ગાંધીનગર

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી નું કેમ કરાયું સન્માન

Published

on

 

શ્રી આંજણા ( ચૌઘરી) સેવા મંડળ, ગાંધીનગરનો સ્નેહ મિલન સમારંભ ગુજરાત વિઘાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌઘરીના અધ્યક્ષ સ્થાને ઘ્રુવ પાર્ટી પ્લોટ, ગીફટ સીટી રોડ, શાહપુર, ગાંધીનગર ખાતે યોજાયો હતો.
સમાજના ભાઇ-બહેનો એકબીજાને મળે તે ખૂબ આનંદની વાત છે, તેવું કહી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સમય અનુસાર સમાજમાં પરિવર્તન આવું ખૂબ જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, આવનારો સમય સોફટ પાવરનો છે, આ સોફટ પાવર રાજકીય, ધાર્મિક, સામાજિક જેવી અનેક ક્ષત્રોમાં અગ્રેસર બનશે. સોફટ પાવર એટલે કે, આપણે એકબીજાને હસતા હસતા મળીએ, પોતાના નજીકના માણસોને મળીએ ત્યારે તેનું માન સન્માન કરીએ, કર્મચારીઓ સાથે પણ હસતા હસતા મળીએ ત્યારે આપની તાકાતમાં અને સન્માનમાં વધારો થશે. આજે સોફટ પાવર થકી જ આપણે સમાજને આગળ લઈ જઈ શકીશું.
સમાજનું અહિત થાય તેવું કાર્ય સમાજના કોઈપણ બંધુએ ના કરવું જોઈએ, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, સમાજની એકતા અને સંગઠન મજબૂત હોવું જેટલું જરૂરી છે, તેટલું જ મહત્વનું સમાજમાં શિક્ષણ સહિત અનેક બાબતોનો વિકાસ કરી શકાય તેવી બાબતોને પ્રાઘાન્ય આપવું પણ જરૂરી છે.
ધોરણ ૧ થી ૧૨ મા સારા માર્ક મેળવીને સમાજનું સન્માન મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી પદ્મશ્રી અને જાણીતા લેખક શ્રી દેવેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓને આજે અહીં ઇનામ મળ્યું નથી. તેમણે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે, ૪૦% મેળવનાર વ્યક્તિ ૯૦ ટકા મેળવનાર વ્યક્તિને નોકરી રાખી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીજીએ પણ એસ.એસ.સી.માં ૪૦ ટકા મેળવ્યા હતા, તો પણ દેશના રાષ્ટ્રપિતાનું સન્માન મેળવ્યું છે. અમિતાભ બચ્ચન આજે પોતાના અવાજથી જે રીતે ખ્યાતિ મેળવી શક્યા છે, તેમનો આ અવાજ પણ એક સમયે નાપાસ થયો હતો, આવા અનેક વ્યક્તિઓના દષ્ટાંત આપી ઇનામ ન મેળવનાર વિદ્યાર્થીઓનું મનોબળ મજબૂત કર્યું હતું.

પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું હતું કે, સમાજમાં રહી સમાજનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે અને સમાજનો વિકાસ કરવા માટે અન્ય સમાજમાં રહેલી શૈક્ષણિક, સામાજિક રીતરિવાજો કે અન્ય સારી બાબતોનો આપણે સ્વીકાર કરવો જોઈએ.બાળકોના જીવન ઘડતરમાં શું ધ્યાન રાખવું જોઈએ તેની દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. તેમજ આગામી સમયમાં જીવનસાથીની પસંદગી કરનાર નવયુવાનોને આ પસંદગી દરમિયાન કઈ બાબતને પ્રાધાન્ય આપવું જોઈએ તેનાથી પણ દષ્ટાંતપૂર્વક વાત કરીને વાકેફ કર્યા હતા.
આ સ્નેહમિલન સમારંભમાં સમાજના વર્ષ- ૨૦૧૯ થી ૨૦૨૨ ના તેજસ્વી વિઘાર્થીઓ, વર્ગ-૧ના અધિકારીશ્રીઓ, ર્ડાકટરશ્રીઓ અને ખાસ એવોર્ડ વિજેતાશ્રીઓનું સન્માન વિઘાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌઘરી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં પાર્ટી પ્લોટના દાતા અને પૂર્વ કોર્પોરેટર શ્રી શંકરભાઇ ચૌઘરી, મંડપના દાતા અને શિક્ષાપત્રી ગૃ્રપના વિષ્ણુભાઇ ચૌઘરી, નિમેષભાઇ ચૌઘરી અને હિતેષભાઇ ચૌઘરી, ભોજનદાતા શ્રી દિનેશભાઇ ચૌઘરી, લવજીભાઇ ચૌઘરી અને નારાયણભાઇ ચૌઘરી સહિત દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શેઠ હરિભાઇ ચૌઘરી, માણસાના પૂર્વ ઘારાસભ્ય અમિતભાઇ ચૌઘરી, વિજાપુર એપીએમસીના વાયસ ચેરમેન અને પ્રમુખ ગ્રૃપના કનુભાઇ ચૌઘરી, ગાંધીનગર જિલ્લા પંચાયતના સદસ્ય શનાભાઇ ચૌઘરી, અર્બુદા બચત મંડળના પ્રમુખ જીતુભાઇ ચૌઘરી ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહમિલન સમારંભને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ ભીમજીભાઇ એમ. પટેલ અને મહામંત્રી ભગવાનભાઇ સી. ચૌઘરી સહિત મંડળના સર્વે સભ્યો અને સમાજના નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બીએસએફનો જવાન વિવેક રાવલનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણયમનું નિધન

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version