અમદાવાદ
ગુજરાત સરકારે આ યોજના માટે કેમ કહ્યુ લેડીઝ ફર્સ્ટ !
ગુજરાત સરકારે આ યોજના માટે કેમ કહ્યુ લેડીઝ ફર્સ્ટ !
કોઇ પણ પરિવાર હમેશા તેના ઘરના પુરુષના નામે ઓળખાય છે, બાળકની પાછળ પણ તેના પિતાનુ નામ અનિવાર્ય લખવામા આવે છે, પણ ગુજરાત સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જેનાથી મહિલાના નામ સૌથી આગળ રહશે, એટલે કે સરકારની આ યોજના માટે જે તે પરિવાર મહિલાના નામે ઓળખાશે, એટલે કે ઘરની મુખીયા તરીકે પુરુષનું નહી પણ મહિલાનુ નામ રહેશે,
રાજ્ય સરકારે રાષ્ટ્રિય ખાદ્ય અધિકાર યોજના એટલે કે એનએફએસએ યોજના હેઠળ હવે ફરીથી સર્વે કરવાનો આદેશ કર્યો છે, રાજ્ય સરકાર પરિપત્ર મુજબ હાલ રાજ્યમાં 382.84 લાખની વસ્તીને રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવાશે,જેમાં શહેરી વિસ્તારોમાં 124.06 લાખ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 258.78 લાખ પરિવારોને આવરી લેવામાં આવશે, મહત્વપુર્ણ બાબત એ છે કે કયા પ્રકારના પરિવારોનો સમાવેશ કરવાનો છે તેની લાંબી લચક યાદી પણ આપવામાં આવી છે,
પણ રાજ્ય સરકારે હવે પીડીએસ એટલે કે સાર્વજનિક વિતરણ વ્યવસ્થા હવે બનતા રેશનકાર્ડમાં મસ મોટો બદલાવ કરવાનો નિર્યણ કર્યો છે, અને તેનો અમલીકરણ પણ કરી દેવાયો છે, હવે રેશનકાર્ડમાં મહિલાને ઘરના મુખિયા તરીકે દર્શાવાશે,પરિવારના સભ્યો
રાજ્ય સરકાર મહિલા ઓને વિવિધ લાભો આપવાની સાથે મહિલા ઓને અગઁતા આપવાના ભાગરુપે પહેલ કરી ને તેઓ ના નામે દસ્તાવેજ સહિત ના લાભો આપી ને ડયૂટી સહિત ની માફી આપી રહ્યી છે ત્યારે અન્ય વિભાગો પણ મહિલા ઓને આવા લાભો આપવા માટે કમર કસી રહ્યા છે તેવા મા પુરવઠા વિભાગ એક કદમ આગળ વધી હવે થી મહિલા ઓના નામે રેશનકાડઁ ઈસ્યુ કરી દેવાનું શરુ કરી દીધું છે, પહેલા નવા રેશનકાર્ડ બનાવવા માટે ઘરના વડા એટલે કે પુરુષના નામ હમેશા મુખિયા તરીકે રાખવામા આવતુ હતું, હવે ઘરના વડા તરીકે સૌથી વધુ ઉમરની મહિલા, પત્ની, પુત્રીનું નામ લખવાની શરુઆત કરી દેવાઇ છે,,મહિલાને મુખ્ય વ્યક્તિ ગણીને તેના નામે રેશનકાર્ડ ઇશ્યુ કરીને પરિવારના સભ્યો મહિલાના ના જે સંબધથી જોડાયેલ હોય તેનો ના ઉલ્લેખ કરાશે, અને તે પ્રમાણે અમદાવાદ ની પંદર ઝોનલ કચેરી ઓમા તે અંગે રેશનકાડઁ નવા બારકોડ ઈસ્યુ કરવાનું શરુ પણ કરી દેવાયું છે
આ અંગે વેદાન્ત જનકલ્યાણ યજ્ઞ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ મમતા બેન પટેલ જણાવ્યુ હતુ કે સરકારની આ પહેલ સારી છે, આનાથી ગરીબ પરિવારોમાં મહિલાઓનો અસ્તિત્વ વધશે,,અને સરકારે દસ્તાવેજોમાં મહિલાઓને મહત્વ આપવાનો નિર્યણ કર્યો છે તે આવકાર દાયક છે,પણ આ કામ સરકારી સ્તરે તો થઇ રહ્યુ છે, છતાં અનેક વખત મહિલાઓને સમાજીક સ્તરે નિચુ જોવાનો વારો આવે છે,છતાં સરકારની આ પહેલને વિરદાવવા જોઇએ,આનાથી મહિલાઓને દસ્તાવેજી સ્વરુપોમાં નવી ઓળખ મળશે,