અમદાવાદ
આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો !
આપ અને મોંઘવારીનો ઓછાયો ભાજપની કારોબારીમાં કેમ દેખાયો !
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગ જીતવા ભાજપે કમર કસી છે, ગુજરાતની સ્થાપનાથી અત્યાર સુધીમાં કોઇ રાજકીય પક્ષને સફળતા ન મળી હોય, તેવી સફળતા આ વખતે ગુજરાત ભાજપ ઇચ્છે છે
જો કે આ વખતની પ્રદેશ ભાજપની કારોબારીમાં આમ આદમી પાર્ટી અને મોંધવારીનો મુદ્દો ભાજપમાં લક્ષ્યાંકમાં પડકાર રુપ બની શકે તેમ છે, જેની આશંકા પણ વ્યક્ત કરાઇ છે, સાથે સાથે
કાર્યકર્તાઓને હૈયા ધારણા અપાઇ છે પાર્ટી દ્વારા મેરીટના આધારે ટિકીટ અપાશે,
સુરતમાં બે દિવસ માટે ભારતિય જનતા પાર્ટીની સરકાર અને સંગઠન બન્ને મળી આગામી ચૂંટણીનુ રોડ મેપ તૈયાર કર્યો,, જેમાં 182 વિધાનસભા બેઠકો જીતવા માટે માઇક્રો પ્લાન તૈયાર થયો છે,
જેનો અમલી કરણ માટે પણ કાર્યકર્તાઓને જવાબદારી સોપી દેવાઇ છે, પ્રથમ વખત વિધાનસભા બેઠક વાઇસ નિમણુંક કરાયેલ પ્રભારીઓ બેઠકમાં સ્થાન અપાયુ હતું, આ બેઠકના પ્રથમ દિવસે
જાપાનના પુર્વ વડા પ્રધાન સીંજી આબેને શ્રધ્ધાંજલિ અપાઇ,, તેની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ હોય કે સીઆર પાટીલ, કે પછી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના બે કેન્દ્રિય પ્રધાનો કેમ ન હોય
તેઓએ પણ કાર્યકર્તાઓને કેન્દ્ર સરકાર અને સંગઠનની સફળતાઓ ગણાવી, જેમાં ગુજરાતમાં કઇ રીતે સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપે ભવ્ય જીત મેળવી તેની વાત કહી, તે સિવાય પેજ સમિતીની કામગીરીને પણ ચંદ્રકાંત પાટીલે
વખાણી હતી,
પાટીદાર અનામત આદોલન દલિત આંદોલન ઓબીસી આંદોલનની વચ્ચે ગુજરાતમાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી, એ દરમિયાન બીજેપી માટે સત્તા પર પરત આવવુ મુશ્કેલ હતું એટલુ જ ઉમેદવારોની પસંદગી પણ પડકાર જનક હતી ત્યારે પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ક્હયુ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સંખ્યા બધ્ધ કાર્યકર્તાઓએ ટિકીટ માંગી હતી, પણ આપણે નિશ્ચિત કાર્યકર્તાઓને ટીકીટ આપી સકયા હતા, બાકીના કાર્યકર્તાઓએ ઘરે બેસવાના બદલે પાર્ટીને જીતવાડવાનો કામ કર્યુ હતું,
ટિકીટ ન મળે તો પણ કામ કરવાની ચંદ્રકાંતે પાટીલે કેમ આપી સલાહ
સુત્રોની વાત સાચી માનીએ તો વર્ષ 2022માં યોજાનાર ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગ કરી નો રિપીટ ફોર્મ્યુલા લાવવામાં આવે તેવી શક્યતા છે, જે પ્રકારે સ્થાનિક સ્વરાજમા મેયરથી લઇ કાઉન્સિલર સુધી
