ગાંધીનગર
પ્રદેશ ભાજપના નેતા પ્રદ્યુમન વાજા સામે રોહિત સમાજમા કેમ ફેલાઇ નારાજગી
પ્રદેશ ભાજપના નેતા પ્રદ્યુમન વાજા સામે રોહિત સમાજમા કેમ ફેલાઇ નારાજગી
એક તરફ ગુજરાત રોહિત સમાજ દ્વારા મહા સમ્મેલનનુ આયોજન કરાયુ છે, ત્યારે બીજી તરફ ગુજરાત ભાજપ અનુસૂચિત જાતી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજાએ પણ સમાન્તર કાર્યકર્મ શક્તિ વંદનાના નામે કાર્યક્રમ જાહેર કર્યો છે, પરિણામે રોહિત સમાજમાં ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સામે નારાજગી ફાટી નિકળી છે, મહત્વની વાત એ છે કે મોટી સંખ્યામાં યુવાનોએ ડો પ્રદ્યુમન વાજાને પત્ર લખીને ખખડાવ્યા છે, અને ભાજપનુ કાર્યક્રમ રદ્દ કરવા રોહિત સમાજે આદેશ કર્યો છે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડીસેમ્બર માસમાં યોજાનાર છે ત્યારે સમાજના વિવિધ વર્ગો દ્વારા સમ્મેલન યોજી શક્તિનો પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે, રાજકીય નેતાઓ પણ ટીકીટ કન્ફર્મ કરવા માટે સમાજના નામે કે અન્ય નામે રાજકીય તાકાતનો પ્રદર્શન કરવા માટે સમ્મેલનો બોલાવી રહ્યા છે, મહત્વપુર્ણ વાત એ છે કે ગુજરાત ભાજપ અનુસૂચિત જાતી મોર્ચાના પ્રમુખ ડો પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં પ્રેક્ષા ભારતી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમનુ આયોજન કરાયુ છે, ત્યારે બીજી તરફ સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગુજરાત ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્ય રોહિત સમાજનુ પ્રથમ મહાસમ્મેલનનુ ડાહ્યા ભાઇ પરમાર દ્વારા ગાંધીનગરમાં આયોજિત કરાયુ છે, જેને લઇને વિવાદ રોહીત સમાજમાં જોવા મળી રહ્યુ છે,
રોહિત સમાજના યુવા નેતા અનિલ પરમાર અને વિપુલ રાજપુરા દ્વારા ડો પ્રદ્યુમન વાજા પર પત્ર લખીને આક્ષેપ કરાયો છે કે- “આપ શ્રી વણકર, રોહિત, વાલ્મિકી, નાડિયા, શેનમા, મેઘવાલ, તુરી જેવી અસંખ્યા અનુસૂચિત જાતિઓનું ભાજપમાં નેતૃત્વ કરી રહ્યાં છો. તે છતાં દુ:ખી હ્રદયે આપને જણાવવાનું કે આપની અધ્યક્ષતામાં 25 સપ્ટેમ્બરના રોજ રોહિત મહાસંમેલનની સામે જ અને તે સમય-સ્થળે ભાજપ અનુસૂચિત મોરચાનું પણ સંમેલન આપ શ્રીની અધ્યક્ષતામાં રાખેલ છે. તેનાથી સમગ્ર રોહિત સમાજના લોકો દુ:ખી છે. સમાજહિત માટે આપશ્રીએ આપના કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવો જોઈએ તેવી સમાજની લાગણી છે. “