delhi
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા રાજ્યપાલ દિલ્હી કેમ દોડ્યા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આર્ય સમાજના શિષ્ટ મંડળની સાથે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલે કહ્યું હતું કે ગુજરાતની પાવન ધરા પર જન્મ લઈને આર્ય સમાજની સ્થાપના દ્વારા વૈદિક સંસ્કૃતિની પુનઃસ્થાપના માટે સ્વાર્પણ કરનારા ઋષિ દયાનંદ સરસ્વતીની આગામી ૨૦૦મી જન્મ જયંતી પ્રસંગે આર્ય સમાજ દ્વારા આયોજિત પ્રસ્તાવિત કાર્યક્રમોથી પ્રધાનમંત્રી ને માહિતગાર કર્યા હતા. આ મુલાકાત દરમિયાન આર્ય સમાજના અગ્રણીઓ ઉપરાંત રાજ્યપાલના ખાસ ફરજ પરના અધિકારી ડો. રાજેન્દ્ર વિદ્યાલંકાર પણ સાથે રહ્યા હતા.