તમામને પાર્ટીએ બદલી નાખ્યા હતા, તેમના સ્થાને નવા લોકોને તક પાર્ટીએ આપી હતી, એ જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ નવા લોકોને તક મળે તેવી શક્યતાઓ છે, ત્યારે પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યુ છે પાર્ટી મેરીટના આધારે ટીકીટ આપશે, સુત્રોની વાત સાચી માનીએ તો બીજેપી દ્વારા રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર ઉમેદવારોથી લઇ ધારાસભ્યોની કામગીરી તેમનો પ્રભાવ વિસ્તારની સમસ્યાઓ વિપક્ષના લોકોનો પ્રભાવ સમાજીક આગેવાનોનો પ્રભાવ સહિત વિવિધ પ્રકારના પ્રશ્નો બાબતે સર્વેની કામગીરી કરી દેવાઇ છે, એજન્સી દ્વારા રિપોર્ટ તૈયાર કર્યા બાદ પાર્ટીમાં સોપી દેવાયો છે, અલગ અલગ એજન્સીઓના રિપોર્ટના આધારે જીતી શકે તેવા
મજબુત ઉમેદવારની પાર્ટી દ્વારા પસંદગી કરાશે, ત્યારે ત્રણ કે ચાર ટર્મ ચુંટાયેલા 65 વરસથી વધુ વયના આગેવાનોની ટિકીટ કાપીને નવા ઉમેદવારોને તક આપી શકાય છે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જે પ્રકારે ભાજપે યુવાનોને તક આપી છે, એ પ્રકારે વિધાનસભામાં પણ યુવા ચહેરાઓ તક આપી શકે છે, જ્યારે સિનિયર અનુભવી અને પ્રજામાં પકડ ધરાવતા નેતાઓને ચૂંટણી જીતાડવાની જવાબદારી સોપાશે,
બળાત્કારનો કેસ પરત ખેચવાનો કયા પ્રધાન કરી રહ્યા છે દબાણ-વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ
વધતી મોંધવારી અને આમ આદમી પાર્ટીનો નથી કોઇ જવાબ- નાના નેતાઓમાં ચર્ચા
સુત્રોની માનીએતો ગુજરાત ભાજપના સિનયર નેતાઓએ ભાજપ સરકારની અનેક સિધ્ધીઓ ગણાવી,, કાર્યકર્તાઓમાં જોશ ભરવાનું કામ અવશ્ય કર્યુ,, છતાં આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં વધતો પ્રભાવ, અને મોંધવારીથી જે રીતે પ્રજા ત્રસ્ત છે, તે વાતની ચર્ચા દબાયેલી આવાજમાં કાર્યકર્તાઓમાં થતી રહી,, કાર્યકર્તાઓમાંં ચિન્તા એ વાતની છે કે જે રીતે પેટ્રોલ ડીઝલ અને ગેસ મોંધું થયુ છે, તેના કારણે કયા મોઢે મતદારો પાસે જઇને મત માંગવામાં આવશે
ખાસ કરીને હવે લોકો જ્યારે સવાલ પુછતા થયા છે તેવા સંજોગોમાં માત્ર રાષ્ટ્રવાદ, દેશભક્તિ,હિન્દુ મુસ્લિમ, ધ્રુવીકરણ કરીને મતદારોને નહી સમજાવી શકાય, કેટલાક નાના નેતાઓ તો ત્યાં સુધી કહેતા દેખાયા કે મોટા નેતાઓને તો
માત્ર કહેવુ છે, જે કાર્યકર્તાઓ ફિલ્ડમાં જાય છે તેમની હાલત ખરાબ છે, કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગને મોંધવારીએ જ્યારે પીંખી નાખી હોય, રોજગારી હોય નહી, આવક ઓછી થઇ હોય તેવા કંડીશનમાં મોધવારી આપ કરતા પણ મોટી વિલન સાબિત થઇ શકે છે, તે સિવાય જે રીતે આમ આદમી પાર્ટીનો પ્રભાવ ગુજરાતમાં વધી રહ્યો છે, અને વિજળી મફત આપવાનો જે રીતે તેમનો અભિયાન ચાલ્યો તેનાથી લોકો હવે મફતની વાત કરતા થઇ ગયા છે,સાથે ચર્ચા એ છે કે ભુતકાળમાં ભારતિય જનતા પાર્ટીએ વર્ષ 1995માં જ્યારે એસટી બસ, ભાડામાં રાહત, વિજ બિલમાં રાહત આપીને સત્તાનું સુખ માણ્યુ છે, એજ માર્ગે હવે આપ પણ ગુજરાતની જનતા એ જ વાયદા કરીરહી છે
ત્યારે તેનો કાઉન્ટર કરવો અત્યારે ગુજરાત ભાજપ માટે અધરુ સાબિત થઇ રહ્યુ છે, ત્યારે મોંધવારી અને આમ આદમી પાર્ટી હાલ ભાજપ માટે ચિન્તાનો વિષય છે,