અમદાવાદ
કૈલાશ વિજય વિર્ગીયની ગુજરાતમાં કેમ થઇ એન્ટ્રી !
કૈલાશ વિજય વિર્ગીયની ગુજરાતમાં કેમ થઇ એન્ટ્રી !
ભાજપના રાષ્ટ્રિય મહાસચીવ કૈલાશ વિજય વર્ગીયનુ ગુજરાતમાં સુચક પ્રવાસ ગોઠવાયો છે,,તેઓ રવિવારે અમદાવાદના મહેમાન બન્યા
સુત્રોની માનીએ તો ગુજરાતમાં તેઓ એક રાજકીય ઓપરેશન માટે આવ્યા હતા,તે ઓપરેશન પાર પાડવા માટે તેમને ખાસ અમિત શાહે
ગુજરાત મોકલ્યા હોવાની ચર્ચા પણ ભાજપમાં થઇ રહી છે,, ત્યારે કોનુ ઓપરેશન કરવા આવ્યા હતા તેને લઇને અનેક ચર્ચા ચાલી રહી છે,
ગુજરાત ભાજપનું ગઢ રહ્યુ છે,ત્યારે ગુજરાતમાં ભાજપનું ગઢ જાળવી રાખવા માટે વડા પ્રધાન નરેન્દ્રમોદી કેન્દ્રિય ગૃહ પ્રધાન
અમિતશાહ તન તોડ મહેનત કરી રહ્યા છે, તેમના ઉપરાંત તેમના માર્ગદર્શન હેઠળ કેન્દ્રિય નેતાઓ પણ હવે ગુજરાત વિધાનસભાની
ચૂંટણી જંગ જીતવા માટે મૈદાનમાં ઉતારી દેવાયા છે, જેના ભાગ રુપે કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુર, કેન્દ્રિય શ્રમરોજગાર પ્રધાન
ભુપેન્દ્ર યાદવ ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડા, રાષ્ટ્રિય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય સહિતના નેતાઓ ગુજરાતના વિવિધ
ભાગોનો પ્રવાસ કરીને કાર્યકર્તાઓ અને જનતાનો મુડ જાણી રહ્યા છે,
કૈલાશ વિજય વર્ગીયનું સૂચક પ્રવાસ
ભાજપના રાષ્ટ્રિય મહામંત્રી કૈલાશ વિજય વર્ગીય રવિવારે અચાનક ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા, જેમનો અમદાવાદ શહેર ભાજપના
નેતાઓએ સ્વાગત કર્યુ,, પછી તેઓ પોતાના ગુપ્ત મિશન ઉપર નિકળી ગયા,,સુત્રોની માનીએ તો જે લોકો કૈલાશ વિજય વર્ગીયને રિસીવ
કરવા ગયા હતા તેમને પણ તેમના મિશન અંગે કોઇ જાણ ન હતી, ત્યારે જાણકારો માને છે કે કૈલાશ વિજય વર્ગીય અમિત શાહ અને
વડા પ્રધાન નરેન્દ્રમોદીના અંગત વિશ્વાસુ માનવામાં આવે છે અને એટલે જ મમતા બેનર્જીને ડામવાની જવાબદારી તેમને સોપાઇ હતી
જો કે તેઓ સફળ થઇ શક્યા નહતા,પણ જે રીતે તેઓએ રણનિતિ બનાવી,, પાર્ટીનું સંગઠન મજબુત કરીને મમતા બેનર્જીને હંફાવવામાં
સફળ થયા,,બંગાળમાં એક સમયે ભાજપ માટે જગ્યા ન હતી, ત્યાં મજબુત વિરોધ પક્ષ બનાવવામાં સફળ થયા,,એટલે કે તોડજોડ ની
રાજનિતિમાં તેઓ માહેર છે, ત્યારે માનવામાં આવે છે કે તેઓ ગુજરાતમાં મોટુ ઓપરેશન કરવા આવ્યા છે, ત્યારે તેઓ કોનુ ઓપરેશન કરશે
તેને લઇને હજુ કોઇ માહિતી નથી, ત્યારે તેઓ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત લઇ શકે છે,તેઓ રાજકીય સાથે સમાજિક કાર્યક્રમમાં
પણ હાજરી આપશે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !