પૂર્વ પ્રધાનોને કેમ મોદીએ પ્રધાનપદથી દૂર રાખ્યા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની બીજી વાર તાજપોશી કરાઈ છે.ત્યારે તેમની ટીમમાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ , કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે..
જોકે આ વખતે તેમની ગત સરકારના પ્રધાનોને જીતુ વાઘાણી ,પૂર્ણેશ મોદી,કિરીટસિંહ રાણા ,અર્જુનસિંહ ચૌહાણ ,જીતુ ચૌધરી,મનિષા વકીલ,નિમિષા સુથાર ગજેન્દ્રસિંહ પરમાર ,વિનુ મોરડિયા ,દેવા માલમને સ્થાન મળ્યું નથી.ત્યારે કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને પણ મંત્રીપદ માં સ્થાન મળ્યું નથી..ઉત્તર ગુજરાતના ઓબીસી અને સહકારી આગેવાન એવા પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીને ભુપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન મળ્યું નથી.જોકે તેમને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.ત્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે કે ગુજરાતના આ સિનિયર નેતાઓને ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેમ દૂર રાખ્યા છે શું એમનો પ્રધાન તરીકેનો પ્રોગેસ રિપોર્ટ સંતોષકારક ન હતો કે પછી બીજું કોઈ આંતરિક કારણ હતું તેને લઇ ચર્ચાઓ છે..