હર્ષ સંધવીએ કેમ કહ્યુ કે લેભાગુ વેપારીઓ ગુજરાતની સરહદ ઓળંગતા પહેલા હજાર વાર વિચારશે !
અમદાવાદમાં મસ્કતી માર્કેટમાં થયેલા આર્થિક છેતરપિંડીના કેસોમાં પોલીસની ભુમિકા મહત્વપુર્ણ રહેતા એવા તમામ 89 પોલીસ કર્મચારીઓને સન્માનિત કરાયા,,
જેમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ સ્પષ્ટ જણાવ્યુ કે જે રીતે પોલીસ જવાનોએ જીવ જોખમમાં મુક્યો તે વિરદાવવા પાત્ર છે,,તે સિવાય મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે પણ
પોલીસની કામગીરીને વિરદાવી,,તો પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ સહિતના લોકો ઉપસ્થિતિ રહ્યા,, ત્યારે આ કાર્યક્રમમાં બેસવાની જગ્યા ન મળતા ખાડીયાના કાઉન્સલરો
જાણે કાર્યક્રમનો બાયકોટ કર્યો હોય હર્ષ સંધવી આવે તે પહેલા તેઓએ ચાલતી પકડી હતી,
ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી શંકર સિહ વાધેલાએ કોના માટે કરી ભારત રત્નની માંગ !
અમદાવાદ મસ્કતી મહાજન માર્કટ, દાયકાઓથી આ માર્કેટમાં ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકડાયેલા વેપારીઓ માટે કાર્મસ્થળ છે, છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વેપારીઓ સાથે બહારના રાજ્યોના લેભાગુ તત્વો છેતરપિંડી કરતા હતા,, સંખ્યા બધ્ધ
વેપારીઓના કરોડો રુપિયા ફસાયા હતા, ત્યારે કેટલાક વેપારીઓ તો આત્મ હત્યા કરવાનુ પણ વિચારી રહ્યા હતા,જ્યારે કેટલાક તો નાદાર થવાના આરે પહોચી ગયા હતા, ત્યારે મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત અને નરેશ શર્માએ આ માટે
તત્કાલિન ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ સિહ જાડેજા સાથે મુલાકાત કરી અને સમગ્ર સ્થિતિ અને કેસોને લઇને વાકેફ કર્યા, તે સમય દરમિયાન પ્રદીપ સિહ જાડેજાએ અમદાવાદ પોલીસને બોલાવીને સમગ્ર કેસમાં કઇ રીતે સમધાન થઇ શકે છે તેને લઇને પગલા
લેવાની સુચના આપી હતી, પોલીસ અને વેપારીઓ મળીને સમગ્ર રણનિતિ બનાવી,,જેમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો, દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર છત્તિસ ગઢ જેવા રાજ્યોમાં મોકલવા માટે ખાસ સ્પેશલ
ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવી,,અને આ ટીમે વિવિઘ રાજ્યોમાં જઇને લેભાગુ વેપારી, અસમાજિકત તત્વો, ઠગોનો પત્તો શોધી કાઢ્યો, જ્યા જરુરી લાગ્યો ત્યાં નાણા પરત કરાવ્યા, સાથે જે લોકો પૈસા નથી આપ્યા,,તેમને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા,,
પીએમ નરેન્દ્રમોદી માતા હિરાબાના જન્મ દિવસ ઉપર આપશે આવી ખાસ ભેટ- તમે પણ જાણવા થઇ જશો ઉત્સુક
આમ જે પોલીસ ટીમોએ સારુ કામ કર્યુ હતુ તેમને સન્માનવા માટે મસ્કતી માર્કેટ મહાજન તરફથી ખાસ કાર્યક્રમનુ આયોજન કરાયો હતો, જ્યારે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ જણાવ્યુ કે અહી મહાજનો છે, ત્યારે અશોસિએશન ન થતા, કારણ કે મહાજનો વ્યાપારીઓની પંરપરા છે, જેમાં તમામ એક જુથ મળીને કોઇ નિર્યણ કરે તો તમામ એને માનતા હોય છે, જ્યારે એશોસિએશનમાં આવુ થતુ નથી, તે સિવાય જે રીતે વેપારીઓએ સહયોગ સરકાર અને તંત્રને સહયોગ કર્યો છે તે પણ તેની
વિશેષતા છે,ત્યારે ગુજરાત પોલીસે જે રીતે અમદાવાદના માર્કેટના વેપારીઓના ઠગાઇના કેસમાં કાર્યવાહી કરી છે તેવી રીતે રાજકોટ, સુરત વડોદરા સહિત મોટ શહેરના પોલીસ કમિશ્નરોને પણ આવી રીતે કાર્યવાહી કરવાની સુચના આપી છે
પોલીસ ટીમ વિવિધ રાજ્યોમાં જઇને લેભાગુ તત્વોને શોધી લાવી છે,,તેમના ઉપર કોર્ટમાં કેસ કર્યો છે,ત્યારે પોલીસની કામગીરીથી હવે લેભાગુ તત્વો ગુજરાતની સરહદ ઓળંગવામાં પણ સો વખત વિચારશે, સાથે તેઓએ કહ્યુ કે કેટલાક ટકા પોલીસમાં પણ
ખરાબી છે, તેના વિશે પણ આપણે કહીએ છીએ, તે ન થવુ જોઇએ,,પણ પોલીસમાં પણ જે સારાઇ છે તેને પણ વધાવવો જોઇએ આ અગે પોલીસ કમિશ્રર સંજય શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે પોલીસ તો પોતાનુ કામ કરે છે, પણ સામે વેપારીઓએ પણ મુશ્કેલીના સમયમાં સમાજને મદદ કરી છે, તે પણ સારી બાબત છે,
ચૂંટણીપંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો કાર્યક્રમ કર્યો જાહેર- જાણો શુ છે ગુજરાતના ધારાસભ્યોની ભુમિકા
આ પ્રસંગે મસ્કતી માર્કેટ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યુ કે પોલીસ અને તંત્રનો હમેશા સહયોગ મળ્યો છે,,તેમની સાથે મળીને સમસ્યાનો સમાધાન થયો છે, અનેક વખત વેપારીઓ ઉપર ખોટા કેસો કરાય છે તેવી સ્થિતિમાં પણ
સરકાર અને તંત્ર અમને મદદ કરે છે, તેમાં કોઇ બે મત નથી,
કાઉન્સિલરોએ ચાલુ કાર્યક્રમમાંથી કેમ પકડી ચાલતી
મસ્કતી મહાજન માર્કેટના કાર્યક્રમમાં જેટલી ખુર્સીઓ મુકવામાં આવી હતી તેના કરતા પોલીસ સ્ટાફ અને સ્થાનિક વેપારીઓની સંખ્યા વધી ગઇ હતી, ત્યારે ખાડીયાના કોર્પોરેટર ઉમંગ નાયક, નિકી મોદી સહિતના કાઉન્સલરો માટે બેસવાની યોગ્ય
વ્યવસ્થા થઇ ન હતી જેથી તેમનુ માન સન્માન જાળવવા મસ્કતી મહાજન ક્યાકં ઉણું ઉતર્યું હતું, જેથી નારાજ થયેલા કાઉન્સલરોએ કાર્યક્રમની શરુઆત થાય તે પહેલા જ કાર્યક્રમ સ્થળથી ચાલતી પકડી હતી, જો કે પુર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટ, ખાડીયાના
પુર્વ કાઉન્સિલર મયુર દવે, અને શહેર પ્રમુખ અમિત શાહ, ગુજરાત ભાજપના સહ કોષાધ્યક્ષ ધર્મેન્દ્ર શાહ અમદાવાદ પુર્વ વિસ્તારના ધારાસભ્ય હસમુખ પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા,
પાટીદાર સંસ્થાઓની મીટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ કેમ રહ્યા ગેર હાજર- આ રહ્યા કારણો !