કડી વિધાનસભામાં કેમ છે દાવેદારોની ભરમાર !
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ થઇ રહી છે,ત્યારે ભાજપની જીત નિશ્ચિત મનાઇ રહી છે પરિણામે ભાજપના નેતાઓ
પોત પોતાના વિસ્તારમા ઉમેદવારી નોધાવી રહ્યા છે, તો ભાજપ પણ હવે જીતી શકે તેવા ઉમેદવારોના સ્કેનિંગની શરુઆત કરી દીધી છે
કડી વિધાનસભાની વાત કરીએ તો અહી મોટા ભાગે ભાજપનો કબ્જો રહ્યો છે,, કડી વિધાનસભા બેઠક 2012થી એસ સી બેઠક છે..
કડીના ઇતિહાસની વાત કરીએ તો
વર્ષ 1962માં કોગ્રેસના અમૃતભાઇ પટેલે સ્વતંત્ર પાર્ટીના ધનાભાઇ પટેલને હરાવ્યા હતા,
વર્ષ 1967માં સ્વતંત્ર પાર્ટીના પીએમ પરમારે કોંગ્રેસના જી કે રુપાલાને હરાવ્યા હતા,
વર્ષ 1972માં કોંગ્રેસના ગોવિંદ પરમારે ભારતિય જનસંધના મોતીલાલ વરતિયાને હરાવ્યા હતા
વર્ષ 1975માં ભારતિય જનસંધના પ્રહલાદભાઇ પટેલે કોગ્રેસના અર્જુન ભાઇ ડાભીને હરાવ્યા
વર્ષ 1980માં ઇન્દિરા કોંગ્રેસના કરસનજી ઠાકોરે ભાજપના પટેલ ગોપાલદાસને હરાવ્યા
વર્ષ 1985માં કોગ્રેસના કરસનજી ઠાકોરે ભાજપના પટેલ ગોપાલદાસને હરાવ્યા હતા
1990માં ભાજપના નિતન પટેલે કોગ્રેસના કરસનજી ઠાકોરને હરાવ્યા હતા
1995માં ભાજપના નિતિન પટેલે કોગ્રેસના કોંગ્રેસના કરસનજી ઠાકોરને હરાવ્યા
1998માં ભાજપના નિતિન પટેલે કોગ્રેસના ઠાકોર દિપસિંગને હરાવ્યા હતા
2002માં કોગ્રેસના બળદેવજી ઠાકોર ભાજપના નિતિન પટેલને હરાવ્યા હતા
2007માં ભાજપના નિતિન પટેલે કોગ્રેસના બળદેવજી ઠાકોરને હરાવ્યા
2012માં કોંગ્રેસના રમેશભાઇ ચાવડાએ ભાજપના હિતુ ભાઇ કનોડિયાને હરાવ્યા
2017માં ભાજપના કરસનજી સોલંકીએ કોગ્રેસના રમેશભાઇ ચાવડાને હરાવ્યા
ઐતિહાસિક ફેક્ટ
કડી વિધાનસભામાં 1975માં ભારતિય જનસંધે સૌથી પહેલા વિજય મેળવ્યો હતો
જ્યારે 1990માં ભાજપના નિતિન પટેલ જીત્યા, તો ભાજપની શરુઆત થઇ
નિતિન પટેલ અહીથી ચાર વખત વિધાનસભા સીટ જીત્યા છે, જેમાં 1990,1995,1998 અને 2007માં જીત્યાહ તા
2012માં કડી બેઠક અનામત થતા નિતિન પટેલ મહેસાણા સીટ ઉપર ચૂંટણી લડ્યા અને જીત્યા
2002માં ગોધરાકાંડ બાદ રાજ્યમાં હિન્દુત્વની લહેર હોવાથી ભાજપની 128 બેઠકો સાથે
જીત થઇ,,જો કે મોટો સેટબેક સર્જોયો અને ભાજપના કદ્દાવર નેતા અને તત્કાલિન પ્રધાન એવા
નિતિન પટેલને કોગ્રેસના દિગ્ગજ નેતા બળદેવજી ઠાકોરે ઘર ભેગા કરી દીધા,,તો નિતિન પટેલે
કડીમાં પાચ વરસમાં કડી મહેનત કરી,, અને 2007માં બળદેવજી ઠાકોર સાથે રાજકીય હિસાબ ચુકતે
કર્યો,,અને નરેન્દ્રમોદી સરકારમાં મંત્રી બન્યા,
2010ની વસ્તી ગણતરી મુજબ ગુજરાત વિધાનસભાની બેઠકોનુ સિમાંકન કરાયું .જેમાં કડી
બેઠક અનામત બેઠક બની,,
2012માં ભાજપે અહીથી ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ નરેશ કનોડિયાને મૈદાનમાં ઉતાર્યા
.પણ તેમને કોંગ્રેસના સમાન્ય પણ જનતામાં કસાયેલા નેતા એવા રમેશ ચાવડા સામે હિતુ કનોડિયાનો
સ્ટારડમ ન ચાલ્યુ,, જનતાની વચ્ચે રહેનારા કાર્યકર્તાને મતદારોએ પસંદ કર્યો,
વર્ષ 2017માં નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના વિશ્વાસું એવા અને જનતામાં સતત કાર્યશિલ રહેનારા
કરસન સોલંકીને ભાજપે ટિકીટ આપી, અને તેઓએ કોંગ્રેસના રમેશ ચાવડાને ઠેકાણે પાડી દીધા
આ જીતમાં નિતિન પટેલ અને તેમની ટીમે કરેલી મહેનત રંગ લાવી,,
કડીમાં ઉમેદવારોની વણઝર
પુર્વ નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલે જે રીતે ગુજરાતના વિકાસમાં મોટુ યોગદાન
આપ્યુ છે,,તેવી રીતે તેમણે કડીમાં પણ વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપ્યુ અને ભાજપનો ગઢ બનાવ્યો
જેના કારણે ગુજરાતના એસસી નેતાઓની નજર કડી ઉપર રહેતી હોય છે, જે તમે કડીના લાંબી લિસ્ટ
ઉપરથી સમજી શકો છે
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
કરસન સોલંકી ધારાસભ્ય
રમણલાલ વોરા- પુર્વ પ્રધાન
વિક્રમ ચૌહાણ- પ્રદેશ મહાંત્રી, ભાજપ એસસી મોરચો
પ્રહલાદ ભાઇ સોલંકી, પ્રમુખ મહેસાણા જિલ્લા પંચાયત
રમેશ સોલંકી, પુર્વ ચેરમેન,ગુજરાત અનુ,જાતિ નિગમ,
હિતેશ પુનમચંદ મકવાણા-મેયર,ગાંધીનગર
પ્રવિણ પંડ્યા-પુર્વ ચેરમેન, ડો, આંબેડકર અંત્યોંદય વિકાસ નિગમ
ઇશ્વર મકવાણા- પુર્વ મંત્રી
ભદ્રેશ મકવાણા, શહેર ભાજપ એસસી મોર્ચા પ્રમુખ, અમદાવાદ
જશોદા બેન સોલંકી,પુર્વ ધારાસભ્ય
દેવેન રતિલાલ વર્મા,પુર્વ સાસંદ પુત્ર
ડો.ચતુરભાઇ સોલંકી,પુર્વ ધારાસભ્યના પતિ-જશોદાબેનના પતિ
નવીન હિરાલાલ પરમાર,પુર્વ નગર પાલિકા પ્રમુખ(પુર્વ સાસંદ પુત્ર)
બાબુ ભાઇ ડાંગરવવાળા-પુર્વ પ્રદેશ કારોબારી સભ્ય
શાર્દુલ રાજપાલ-એક્ઝીક્યુટીવ એન્જીનિયર અને સામાજીક આગેવાન
રાજુ ચાવડા- પુર્વ ડીરેક્ટર- ગુજ,અનું.જાતિ નિગમ
અશોક પરમાર,કોર્પો, કડી,નગરપાલિકા
ભાવેશ ચાવડા,એસસી મોર્ચા મંત્રી, મહે,જી.
રશ્મીકાંત સેજલિયા, પુર્વ મંત્રી જિલ્લા ભાજપ
રંજન બેન પરમાર,જિલ્લા ભાજપના મંત્રી
નરેન્દ્ર પરમાર, પ્રદેશ મંત્રી એસસી મોરચો
અજીત શાસ્ત્રી, પુર્વ ડીરેક્ટર, ડો, આંબેડકર અંત્યોંદય વિકાસ નિગમ
ધનજી ભાઇ ચૌહાણ-પુર્વ ઉપપ્રમુખ,અમદાવાદ એસસી મોર્ચો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !
આમ કડી બેઠક ઉપર ઉમેદવારોની ભરમાર છે,અને એટલે હવે સ્થાનિક અને બહારના નેતાઓને
લઇને જુથબંધી તેજ બની છે,,રાજનિતિક આંતરિક લડાઇ તેજ બની છે, જે પણ નેતાઓ અહીથી ચૂટણી
લડવા માંગે છે તેમને એ વાતનો ખ્યાલ છે કે અહીથી વિધાનસભા પહોચવુ નક્કી છે, પરિણામે
તમામ દાવેદારો પોતાના ગોડફાધરના આશિર્વાદ માટે લોંબીંગ કરી રહ્યા છે, કેટલાક નેતાઓએ
તો દિલ્હીના આંટા ફેરા વધારી દીધા છે, જોકે કોને ટિકિટ આપવી ના આપવી તે બાબત નો આખરી નિર્ણય બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ લેશે
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