વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગર સહીત વધુ ત્રણ સ્થળોને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની ટેન્ટેટિવ લિસ્ટમાં સ્થાન મળ્યું છે.ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાત માટે વિશેષ આનંદની વાત છે કે આપણા ઐતિહાસિક શહેર વડનગર તથા અદભુત સ્થાપત્ય ધરાવતા મોઢેરા સૂર્યમંદિરનો પણ આ યાદીમાં સમાવેશ થયો છે.