ઇન્ડિયા
પીએમ પ્રવિન્દ જગન્નાથે ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલને મોરેશિયસ આવવા કેમ આપ્યુ આમંત્રણ-આ છે રહસ્ય
પીએમ પ્રવિન્દ જગન્નાથે ગુજરાતના ભુપેન્દ્ર પટેલને મોરેશિયસ આવવા કેમ આપ્યુ આમંત્રણ-આ છે રહસ્ય
મોરેશિયસ જનારા પ્રથમ ગુજરાતી કોણ હતા,
ગુજરાત સાથે મોરેશિયસનો શુ છે ખાસ છે નાતો,,
મોરેશિયસના વડા પ્રધાન સોમનાથ કેમ ગયા,,તેની પાછળનુ છે ખાસ રહસ્ય
મોશિયસના વડા પ્રધાનને ગુજરાત પ્રત્યે કેમ છે ખાસ લગાવ
મોરેશિયસના વડા પ્રધાન ગુજરાતના મહેમાન બન્યા અને વડા પ્રધાનની સાથે સાથે તેઓએ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે
પણ ખાસ મુલાકાત કરી,, ખબર છે કેમ,, કારણ કે મોરેશિયસમાં પણ ગુજરાતીઓની સંખ્યા ખાસ્સા પ્રમાણમાં છે અને ત્યાંની ભાષાઓમાં
ગુજરાતી ભાષાને પણ ખાસ્સો મહત્વ આપવામાં આવે છે, તમને એ પણ બતાવીએ કે મોરેશિયસ સાથે ભારતનો ખાસ નાતો કેમ છે,,
તો મોરેશિયસ જનારાઓમાં પ્રથમ ગુજરાતી કોણ હતા,
મોરેશિયસ અને ભારત
મોરેશિયસના વડા પ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથ ગુજરાતની મુલાકાત કરી,તેઓ રાજકોટ થી લઇને સોમનાથ મહાદવેના દર્શન કર્યા તેમાં પણ ખાસ કારણ છે,,તેઓ ગાંધીનગરમાં
આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી સાથે સહભાગી થયા,,સમારોહ બાદ તેઓ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલને પણ મળ્યા,મોરેશિયસ ગિફ્ટ સીટીમાં
રોકાણો કરશે તેવી ચર્ચા પણ કરાઇ,, સાથે મોરેશિયસના વડા પ્રધાને ગુજરાતના સીએમને પોતાના દેશ આવવાનું આમંત્રણ પણ આપ્યુ,, પણ આ વાત અહીયા જ નથી પતી ગઇ,, મોરેશિયસ અને ભારત તે સિવાય
ગુજરાતનો ખાસ નાતો રહ્યો છે, કારણ કે ભારતના ગિરમીટિયા મજુરોએએ મોરેશિયસને બનાવ્યો છે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ગિરમીટિયા મજુરો એટલે શું??
ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશ અને બિહાર ગંગા કિનારાના મોટા ભાગનો વિસ્તાર ધરાવે છે અને ત્યાંની સંસ્કૃતિમાં ગંગા નદીનું ખુબ મહત્ત્વ છે. તેમની ભાષા ભોજપુરી સાંભળવામાં ખુબ મીઠી લાગે છે અને હિન્દી જેવી સંભળાય છે. ખભે ગમછો –
એક કપડાનો ટુકડો – નાખીને ફરતા ઉત્તર પ્રદેશના લોકો અને બિહારીઓને મહેનત કરવામાં કોઈ ન પહોંચે. તેમના આ મહેનતી સ્વભાવને કારણે જ અંગ્રેજો તેમને અઢારમી સદીમાં ગિરમીટિયા મજુર – એગ્રીમેન્ટવાળા મજુર –
બનાવીને મોરેશિયસ, ફીજી, સુરિનામ વગેરે કોલોનીઓમાં લઇ ગયેલા અને ત્યાં શેરડીની ખેતીમાં કામે લગાડેલા.
