ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જે પ્રકારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ટીમે 27 વરસથી શાષન કરી રહેલ ભાજપના ગઢ સામે પડકારો ઉભા કર્યા છે, ત્યારે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ભાજપની બેઠકો ઘટે તેવી આંતરિક સર્વેમાં બહાર આવ્યુ છે, ત્યારે ભાજપના કેન્દ્રિય નેતૃત્વને સૌરાષ્ટ્રમાં થનાર નુકશાનને ડેમજ કંટ્રોલ કરવા માટે કેન્દ્રિય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને મૈદાનમાં ઉતારાયા છે તેવી ચર્ચા છે,
ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીની જીતમાં સિહ ફાળો સૌરાષ્ટ્ર કચ્છનો રહ્યો છે, ગુજરાતમાં ભારતિય જનતા પાર્ટીને પ્રથમ વખત સત્તા અપાવવામાં પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલની મહત્વની ભુમિકા રહી હતી, તેમનો સૌરાષ્ટ્રના પાટીદાર સમાજ ઉપર મજબુત પ્રભાવ રહ્યો હતો, જો કે વર્ષ 2007માં કેશુભાઇ પટેલ અને તેમના સમર્થકો તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્રમોદીના કાર્યપધ્ધતિથી નારાજ હતા, ત્યારે નરેન્દ્રમોદીએ જમનગરના આર સી ફળદું અને પાલિતાણાના પુર્વ ધારાસભ્ય મનસુખ ભાઇ માંડવિયાને પાટીદાર સમાજને ભાજપ તરફી રાખવા માટે પ્રોત્સાહીત કર્યા, અને મનસુખ માંડવિયાને પ્રદેશના મહામંત્રી પણ બનાવ્યા, જેમણે સૌરાષ્ટ્રમાં પાટીદાર અને અન્ય સમાજ સારો તાલમેલ મેળવ્યો,અને કેશભાઈ પટેલના અસરને ઓછી કરવામાં સફળ થયા, જેના ફળ સ્વરુપે તેમને રાજ્યસભાન સભ્ય અને કેન્દ્રમાં આરોગ્ય પ્રધાન જેવા દમદાર મંત્રાલય પણ મળ્યો,
વર્ષ 2007,2012, અને 2017 કરતા આ વખતે સ્થિતિ અલગ છે, અત્યાર સુધી ભાજપ માટે કોંગ્રેસ કોઇ મોટો પડકાર નહોતો, જો કે આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં ઝંઝાવાતી પ્રવાસ શરુ કર્યો છે, એ દરમિયાન તેમણે આરોગ્ય શિક્ષણ, ખેડુતો,મહિલાઓ,યુવાઓ સરકારી કર્મચારીઓ, કરાર અધારિત કર્મચારી સહિત સમાજના વિવિધ વર્ગોને આકર્ષવા ગેરંટી કાર્ડનો ઓફર કરી છે, જેમાં મોટા પાયે સમર્થન મળી રહ્યુ છે, જેના કારણે ભાજપ માટે કેટલાક અંશે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમા ભાજપ માટે નજીવા માર્જીનથી જીતેલી સીટો પર મોટો પડકાર ઉભો થયો છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ મજબુત બને તે માટે સૌરાષ્ટ્ર અને સુરતમાં મજબુત પ્રભાવ ધરાવતા કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાનો રાજકીય રીતે ગુજરાતમાં મહત્તમ ઉપયોગ કરવા માટે ભાજપે યોજના બનાવી હોવાનુ સુત્રો કહી રહ્યા છે, જેના માટે ગાંધીનગર સ્થિત ભાજપ મુખ્યાલય કમલમમાં ખાસ બેઠક મળી, જેમાં કેન્દ્રિય પ્રધાન અમિતશાહ સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તો ઉપસ્થિત હતા,પણ ખાસ કિસ્સામાં કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડિવિયાની હાજરી આંખે ઉડીને વળગે તેવી રીતે જોવા મળી,,
પાટીદાર અનામત આદોલન દરમિયાન વર્ષ 2017માં ભાજપને સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડ્યો હતો, ત્યારે ભાજપને 48 પૈકી 23 બેઠકો પ્રાપ્ત થઇ હતી ત્યારે આ વખતે મહત્તમ સીટો જીતવા માટે મનસુખ માંડવિયાની મદદ લેવાશે, પુર્વ સીએમ વિજય રુપાણીને પંજાબ મોકલ્યા ભાજપ પાસે હાલ સોરાષ્ટ્રમાં આર સી ફળદુ, પુરુષોત્તમ રુપાલા, અને મનસુખ માંડવિયા જેવા નેતાઓ છે, આ તમામ વચ્ચે મનસુખ માંડિયાવા પીએમ નરેન્દ્રમોદીના અતિ વિશ્વાસુ માનવામાં આવે છે,પુર્વ મુખ્યપ્રધાન કેશુભાઇની વિદાય બાદ સૌરાષ્ટ્રના પાટીદારોમાં વસવસો છે,, કે ભાજપે સૌરાષ્ટ્રના પાટીદારોની અવગણના કરી છે, બીજુ ભુપેન્દ્રપટેલ સૌરાષ્ટ્ર માટે પ્રભાવ ઉભો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે,, પણ હજુ સૌરાષ્ટ્રના પાટીદારોમાં તેમના લાગણી ઉભી થઇ રહી નથી,જેના કારણે સૌરાષ્ટ્રના પાટીદાર આમ આદમી પાર્ટી સાથે તાલમેલ બેસાડી રહ્યા છે,,જેના માટે આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા મહેનત કરી રહ્યા છે, ત્યારે 2022માં યોજનાર વિધાનસભા ચૂંટણીનુ પરિણામ ગુજરાતમા નવુ નેતૃત્વ પણ આપી શકે,,