Uncategorized
બ્રહ્મભટ્ટ સમાજે હિતેષ બારોટનો આભાર કેમ માન્યો !
બ્રહ્મભટ્ટ સમાજે હિતેષ બારોટનો આભાર કેમ માન્યો !
સમગ્ર ગુજરાતના બ્રહ્મભટ્ટ સમાજનુ ગૌરવ હિતેષ ભાઇ બારોટના સન્નિષ્ટ પ્રયાસોના કારણે બ્રહ્મભટ્ટ સમાજના ભામાસા શ્રી બી ડી રાવ(બ્રહ્મભટ્ટ હોલ માર્ગ)નામ આપવા બ્રહ્મભટ્ટ સમાજે તેમને આભાર માન્યો છે, સમગ્ર ગુજરાતના બ્રહ્મભટ્ટ સમાજનો ગૌરવ
અને ભામાશા તરીકે ઓળખાતા સ્વર્ગસ્થ બી ડી રાવે તેમના જીવન કાળ દરમિયાન અનેક સમાજીક પ્રવૃતિઓમાં યોગદાન આપ્યુ, ગરીબ દિન દુખીયા અને વિધવા બહેનોને મદદ કરી યુવાઓને શિક્ષણમાં મદદરુપ થયા જ્ઞાતી સમાજનો ભેદ રાખ્યા વગર
તમામ સમાજના લોકોને મદદરુપ થવા માટે અગ્રેસર રહેતા, તેવા બી ડી રાવે અમદાવાદમાં ભુયંગ દેવ ચાર પાસે શ્રી બી ડી રાવ બ્રહ્મભટ્ટ હોલનુ નિર્માણ કર્યું,જે આજે દરેક સમાજના લોકો માટે ઉપયોગી છે, ત્યારે
અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેષ ભાઇ બારોટે(થલતેજ વાળા)ને બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનોએ રજુઆત કરતા જ ત્વરીત તેમણે ભુયંગ દેવ ચાર રસ્તાથી વિવેકાનંદ ચોક સુધીના રાજમાર્ગનુ નામ શ્રી બીડી રાવ બ્રહ્મભટ્ટ
હોલ માર્ગ આપવાનું સ્ટેન્ડિગ કમિટીમાં મંજુર કર્યું છે, તે માટે મેયરથી લાઇને તમામ ટીમનો આભાર બ્રહ્મભટ્ટ સમાજ માને છે,
એસ ટી વિભાગમાં બદલી કરાયેલ અધિકારીઓ કેમ જગ્યા છોડતા નથી- કરાઈ ફરિયાદ