અમદાવાદ

આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ

Published

on

આર એસ એસની ભગિની સંસ્થાએ યોગેશ ગઢવી ઉપર પગલા ભરવા કેમ કરી માંગ

ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ ગઢવી સામે હવે સમાજીક સમરસતા મંચ પણ આકરા પાણીએ જોવા મળ્યુ છે, યોગેશ ગઢવી સામે દલિત સમાજના અપમાન બદલ
કાયદાસર પગલા ભરવાની માંગ કરી છે, ત્યારે નોધનિય છે કે અત્યાર સુધી ભુજ પોલીસ દ્વારા યોગેશ ગઢવીની ધરપકડ કરાઇ નથી, ત્યારે પોલીસની કામગીરી સામે પણ અનેક
સવાલો ઉભા થઇ રહ્યા છે, દલિત સમાજનુ અપમાન કરનારને બચાવવામાં કોને રસ છે, પગલા ભરતા પોલીસને કોણ રોકી રહ્યુ છે,

ગુજરાતમાં લધુમતિઓના મસીહા એટલે ગ્યાસુદ્દીન શેખ !

ભુજમાં 11 તારીખે ભીમ રત્ન સમરસ કન્યા છાત્રાલય ભુજ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલના હસ્તે ઉદ્ઘટાન કાર્યક્રમ
યોજાયો હતો,એ દરમિયાન તેઓએ બંધારણમાં પ્રતિબંધિત શબ્દ જાતિવાચક શબ્દોનુ ઉચ્ચારણ કર્યુ હતું, જે બાબતે ભુજ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોધાઇ છે
આ ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં દલિત સમાજમાં નારાજગી જોવા મળી હતી, જેની નોધ સિનિયર ભાજપના નેતાઓએ પણ લીધી હતી,
ગુજરાત ભાજપના દલિત નેતાઓએ પણ પ્રદેશ ભાજપના નેતાઓ અને રાજ્ય સરકારનુ પણ ધ્યાન દોર્યુ હતું, જો કે કોઇ પગલા લેવાયા નથી
ત્યારે હવે રાષ્ટ્રિય સ્વયં સેવક સંધની ભગિની સંસ્થા સામાજીક સમરસતા મચં દ્વારા ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ ગઢવી સામે કાયકાદીય કાર્યવાહી કરવા માટે
રાજ્ય સરકારને રજુઆત કરી છે, સાથે સાથે સંગઠનમાં પણ તેમની સામે પગલા ભરવા રજુઆત કરાઇ છે,

Advertisement

ભેંસોના ગેરકાયદે કતલ કરનારાઓને બચાવવામાં કોને છે રસ !

સુત્રોની માનીએ તો મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને લખાયેલ પત્રમાં સામાજીક સમરસતા મંચના પ્રમુખ ખેમચંદ પટેલ અને મંત્રી ડો વિજય ઝાલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે યોગેશ ગઢવી સામે કાયદાકિય રીતે પોલીસ
દ્વારા ધરપકડ ન થતા નારાજગી જોવા મળે છે,, આનાથી વિધાનસભાની ચૂટણીમાં ભાજપ દલિત વિરોધી હોવાનુ પ્રસ્થાપિત થશે તો દલિત સમાજ ભાજપથી અળગો થશે તો
ભાજપને મોટુ રાજકીય નુકશાન સહન કરવુ પડશે, આવી સ્થિતિમાં પોલીસ દ્વારા તાત્કાલિક યોગેશ ગઢવીની ધરપકડ કરવામાં આવે તે જરુરી છે, જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખને પણ જાણ કરાઇ છે
કે યોગેશ ગઢવી જેવા દલિત વિરોધી નેતાને સાથે રાખવાથી પાર્ટીની ઇમેજને નુકશાન થાય છે,તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાય

કોંગ્રેસના શૈલેષ પરમારને હરાવવા દાણીલિમડા બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને

મહત્વની વાત એ છે કે સમાજીક સમરસતા મંચ એ ગુજરાતમાં સામાજીક અસ્પૃશ્યતા અને જાતિભેદને દુર કરવાનુ કામ કરે છે, તેવામાં યોગેશ ગઢવી જેવા સિનિયર નેતાના કારણે સમાજીક સમરસતા મંચના અભિયાનને ધક્કો પહોચે છે

ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !

યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version