તેમનો પ્રથમ જથ્થો ઇ.સ.૧૮૭૯મા તારીખ ૧૪ મી મેના રોજ ફીઝીના કિનારે ઉતરેલ હતો..
એગ્રીમેન્ટથી એગ્રીમેન્ટીયાને આગળ જતાં ભોજપુરી ભાષામાં શબ્દનું અપભ્રંશ થતાં ગિરમીટિયા મજુરો કહેવાયા…
એવા જ એક દેશ મોરેશિયસમાં સ્થાયી થયેલ ગિરમીટિયાઓએ કેવી સંસ્કૃતિની જમાવટ કરી છે તે જોઇએ..
મોરેશિયસમાં શેરડીનું મોટું ઉત્પાદક હતું. તે મોરેશિયસ નામ પરથી આપણે ત્યાં ખાડને
મોરસ પણ કહેવામાં આવ્યું
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
મોરેશિયસમાં માં ગંગા અને ભગવાન શિવનુ મહત્વ
ભારતિયો મોરેશિયસમાં પોણા બસો વરસ પહેલાં ગિરમીટિયા મજુરો તરીકે પહોંચ્યા હતા. તેઓ મોરેશિયસની કુલ વસ્તીના પ૩% મૂળે ભારતીયો છે.
મોરેશિયસમાં ભારતીય ગૌરવના પ્રતીક સમાન ગંગા તળાવ છે તેમજ અનેક શિવમંદિરો ઉપરાંત તેરમા જ્યોતિર્લિંગ સ્વરૂપે મોરેશિયસેશ્વરનું વિશાળ મંદિર પણ છે.
મોરેશિયસમાં મહાશિવરાત્રિનો તહેવાર મનાવવાની દ્રઢ પરંપરા સ્થાપિત થઇ ગઇ છે.અહીં સન ૧૮૬૭માં દક્ષિણ-પશ્ચિમ સ્થિત પરી તળાવ પાસે ભારતવાસીઓએ પહેલા શિવ
મંદિરની સ્થાપના કરી હતી. થોડા સમય બાદ બીજું એક ભવ્ય મંદિર ત્રિઓલે ખાતે પણ બનાવવામાં આવ્યું.
સન ૧૯૮૯માં ભારતની પવિત્ર નદીઓમાંથી પ્રતીકરૂપે જળ લાવીને પરી તળાવમાં નાખવામાં આવ્યું હતું અને તેને ગંગા તળાવ નામ આપવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રિ દેશના કરોડો લોકોના આરાધ્ય દેવ ભગવાન શિવની સ્તુતિ અને આરાધનાનું પર્વ છે. કલ્યાણના દેવતા શિવના લાખો આરાધકો વિશ્વના અનેક દેશોમાં ફેલાયેલા છે. આવો જ એક શિવભક્તોનો દેશ છે મોરેશિયસ.
મહાશિવરાત્રી ખુબ ધામધુમથી ઉજવાય છે
વર્ષ દરમિયાનની ૧૩ જાહેર રજાઓમાં મહાશિવરાત્રિનો પણ સમાવેશ છે. આનો યશ જાય છે એ ભારતીયોને કે જેઓ લગભગ ૧૭૫ વર્ષો પૂર્વ ગિરમીટિયા મજુર તરીકે મોરેશિયસ પહોંચ્યા હતા.
