કાયદો
ગુજરાતમાં વર્ષ 2021માં 8 હજારથી વધુ લોકોએ કેમ કરી આત્મહત્યા ?
અત્યાર સુધી ગતિશીલ અને વિકાસશીલ ગુજરાત મા વર્ષ 2021 ના એક જ વર્ષ મા 8789 લોકો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા ના બનાવો બન્યા છે જેનો ખુલાસો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના પ્રમુખ રમેશભાઈ જીલરીયા દ્વારા એક આર.ટી.આઈ.માં થયો છે
ગુજરાત મા વર્ષ 2018 મા 7793 લોકો એ જ્યારે વર્ષે 2019 મા 7655 અને વર્ષ 2020 ની સાલ મા 8050 લોકો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા
છેલ્લા ચાર વર્ષ મા ગુજરાત મા ટોટલ 32287 લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા આપઘાત કરવા ના કારણો મા મોટા ભાગે બેરોજગારી અને આર્થિક સંકટ મુખ્ય હોવાનુ અનુમાન છે
ગુજરાત મા રોજ ના 24 લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે..