delhi
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક દિલ્હી કેમ પહોંચ્યા?
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી.
ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.156 બેઠકો સાથે જીતવાનો રેકોર્ડ ભાજપ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારના નામે નોંધાયો છે.