ખોડલ ધામના નરેશ પટેલ ભગવાન જગન્નાથના દર્શન કરવા કેમ આવી રહ્યા છે,
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી
ખોડલધામના પ્રમુખ નરેશ ગુરુવારે જગન્નાથ મંદિર દર્શન કરવા આવી રહ્યા છે, સુત્રોની માનીએ તો તેઓ સવારે દસ વાગ્યે દર્શન કરવા પહોચશે
ઉલ્લેખનિય છે કે અત્યાર સુધી સૌરાષ્ટ્રના કોઇ નેતા આવા મોટા સમાજીક આગેવાન દર્શન ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોચ્યા નથી, ત્યારે તેઓ કોઇ મનોરથ લઇને આવી રહ્યા છે કે પછી કોઇ ખાસ
અશિર્વાદ લેવા આવી રહ્યા છે તેની ચર્ચાએ જોર પકડ્યુ છે
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમા જશે તેને લઇને ત્રણથી ચાર મહિનાઓ સુધી ગુજરાતથી લઇને દિલ્હી સુધીની રાજનિતિક ગલીઓમાં ચર્ચાઓ થતી રહી,મિડીયામાં હેડલાઇન બનતી રહી, છેલ્લે તો
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી ફાઇનલ સમાચાર પણ આવવા લાગ્યા હતા, પણ છેલ્લે નરેશ પટેલે કહી દીધુ કે સમાજના વડીલોની ઇચ્છા નથી કે તેઓ રાજકારણમાં જોડાય, બીજી તરફ હાર્દીક પટેલ કોંગ્રેસ છોડીને
ભાજપમાં ગોઠવાઇ ગયો,,અને કોંગ્રેસ બિચારી માત્ર હાથ મસળતી રહી ગઇ, ત્યારે ચર્ચાઓ થઇ કે ભાજપના નિશ્ચિત મોટા નેતાઓના ઇશારે નરેશ પટેલ રાજકારણમાં જોડાયા નથી, તેમની સાથે ભાજપે ડીલ કરી લીધી છે
ત્યારે તે ડીલ શુ છે તેને લઇને કોઇ ખુલાસો થયો નથી,
ત્યારે હવે નરેશ પટેલ અમદાવાદ ભગવાન જગન્નાથના દર્શન કરવા જમાલ પુર પહોચી રહ્યા છે, તેને લઇને પણ અનેક પ્રકારની ચર્ચાઓ છે ,, પાટીદાર આગેવાન નરસિહ પટેલે કહ્યુ છે નરેશ પટેલ ભગવાન પાસે તેઓ આશિર્વાદ લેવા આવી રહ્યા છે, ત્યારે બાકી પાટીદાર આગેવાનો માને છે કે નરેશ પટેલ મસાજીક આગેવાન તો છે,, તેઓ રાજકીય આગેવાન બને તે તેમની મહેચ્છા રહી છે, હાલ તો તેઓએ રાજકારણમાં નહી આવીને માત્ર સમાજ સેવાની વાત કહી છે,પણ કદાજ જગતના નાથ પાસે તેઓ પોતાના સમાજ ,ગુજરાત ,ભારત અને વિશ્વની કલ્યાણની કામના તો કરશે પણ તેમનુ પણ કલ્યાણ થાય તેવી માંગ પણ અવશ્ય કરશે,