ગુજરાતમા ઉત્તર ભારતિયો સાથે કેમ થઇ રહ્યો છે અન્યાય- કોણે કરી ફરિયાદ
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !
ગુરજરાતમા ઉત્તર ભારતિયો સાથે અનામત આપવામાં અન્યાય થઇ રહ્યા હોવાની ફરિયાદ
ઉત્તર ભારતિય વિકાસ પરિષદે કરી છે, આર્થિક રીતે પછાત સમાજને 10 ટકા આરક્ષણ
આપવાની જોગવાઇનો લાભ આપવામાં નથી આવી રહ્યા,, આ અંગે કલેક્ટરને આવેદન પત્ર પણ આપાયુ છે,,
ઉત્તર ભારતિય વિકાસ પરિષદના રાષ્ટ્રિય અધ્યક્ષ શ્યામ સિહ ઠાકુરે જણાવ્યુ છે કે
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સમાન ન્યાયની ભાવનાથી આર્થિક રીતે પછાત સમાજને
10 ટકા આરક્ષણ આપવાની જોગવાઇ કરી હતી, પંરતુ ગુજરાત સરકારના
અમુક નિયમોના કારણે ગુજરાતમાં વસવાટ કરતા ઉત્તર ભારતિયો અને પર પ્રાન્તિયોને 10 ટકા
આર્થિક અનામતના લાભથી વંચિત રહેવુ પડે છે,જે ઉત્તર ભારતિયો સાથે અન્યાય છે
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1978 પહેલાના ગુજરાતના રહેવાસીના પુરાવાની શરત
મુકવામાં આવે છે, ઉત્તર પ્રદેશ કે અન્યપ્રદેશથી ગુજરાતમાં જે લોકો આવ્યા 1978 પહેલા આવ્યા હતા તેઓ મજુરી કરવા કે જીવન યાપન કરવા માટે ગુજરાત આવ્યા હતા, તેઓએ
અહી કોઇ પુરાવા બનાવ્યા નથી, અહી તેમના સંતાનોના જન્મના 40 વરસ હોવા છતાં તેમને
બિન ગુજરાતી ગણવામા આવે છે, જે ખુબજ દુર્ભાગ્ય પુર્ણ છે,
ભારતિય નાગરિક અમેરિકામાં જન્મ લે છે તો તે અમેરિકાનો નાગરિક બની જાય છે, જ્યારે
ગુજરાતમાં જન્મ લીધા પછી પણ અમે ગુજરાતી નથી કહેવાઇ રહ્યા,,અને લાભો નથી મળી
રહ્યા જેતી ગુજરાતમાં અન્યાયની લાગણી અનુભાય રહી છે,
તે સિવાય જ્યારે પણ દસ વર્ષ કે તેનાથી વધુના શૈક્ષણિક પુરાવા હોવા છતાં પોલીસ કર્મચારીનો વ્યવહાર વેરિફિકેશન દરમિયાન ખુબજ અપમાન જનક હોય છે, તેઓ હેરાન
કરવા માટે 10 વર્ષ જુના ભાડા કરારની માંગણી કરીને હેરાન પરેશાન કરવામાં આવે છે
જેથી હવે નવા કાયદામાં સુધારો કરીને માત્ર 10 વરસના ડોમીસાઇલના આધારે જ આરક્ષણનો
લાભ આપવામા આવે તેવી માંગ ઉત્તર ભારતિય વિકાસ પરિષદે કરી છે,