યુવરાજ સિહ જાડેજાએ હવે કેમ કર્યો સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીનો સમર્થન
બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ હવે ટ્ટીટ કરીને ફરીથી રાજ્ય સરકાર અને પોલીટીકીક સિસ્ટમની પોલ ખોલી છે, તેઓએ રાજકોટના સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીના સમર્થનમા ટ્ટીટ કર્યુ છે, એએસઆઇ હિતેન્દ્ર સિહ ઝાલાએ
કોઇ રાજકીય નેતાએ તેમને બદલી કરવાની ધમકી આપી હોવાની વાત પોતાના ફેસબુક પેજ ઉપર મુકી હતી,ત્યારે પોલીસ વિભાગે શિસ્તના નામે તેમને સસ્પેન્ડ કરી દીધા છે, જેને લઇને યુવા નેતા આ પોલીસ કર્મચારીના સમર્થનમાં આગળ આવ્યાછે, તેઓએ તેઓએ લખ્યુ છેકે
શું આ જ છે લોકશાહી ?
બંધારણ માં અભિવ્યક્તિ ની આઝાદી નું કોઈ મૂલ્ય ખરું ?
શું માણસ પોતાના સાથે થતાં અત્યાચાર કે ગેરવર્તન વિશે કશું બોલી પણ ન શકે ?
આ દેશમાં બંધારણ મોટું છે કે GCSR?
શું આ જ છે લોકશાહી ?
બંધારણ માં અભિવ્યક્તિ ની આઝાદી નું કોઈ મૂલ્ય ખરું ?
શું માણસ પોતાના સાથે થતાં અત્યાચાર કે ગેરવર્તન વિશે કશું બોલી પણ ન શકે ?
આ દેશમાં બંધારણ મોટું છે કે GCSR?@CMOGuj @Bhupendrapbjp @PradipsinhGuj @imBhupendrasinh @pradipsinhbjp @narendramodi pic.twitter.com/iNlbRQK06P
— Yuvrajsinh Jadeja (@YAJadeja) July 6, 2022
વટવામાં મંગલ ટેક્ષટાઇલ કંપનીએ 350 કર્મચારીઓને અચાનક છુટા કરાતા વિરોધ
શુ હતો આખો મામલો
રાજકીય નેતાઓ અને પોલીસ વચ્ચેની ગરમા ગરમીનો માહોલ મોટા ભાગે ફિલ્મમાં જોવા મળતો હોય છે. અભણ નેતાઓ પણ સત્તાના જોરે ભણેલા-ગણેલા અધિકારીઓને હાથ નીચે દબાવીને રાખતા હોય છે. આવો જ કઈક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકીય આગેવાનના બનેવીને જેલના સળિયા પકડાવી દેતા પોલીસ અધિકારીએ નેતા પર હેરાન પરેશાન કરતાં હોવાનો આરોપ મૂક્યો છે.
રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI હિતેન્દ્રસિંહ ઝાલા ભારે ચર્ચામાં આવ્યા છે. તેમણે ફેસબુક પર પોસ્ટ કરી રાજકીય નેતા પર આક્ષેપ કરતાં વિવાદનો મધપૂડો છેડાયો છે. જો કે નેતા અંગે સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોસ્ટ મૂક્યાના ગણતરીના કલાકોમાં જ સસ્પેન્ડ ઓર્ડર હાથમાં પકડાવી દીધો હતો. જો કે પોલીસકર્મીએ કરેલી પોસ્ટ બાદ વિવાદ થતાં પોસ્ટ દૂર કરી દીધી હતી અને મિત્રને મોકલવાની જગ્યાએ ફેસબુક પર પોસ્ટ થઈ ગઈ હોવાનો બચાવ કર્યો હતો.
ASI હિતેન્દ્રસિંહ ઝાલાએ ફેસબુકમાં પોસ્ટ કરીને જણાવ્યુ હતું કે, એક નેતાને તેની અસલિયત કહી તો બદલીની ધમકી આપને કહ્યું હતું કે એવી જગ્યાએ બદલી કરાવી દઇશ કે પાણી પણ નહીં મળે, છેલ્લા વર્ષથી હેરાન કરે છે, વગર વાંકે બદલીઓ કરાવે છે, જ્યારે નેતાનો ઇતિહાસ વિવાદોથી ખરડાયેલો છે, મારી તૈયારી છે જુકે ગા નહીં સાલા મેં, મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને જુગારની રેડ કરી હતી, મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, હું લડીશ ઝૂકીશ નહી, હું ઝૂકીશ નહિ અન્યાય સામે.