આપણે હાલમાં ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા અને ચાર્જિંગનો સમય ઘટાડવા વિશે વિચારી રહ્યા છીએ. પરંતુ કલ્પના કરો કે જો તમારા ઈલેક્ટ્રિક વાહનની બેટરી ડિસ્ચાર્જ થયા પછી 2 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થયેલી બેટરીથી બદલવામાં આવે તો તે કેવી રીતે થશે?
બેંગ્લોરમાં આવી જ રીતે ઈલેક્ટ્રિક કાર અને રિક્ષાની બેટરી રિચાર્જ કરવાનું કામ ચાલી રહ્યું છે. બ્લૂમબર્ગે આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે.
આ અહેવાલ પ્રમાણે, બેટરી સ્વેપિંગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે બેટરી ડિસ્ચાર્જ થયા પછી કલાકો સુધી બેટરી ચાર્જ કરવા માટે ઈલેક્ટ્રિક વાહનને રોકી શકાતું નથી. એક સારો વિકલ્પ એ છે કે બેટરી બદલવી જેથી ઈલેક્ટ્રિક વાહન આગામી 5 મિનિટમાં ફરી રસ્તા પર આવી શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે, બેટરી સ્વેપિંગના કારણે વાહનમાં કેટલું ચાર્જિંગ બાકી છે તેની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વાહનને રિચાર્જ કરવા માટે તમારે ચાર્જિંગ સ્ટેશન પર ઉભા રહેવાની પણ જરૂર નથી. બેટરી સ્વેપિંગના કારણે તમારો ઘણો સમય બચી જશે.
અહેવાલમાં જણાવાયું છે કે, બેટરી સ્વેપિંગને હવે ભારતમાં 2 અને 3 પૈડાના વાહનોમાં વિશ્વના સૌથી મોટા કાફલાને ઈલેક્ટ્રિફાઈડ કરવામાં મદદરૂપ થવાના માર્ગ તરીકે જોવામાં આવી રહ્યું છે.
સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થયેલી બેટરીને સ્વેપ કરવા માટે માત્ર 50 રૂપિયાનો જ ખર્ચ થાય છે. બેટરી સ્વેપિંગ નેટવર્ક વિસ્તરતા ઈલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન મળશે.