તોડ કાંડ બાદ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કેમ ઉતર્યા રજા ઉપર
શ્રીજી મધના માલિક હિમાશુ ભાઇ પટેલની ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીને કરેલ ફરિયાદ બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે સાઢા ચાર લાખનો તોડ કરનાર
બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે,, ત્યારે મણિનગર પોલીસના કર્તા હર્તા પીઆઇ ડી બી ગોહિલ તેમના તાબાના બે કોન્સ્ટેબલ દ્વારા કરાયેલ તોડ કાંડ બહાર આવી જતા
તેઓ અગમ્ય કારણોસર પોલીસ સ્ટેશન આવવાનુ ટાળી રહ્યા છે, જેને લઇને મણિનગર પોલીસ સ્ટેશન અને પોલીસ બેડામાં ચર્ચા છે કે તેઓ શા માટે ગેર હાજર છે,,
શુ તેમની કોઇ આમાં ભુમિકા છે !
ગુજ્જુ ગર્લનો બિકીની અંદાજ- જ્યાં બોલીવુડની અભિનેત્રીઓ પણ ભરે છે પાણી
ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારે સમગ્ર ઘટનાની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે,,ત્યારે સવાલ એ ઉઠે છે શુ તેઓ પોલીસ સ્ટેશનથી દુર રહીને તેઓ ડેમેજ કંટ્રોલ કરવા માંગે છે
કે પછી તોડ કાંડ બહાર આવી જતાા તેમની તબિયત બગડી છે કે શુ, તેને લઇને કોઇને પાસે જવાબ પણ નથી,
મણીનગર તોડ કાંડ મામલો- કોન્સ્ટેબલો સસ્પેન્ડ,પીઆઇની ભુમિકાને લઇને તપાસ તેજ !