શંકર સિહ વાધેલાના કથિત પીએ સામે કેમ થઇ પોલીસ ફરિયાદ !
પુર્વ મુખ્ય પ્રધાન શંકર સિહ વાધેલાના કથિત પીએ ભૌમિક ઠક્કર સહિત છ આરોપીઓ સામે મહેસાણાના વેપારી વિરલ શાહે ગાંધીનગરમાં ફરિયાદ નોધાવી છે.પરિણામે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે,,
અમદાવાદના થલતેજના તુલિપ બંગલોસમાં રહેતા અને મહેસાણાના કુકરવાડા પાસે સ્ટીલની ફેક્ટરી ધરાવતા વિરલ મુકુંદ શાહે પેથાપુર પોલીસ સ્ટેશનનમાં નોધાવેલ ફરિયાદ મુજબ પુર્વ સીએમ શંકર સિહ વાધેલાના કથિત પીએ
ભૌમિક ઠક્કરનો ફોન આવ્યો હતો કે સાંજે વસંત વિહાર ખાતે જનકાર સોલંકી આવવાના છે, અને સ્કોડાના શો રુમ બાબતે આપની સાથે ચર્ચા કરવાની છે, કે આપ સાંજે આવી જજો,,
તેમની સૂચના મુજબ તેઓ તેમના નિવાસ્થાને સાંજે પહોચ્યા હતા, એ દરમિયાન એડવોકેટ આઇ એચ સૈયદ, રવિ ચૌધરી, કુરેન અમિન અને ઈક્ષિત અમીન પણ આવ્યા હતા, જેમણે તેમની બેગમાંથી એક ડોક્યુમેન્ટ કાઢી
અમને એગ્રીમેન્ટ પર સહી કરવાનું કહ્યુ હતું, આ એગ્રીમેન્ટમાં સ્કોડા શો રુમની નુકશાનીની તમામ જવાબદારી વિરલ શાહ ઉપર નાખવામાં આવતા તેઓએ સહી કરવાનો ઇન્કાર કર્યો હતો, જેથી આ તમામ લોકો મારી ઉપર ઉશ્કેરાઇ ગયા હતા,
અને વિરલ શાહને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તેમ છતાં સહી ન કરતા બળાત્કાર ગુનામાં ફસાવી દેવાની ધમકી સાથે ગડદા પાટુનો માર માર્યો હતો, અને બચવા માટે ત્યાંથી ભાગી ગયા હતા, એ દરમિયાન તમામ દરવાજા
બંધ કરવાની સુચના અપાઇ હતી,,પણ ત્યાં સુધી અમે બહાર નિકળી ગયા હતા, ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છીએ,,
ઉલ્લેખનિય છે બરોડાના ઇક્ષિત અમિને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં વિરલ શાહ સામે ફરિયાદ નોધાવી છે, જો કે વિરલ શાહે આ ફરિયાદ સામે હાઇકોર્ટમાં ક્વોસિંગ કર્યુ હતું,