અમદાવાદ
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
નરોડા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ કુરેશીએ સહપરિવાર ઇચ્છા મૃત્યુની કેમ કરી માંગ !
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતાને સુરક્ષા મળતા પત્નીએ પણ માંગ્યુ પોલીસ રક્ષણ !
સામાન્ય રીતે જોવા જઇએ તો દરેક વ્યક્તિ જીવન જીવવા માંગતો હોય છે, પોતે અને પોતાના જીવન બચાવવા અંતિમ સમય સુધી તન મન ધન લગાવી દેતો હોય છે અથાક પ્રયાસો કરતો હોય છે
જો કે અમદાવાદમાં જુદા જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં નરોડા પાટીયા કાંડના સાક્ષી ઇમ્તિયાઝ અહેમદ હુસૈન કુરેશીએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ પાસે સહ પરિવાર ઇચ્છા મૃત્યુ માટે મજુરી આફવા માંગ કરી છે
વર્ષ 2002માં ગોધરા કાંડ બાદ સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા, એ દરમિયાન અમદાવાદના નરોડા પાટીયા ખાતે પણ તોફાનો થયા હતા જેમાં જાન અને માલનું વ્યાપક નુકશાન થયુ હતું, ત્યારે સમગ્ર નરોડા પાટીયા હત્યાકાંડને નજરે
જોનાર ઇમ્તિયાઝ અહેમદ હુસૈન કુરેસી પણ હતા,તે ઘટનામાં તેમની ઘર વખરી માલ મિલકતને તો નુકશાન થયું પણ તે અને તેમના પરિવાર જીવ બચાવવા સફળ થયા હતા, એ ગોજારી હત્યાકાંડના 20 વર્ષ બાદ જ્યારે સમગ્ર ગુજરાતમાં
શાંતિ છે, ત્યારે ઇમ્તિયાઝ કુરેશીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે પરિવાર સહિત ઇચ્છા મૃત્યુ માટે અરજી કરી છે,,તેમણે રજુઆત કરી છે કે તેઓએ એક વેપારી છે, તે વેપાર ધંધો કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે,
તેમણે પોતાનુ ઘર બનાવવા માટે જમીન ખરીદી હતી,,એ જમીન પેટે સલિમ સૈયદ નામના શખ્સને રુ 35 લાખ આપ્યા હતા, તેમણે જમીનનો કબ્જો પણ આપ્યો હતો, જો કે તેમને અમારી સાથે છેતરપિંડી કરી જમીનનો કબ્જો પરત લઇ લીધો હતો
પણ 35 લાખ રુપિયા પરત આપ્યા નથી, આ બબાતે અમે અનેક વખત પોલીસ અધિકારીઓને રજુઆત કરી છે, પણ અમારુ કોઇ સાંભળતું નથી, સલિમ સૈયદ રાજકીય નેતાઓના ખાસ માણસ અને અમારા વિસ્તારના માથાભારે માણસ છે
તેઓના રાજ્ય અને અન્ય રાજ્યની મોટા ગેંગ સ્ટર સાથે નજીકના સંબધો હોવાના લીધે પોલીસ અધિકારીઓ પણ એમની સામે પગલા લેતા નથી,, આ પરિવારે પત્રમાં ત્યાં સુધી ચિમકી આપી છે કે જો તેમને સરકાર ન્યાય અપાવે નહી તો ન છુટકે ઇમ્તિયાઝ કુરેસીનો પરિવાર જીવન ટુંકાવી દેશે,,
આમ એક પરિવાર હવે ન્યાયની અપેક્ષાએ ઇચ્છામૃત્યુ માંગી રહ્યો છે,જે રાજ્ય સરકારઅને પોલીસ પ્રસાશન માટે કંલક સમાન ઘટના છે,