રત્યે જરુરથી અવિશ્વાસની ભાવના ઉત્તપન્ન
થઇ શકે છે,
અમદાવાદમાં પોલીસ પાડી રહી છે ધાડ- પોલીસ કમિશ્નરની આવડત સામે સવાલ !