આ લોકો ત્યાં ગયા ત્યારે ભવિષ્યનાં સપનાંઓ સાથે રામાયણ, મહાભારત, શ્રી ભગવદ્ગીતા, હનુમાન ચાલીસા જેવી રચનાઓ રૂપે ભારતીય સંસ્કૃતિને પણ સાથે લઇ ગયા હતા
અને પોતાની સંસ્કૃતિને ન કેવળ ત્યાં જાળવી રાખી બલકે તેને વ્યાપક બનાવી તેનો પ્રચાર-પ્રસાર પણ કર્યો. ત્યાં ભારતીય ગૌરવના પ્રતીક સમાન ગંગા તળાવ છે તેમજ અનેક શિવમંદિરો ઉપરાંત તેરમા જ્યોતિર્લિંગ
સ્વરૂપે મોરેશિયસેશ્વરનું વિશાળ મંદિર પણ છે. મોરેશિયસમાં મહા શિવરાત્રિનો તહેવાર મનાવવાની દ્રઢ પરંપરા સ્થાપિત થઇ ગઇ છે. અહીં સન ૧૮૬૭માં દક્ષિણ-પશ્ચિમ સ્થિત પરી તળાવ પાસે ભારતવાસીઓએ પહેલા શિવ મંદિરની સ્થાપના કરી હતી.
થોડા સમય બાદ બીજું એક ભવ્ય મંદિર ત્રિઓલેમાં પણ બનાવવામાં આવ્યું. છેલ્લાં ૧૨૨ વરસથી આ પરંપરા જળવાઇ રહી છે. મહાશિવરાત્રિએ તો ગંગા તળાવ પર આ ભક્તિપૂર્ણ દ્રશ્ય જોઇને એમ જ લાગે કે આપણે ભારતના
કોઇ પ્રસિદ્ધ તીર્થ-સ્થળે પહોંચી ગયા છીએ. મહાશિવરાત્રિએ ગંગા તળાવ પર પહોંચનારા સેંકડો ભક્તો એવા હોય છે જેમને બે દિવસ પહેલાંથી પોતાની પદયાત્રા શરૂ કરી દીધી હોય. આ ભક્ત સમુદાયમાં યુવાનો અને યુવતીઓ
સંખ્યા પણ ખૂબ મોટી હોય છે.કેટલાય યુવાન ભક્તોએ ભગવાન શિવનાં ચિત્રોવાળા શર્ટ પહેર્યાં હોય છે. ચારે તરફ ભગવાન શિવની સ્તુતિ અને ભજનોના સ્વર લહેરાઇ રહ્યાં હોય છે. બધા યાત્રાળુઓ માટે પ્રસાદ (પૂરી-શાક, ચા વગેરે)ની વ્યવસ્થા પણ
હોય છે.
મોરેશિયસ પહોચનાર પ્રથમ ગુજરાતી કોણ હતા
માયારામ સોની નામના વ્યક્તિ 80 ગુજરાતીઓ સાથે સૌરાષ્ટ્રના દરિયાથી સીધા મોરેશિયસ પહોચ્યા હોવાની કેટલાક વિદ્વાનો માને છે, માયારામ સોનીએ થોડા સમય માટે સોનાની દાણચોરી પણ કરી હતી, તેઓ મહુવા સૌરાષ્ટ્રના રહેવાસી હતા
આમ ગુજરાતીઓ હમેશા પોતાના વેપારીઓ કુનેહ માટે જાણીતા છે,સાઉથ આફ્રિકાના અનેક દેશોમાં ગુજરાતી વેપારીઓ વેપાર કરતા હતા, ત્યારે 18મી સદીમાં અનેક વેપારીઓ ત્યા વેપાર કરવા ગયા,,અને શેરડીની ખેતી કરાવી તેમાંથી
ખાંડ બનાવીને વેપાર કરતા, કાલાંતરે સંખ્યા બધ્ધ ગુજરાતીઓ મોરેશિયસને પોતાનુ રહેઠાણ બનાવી લીધુ, પરિણામે આજે અંગ્રેજી હિન્દીની જેમ ગુજરાતી ભાષા પણ ખુબર સરળતાથી મોરેશિયસમાં બોલવામાં આવેછે,
નોધ- આ માહિતીઓ અમને વિવિધ સાઇટ્સ,વિકી પીડાયા ઉપરથી મળી છે,