અમદાવાદ
કટોકટીને યાદ કરીને આજે પણ મીસાવાસીઓ કેમ પડે છે રડી !
કટોકટીને યાદ કરીને આજે પણ મીસાવાસીઓ કેમ રડી પડે છે
કેમનું ભૂલાય કટોકટી નો ડંખ…
પુર્વ વડા પ્રધાન ઇન્દિરાગાંધીએ શાસન દ્વારા દેશમાં કટોકટી ૨૫ જૂન ૧૯૭૫ ના દિવસે કરવામાં આવી. આપાતકાળમાં દેશ ને ધકેલી વાણી, સ્વતંત્રતા અને મીડિયા ઉપર પ્રતિબંધો લગાવાયા.આજે પણ અંધકારમય દિવસોની યાદ તાજી કરવા માટે અસારવા મેઘાણીનગર ખાતે રહેતા મહેશભાઈ આહિર કટોકટી ના દિવસો યાદ કરી રડી પડ્યા હતા ત્યારે અમારા સૌની આંખો પણ ભીંજાઈ ગઈ હતી.સાથે સાથે તે સમય માં તેમના પરિવારે પણ સંઘર્ષ નો સામનો કરવો પડ્યો હતો તેમના બાળકો પણ બહુ નાના હતા.મહેશ્કાકા મિલ માં મજૂરીનું કામ કરતા હતા તે સમયે મહેશકાકા ૧૧ માસ જેલવાસ ભોગવ્યો હતો.૩ મહિના ભુજની જેલ માં અને ૭ મહિના બરોડા ની જેલ માં રહ્યા હતા.જેલ માં એમની સાથે વસંત ગજેન્દ્ર ગડકર, ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ, ચીનું કાકા પટેલ, અંબાલાલ કોટા સાથે હજારો લોકો જેલ માં સાથે હતા.મહેશકાકા ના ઘર ની પરિસ્થિતિ પણ સારી ન હતી,ત્યારે તેમની પરિવાર ની મદદે ધીરુભાઈ ઠક્કર,રતિભાઈ સોની,દેવચંદભાઈ પટેલ તેમના પરિવાર ની મદદે આવ્યા હતા. ભાજપના સ્થાનિક નેતાઓ તેમના નિવાસસ્થાને જઈને તેમનું સન્માન કર્યુ હતું,.સાથે અસારવા ના પૂર્વ કાઉન્સિલર,સાબરમતી વિધાનસભા ના પ્રભારી બિપીનભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ. કાર્યક્રમ બેઠક ના સંયોજક નરેશભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા ના કારોબારી સભ્ય સાવનભાઈ માળી, કર્ણાવતી મહાનગર યુવા મોરચા ના ઉપપ્રમુખ ગીરીશભાઈ વણઝારા, પ્રમોદ તોમર, બબલુ રાજપૂત,રમેશભાઈ આહિર તથા સૌ કાર્યકર્તા સાથે તેમનું સન્માન કર્યું..
આમ આદમી પાર્ટી સાથે હવે આખું ગુજરાત જોડાઈ રહ્યું છે: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં રહેતા રંગીલા પાટીદાર સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !