ગુજરાતના મહાનગર પાલિકામાં હવે ગુજરાતી ભાષાનો બહોળો ઉપચોગ કરવા માટે કમિશ્નરોને કેમ કરાઇ તાકીદ
રાજ્યની મહાનગર પાલિકાઓમાં રાજભાષા ગુજરાતીના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવા
વહીવટી તંત્રને તાકીદ કરતાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા
રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં રાજભાષા ગુજરાતીનો બહોળો ઉપયોગ તેમજ તેને વધુને વધુ પ્રોત્સાહન મળે તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજય મંત્રી વિનોદભાઈ મોરડીયા દ્વારા તમામ મહાનગરપાલિકાઓના કમિશનર તાકીદ કરવામાં આવી છે.
મંત્રી મોરડીયાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં રાજભાષા ગુજરાતીના બહોળા ઉપયોગ તેમજ વધુને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧૮ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ જરૂરી ઠરાવ-સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ઠરાવમાં જણાવ્યા મુજબ વહીવટી તંત્ર દ્વારા મહાનગરપાલિકાઓ અને તેના વિસ્તારમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ અન્ય ભાષાઓની સમકક્ષ અથવા અન્ય ભાષા કરતાં પ્રથમ નજરે સ્પષ્ટ રીતે દેખાઈ આવે તે રીતે થાય તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.