ગાંધીનગર
જાહેર સલામતી માટે રાજ્ય સરકારે નાગરિકો પાસેથી કેમ માંગ્યા સૂચનો
જાહેર સલામતી માટે રાજ્ય સરકારે નાગરિકો પાસેથી કેમ માંગ્યા સૂચનો
ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ અધિનિયમ, ૨૦૨૨ જાહેર
¤ નિયમો અંગે નાગરિકોએ પોતાના સૂચનો તા. ૩૦ જૂન-૨૦૨૨ સુધી મોકલી આપવા
***
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જાહેર સલામતી (પગલા) અમલીકરણ અધિનિયમ, ૨૦૨૨ને તા.૦૭/૦૪/૨૦૨૨ના ધ ગુજરાત ગર્વમેન્ટ ગેઝેટમાં પ્રસિધ્ધ કરેલ છે. આ અધિનિયમમાં જે કોઈ નાગરિકો પોતાના સૂચનો રજૂ કરવા માંગતા હોય તેઓએ તેમના સૂચનો આગામી તા. ૩૦ જૂન-૨૦૨૨ સુધી મોકલી આપવા ગૃહ વિભાગ દ્વારા
જણાવાયું છે.
આશિષ ભાટીયાને ડીજીપી તરીકે એક્સટેંશન મળતા કયા આઇપીએસનુ સપનુ રોળાયું
આ અધિનિયમની કલમ-૯ હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ નિયમો બનાવીને તે અંગેનો ડ્રાફ્ટ/મુસદ્દો તેમજ અધિનિયમ અને સૂચિત નિયમોની વિગતો ગૃહ વિભાગની વેબસાઇટ : https://home.gujarat.gov.in પર મૂકવામાં આવી છે. આ નિયમો અંગે જે કોઇ નાગરિકો સૂચન કરવા માંગતા હોઇ, તેઓએ તેમના સૂચનો તા.૩૦/૦૬/૨૦૨૨ સુધીમાં લેખિતમાં પોસ્ટ મારફત ઉપ સચિવશ્રી(કા.વ્ય.-૨), ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર અથવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, પોલીસ ભવન, ગાંધીનગરને અથવા ઇ-મેઇલ મારફત us-lno2-home@gujarat.gov.in અને dgp-gs@gujarat. gov.in મોકલી આપવા જણાવાયું છે.