દાણીલિમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને તેમના સાગરિતો વિરુધ્ધ ફરિયાદ છતાં પોલીસ કેમ નથી લેતી પગલા
અમદાવાદના દાણીલિમડા વિસ્તારમાં રહેતા સમાજિક કાર્યકર ફરિદા બીબી એસ ઘાંચીએ પોલીસમાં અરજી આપી છે કે જ્યારે કોગ્રેસના ઉમેદવાર શૈલેષ ભાઇ પરમાર ચૂંટણી દરમિયાન સભા કરતા હતા ત્યારે જાહેર મંચ ઉપર સ્થાનિક કક્ષાની સમસ્યા અને વિકાસની વાતો કરવા માટે તેઓ મંચ ઉપર ગયા હતા, પણ ત્યારે શૈલેષ પરમારે તેમની વાત સાંભળી ન હતી સાથે તેમની સાથે ઉપસ્થિત રહેલ ચાર ઇસમોએ અપમાનિત કર્યા, ગાળાગાળી કરી,અને જાનથી મારી નાખવાની ઘમકી આપી,જેના વિડીયો પુરાવા પણ ફરિદા બીબી પાસે છે,જેની ફરિયાદ 2 ડીસેમ્બરે કરી દેવાઇ હતી, છતાં ઘટનાને બે અઠડવાડીયનો સમય વિતી ગયો છે છતાં કોઇ પગલા લેવાયા નથી, ફરિદા બેને જણાવ્યુ છે, જેની સામે તેઓએ ફરિયાદ કરી છે,તેઓ માથા ભારે છે, અને જેનાથી જીવનો જોખમ પણ છે,છતાં પોલીસ આરોપીઓ સામે પગલા લેતી નથી,જે યોગ્ય ગણાય નહી,આ અંગે ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરાઇ છે તેમ સુત્રો ઉમેરી રહ્યા છે