અમદાવાદ
ભાજપની ચિન્તન શિબિરમાં જાડેજા,ઠાકોર અને હુંબલની એન્ટ્રી શા માટે !
ભાજપની ચિન્તન શિબિરમાં જાડેજા,ઠાકોર અને હુંબલની એન્ટ્રી શા માટે !
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે હવે કંટ્રોલ થિયરીની રણનિતી બનાવી છે, કંટ્રોલ પક્ષમાં જ નિશ્ચિત નેતાઓને માપમાં રાખવા માટે
બીજા અન્ય નેતાઓને જવાબદારી સોપાશે, ચિન્તિન શિબીરમાં જે રીતે ભાજપના વરિષ્ઠ નેતા અને ક્ષત્રિય સમાજમાં વિશ્વસનિયતા ધરાવતા આઇ કે જાડેજા, ઠાકોર સમાજમાં પ્રતિષ્ઠીત અને તાકતવાર
નેતા નંદાજી ઠાકોર અને અહીર સમાજ પર મજુબત પકડ ધરાવતા સહકારી આગેવાન રધુ ભાઇ હુંબલની ચિન્તન બેઠકમાં ઉપસ્થિતિએ સાબિત કર્યુ છે કે ભાજપમાં કોઇની મોનોપોલી નહી ચાલે,,
એટલે કે ટિકીટોની વહેચણીમાં વ્યક્તિ નિષ્ઠા કરતા પક્ષની વફાદારીને પ્રાધાન્ય અપાશે,
ગુજરાત પ્રદેશ ભાજપની બે દિવસીય ચિન્તન શિબિરનુ આયોજન થયુ, એજન્ડા એક માત્ર ગુજરાતમાં ભાજપને વિધાનસભા ઇલેક્શનમાં કઇ રીતે જીત મળે તેના માટે ચર્ચાઓ થઇ
રણનીતિ બનાવાઇ,,અને તેના ઉપર અમલ કરવા માટે સંગઠનમા જરુરી ફેર બદલ કરવાને લઇને પણ ચર્ચાઓ થઇ,, મહત્વપુર્ણ વાત એ હતી કે આ બેઠકમાં
પુર્વ પ્રધાન આઇ કે જાડેજા, પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ નદાજી ઠાકોર,અને ભાજપના પ્રદેશ મંત્રી રધુભાઇ હુંબલની વિશેષ ઉપસ્થિત રાખવામા આવ્યા છે
જેથી ભાજપના અનેક સિનિયર નેતાઓને આંચકો લાગ્યો છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
સુત્રોની વાત માનીએ તો પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ સભ્ય ભુપન્દ્ર સિહ ચુડાસ્મા, પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપ સિહ વાધેલાની ચિન્તન બેઠકમાં સિનિયર નેતાઓ હોવાના નાતે અપેક્ષિત હતા,
જો કે હાલ સંગઠનમાં કોઇ હોદ્દો ન ધરાવતા આઇ કે જાડેજાની હાજરી આંખે ઉડીને વળગે તેવી હતી,મહત્વપુર્ણ બાબતે એ છે કે તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્રમોદીએ તેમની સાથે રાજ ભવનમાં
બેઠક કરી હતી, એ બેઠક બાદ તેમનો ગુજરાત ભાજપમાં વજન વધેલુ જોવા મળે છે,, પાટીદાર અનામત આદોલન બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની યોજાયેલ ચૂંટણીમાં
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂટણીની સંપુર્ણ જવાબદારી આઇ કે જાડેજા પાસે હતી, એ સમયે અમદાવાદ પણ પાટીદાર અનામત આદોલનના કારણે ડોહળાયેલુ હતું
આવી કપરી પરિસ્થિતિમાં પણ તેઓ પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલ સાથે રહી અમદાવાદમાં ભાજપને 142 બેઠકો સાથે ભવ્ય જીત અપાવવામાં સફળ રહ્યા હતા, જો કે આ બાબત
કેટલાક નેતાને ગમ્યુ ન હતું, અને તેમનો પરિણામ પણ તેઓએ 2017માં ભોગવ્યું,, અને તેમને વિધાનસભાની ટીકીટ ન મળી,, જો કે ચૂટણી નજીક આવતા આઇ કે જાડેજાના રાજકીય અનુભવનુ
ભાજપને યાદ આવ્યો છે, કેટલાક નેતાઓને ચેક મેટ કરવા માટે આઇ કે જાડેજાને મૈદાનમાં ઉતાર્યા હોવાનુ માનવાંમાં આવે છે,
નંદાજી ઠાકોરની ચિન્તન બેઠકમાં ઉપસ્થિતિ પણ નવા સમિકરણોને જન્મ આપી રહ્યો છે, સુત્રોની માનીએ તો નંદાજી ઠાકોર ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમા મજબુત પકડ ધરાવે છે,,
તેઓ સિધ્ધપુર વિધાનસભા અને ચાણસ્મા વિધાનસભા બેઠક માટે દાવેદાર પણ મનાય છે, તેઓ પુર્વ મુખ્ય પ્રધાન આનંદી બેન પટેલ,પુર્વ આરોગ્ય પ્રધાન શંકર ભાઇ ચૌધરી અને પ્રદેશ ભાજપના
પુર્વ મહામંત્રી કે સી પટેલના અંગત ગણાય છે, ત્યારે માનવામાં આવે છે જો ભાજપમાં તેમનો ઉદય થતા પુર્વ પ્રધાન દિલિપ ઠાકોર ,લીલાધર વાધેલા, પાટણના સાસંદ ભરતજી ઠાકોર
,રાજ્યસભાના સાંસદ જુગલ ઠાકોર અને અલ્પેશ ઠાકોરને માપમાં રાખવા માટે નંદાજી ઠાકોરનો પ્રયોગ ભાજપ કરી રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને એક તાંતણે બાંધી શકે
તેવો ભાજપ પાસે એક પણ નેતા નથી, એટલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને મ્હાત આપવા નંદાજી ઠાકોરના ખભે જવાબદારી સોપી છે,
ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓ સામે પાસાની જોગવાઇને લઇ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ !
સુત્રોની માનીએ તો રધુ ભાઇ હુંબલની ચિન્તન બેઠકમાં ઉપસ્થિતિ ચર્ચાનો વિષય બન્યો છે, આહીર સમાજમાં જોવા જઇએ તો
પુર્વ મંત્રી વાસણ ભાઇ આહીર, જવાહર ભાઇ ચાવડા, સાસંદ પુનમ બેન માડમ , મુળુ ભાઇ બેરા જેવા દિગ્ગજ નતાઓ છે, ત્યારે રધુ ભાઇ હુંબલને ચિન્તન શિબિરમાં બોલાવાયા હતા,
તેઓ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના વિશ્વાસુ છે,
મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !
આમ જે રીતે ચિન્તન શિબિરમાં આ ત્રણ નેતાઓની હાજરી સુચક હાજરી હતી, તેને લઇને સમગ્ર પક્ષમાં અનેક પ્રકારની ચર્ચાઓ છે કે શુ ભાજપ હવે
આતરિક રીતે નિશ્ચિત નેતાઓને પ્રમોટ કેમ કહ્યુ છે,, વર્ષોથી ચિટકી ગયેલા નેતાઓના સ્થાને વિકલ્પ તરીકે આ નેતાઓની સક્રીયતા વધારવામા આવી છે,